AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રિયલ હીરો સ્મિત મચ્છરને Mankind Pharma આપશે ₹1 કરોડનું ઈનામ

174 મુસાફરોના જીવ બચાવનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીના હવે આખી દુનિયામાં વખાણ થઈ રહ્યા છે. ચપ્પુ વાગ્યા પછી પણ ગંભીર હાલતમાં ફ્લાઈટને સુરક્ષિત લેન્ડ કરાવનારા કેપ્ટન સ્મિતને હવે મેનકાઈન્ડ ફાર્મા (Mankind Pharma) એ ₹1 કરોડ આપવાની મોટી જાહેરાત કરી છે.

Breaking News: રિયલ હીરો સ્મિત મચ્છરને Mankind Pharma આપશે ₹1 કરોડનું ઈનામ
Image Credit source: AI Generated
| Updated on: Oct 02, 2026 | 8:22 PM
Share

30 સપ્ટેમ્બર, 2026 ના રોજ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની એક ફ્લાઈટ દરમિયાન કેપ્ટન મચ્છર પર કથિત રીતે તેમના કો-પાયલટે હુમલો કર્યો અને ચપ્પુ મારી દીધું. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કેપ્ટન મચ્છરે વિમાન પર નિયંત્રણ જાળવી રાખ્યું અને કોકપિટનો દરવાજો ખોલ્યો, જેથી ક્રૂ અને મુસાફરોને મદદ કરવાનો મોકો મળ્યો. તેમના બહાદુરીભર્યા કાર્યએ વિમાનમાં સવાર 174 મુસાફરોના જીવ બચાવ્યા. આ પછી વિમાનને સુરક્ષિત રીતે સાઉદી અરેબિયાના તબુકમાં ઉતારવામાં આવ્યું.

‘આ જ સાચી લીડરશીપ છે’

મેનકાઈન્ડ ફાર્માએ ટ્વીટ કરીને માહિતી આપી અને લખ્યું કે, ‘કેપ્ટન સ્મિત મચ્છરે પોતાના પહેલાં પોતાના ક્રૂ અને દરેક મુસાફરનું ધ્યાન રાખ્યું. આ જ સાચી લીડરશીપ છે. આભાર વ્યક્ત કરવાના એક નમ્ર પ્રયાસ તરીકે, મેનકાઈન્ડ ફાર્મા તેમને અને તેમના પરિવારને ₹1 કરોડ આપી રહી છે. તમે ભારતનું માન વધાર્યું છે. અમે તમને સલામ કરીએ છીએ.’

‘દેશનું માન વધારવા માટે પાયલટના વખાણ’

આ પહેલની માહિતી મેનકાઈન્ડ ફાર્માના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી. આ સાથે કંપનીના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ જુનેજાનો એક વ્યક્તિગત પત્ર પણ શેર કરવામાં આવ્યો, જેમાં દેશનું માન વધારવા માટે પાયલટના વખાણ કરવામાં આવ્યા હતા.

‘કેપ્ટન સ્મિત મચ્છર, અમે તમને સલામ કરીએ છીએ!’

બીજી તરફ ઈઝરાયેલના રાષ્ટ્રપતિ ઈસાક હર્ઝોગે (Isaac Herzog) પણ ટ્વીટ કરીને કહ્યું કે, કેપ્ટન સ્મિત મચ્છર… અમે તમને સલામ કરીએ છીએ! ગઈકાલે રાત્રે ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસ (@indemtel) દ્વારા આયોજિત ‘ઈન્ડિયન જ્યુઝ એન્ડ ઈન્ડિયા-ઈઝરાયેલ ફેસ્ટિવલ’ (Indian Jews & India-Israel Festival) પર રાષ્ટ્રીય સંમેલનમાં આ ખાસ સંદેશ શેર કરવો મારા માટે બહુ સન્માનની વાત હતી.

Trending Video: “અમે આ ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ!” ભારતીય પાયલટની બહાદુરી પર ‘ઈઝરાયેલી સુંદરી’ થઈ ભાવુક

Follow Us
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું
અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું
Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર
Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર
ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર
ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે
મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'
મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'
g clip-path="url(#clip0_868_265)">