AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: “અમે આ ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ!” ભારતીય પાયલટની બહાદુરી પર ‘ઈઝરાયેલી સુંદરી’ થઈ ભાવુક

દુબઈથી ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાયદુબઈ ફ્લાઈટમાં 33 હજાર ફૂટની ઊંચાઈએ કોકપિટમાં ઈમરજન્સી સર્જાઈ હતી, જેમાં ભારતીય પાયલટ સ્મિત મચ્છરે પોતાનો જીવ જોખમમાં મૂક્યો અને સમજદારીથી સેંકડો મુસાફરોના જીવ બચાવી લીધા. સ્મિત મચ્છરની આ બહાદુરી બાદ હવે ઈઝરાયેલની ઈન્ફ્લુએન્સરે વીડિયો શેર કરીને તેમનો આભાર માન્યો છે અને કહ્યું છે કે, 'અમે આ ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ'.

Trending Video: અમે આ ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ! ભારતીય પાયલટની બહાદુરી પર 'ઈઝરાયેલી સુંદરી' થઈ ભાવુક
| Updated on: Oct 02, 2026 | 7:38 PM
Share

30 સપ્ટેમ્બરે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 માં એવી ઘટના બની, જેણે વિમાનમાં સવાર લોકોના જીવ જોખમમાં મૂકી દીધા. ઉડાન દરમિયાન કોકપિટમાં બંને પાયલટો વચ્ચે હિંસક ઘટના બની અને કેપ્ટન સ્મિત મચ્છર ઘાયલ થઈ ગયા. ત્યારબાદ સ્મિત મચ્છર લોહી-લુહાણ હાલતમાં વિમાનને કંટ્રોલ કરીને નીચે લાવવામાં સફળ રહ્યા.

આ પછી મુસાફરો, ક્રૂ અને વિમાનમાં હાજર અન્ય પાયલટોની મદદથી સ્થિતિ સંભાળવામાં આવી તેમજ વિમાનને સાઉદી અરેબિયાના તબુકમાં સુરક્ષિત લેન્ડ કરાવવામાં આવ્યું. આ ઘટના બાદ ભારતીય પાયલટ સ્મિત મચ્છરની બહાદુરીની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. ઈઝરાયેલના અધિકારીઓ અને નેતાઓએ પણ તેમના સાહસની સાર્વજનિક રીતે પ્રશંસા કરી છે. ઈઝરાયેલના ભારતમાં રાજદૂત રૂવેન અઝારે કહ્યું કે, તેમના સાહસનું સન્માન કરવામાં આવશે.

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરનો ‘Video Viral’

આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઈઝરાયેલની એક ક્રિએટરનો વીડિયો પણ ચર્ચામાં છે, જેમાં તે ભારતીય પાયલટનો આભાર માનતી જોવા મળી રહી છે. વીડિયોમાં તે લોકોને સ્મિત મચ્છર વિશે જાણવા અને તેમની બહાદુરીને યાદ રાખવાની અપીલ કરે છે. તેનું કહેવું છે કે, આ ઘટનામાં સ્મિત મચ્છરે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યો. વીડિયોમાં તે પાયલટ ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના પણ કરે છે અને તેમના સાહસ માટે આભાર વ્યક્ત કરે છે.

33 હજાર ફૂટ પરથી અચાનક નીચે આવવા લાગ્યું વિમાન

રિપોર્ટ્સ અનુસાર, ફ્લાઈટ લગભગ 33 હજાર ફૂટની ઊંચાઈ પર હતી; ત્યારે જ કોકપિટમાં હુમલો થયો. આ પછી વિમાન લગભગ 14 હજાર ફૂટ નીચે આવ્યું. આટલી ઝડપથી ઊંચાઈ ઓછી થયા બાદ વિમાનમાં હાજર લોકો વચ્ચે ચિંતાની સ્થિતિ સર્જાઈ ગઈ. આ દરમિયાન ઘાયલ કેપ્ટન સ્મિત મચ્છરે કોકપિટનો દરવાજો ખોલવામાં મહત્વની ભૂમિકા ભજવી.

દરવાજો ખુલ્યા બાદ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને અંદર પહોંચવા તેમજ હુમલાખોર પર કાબૂ મેળવવાનો મોકો મળ્યો. વિમાનમાં હાજર બે ઓફ-ડ્યુટી પાયલટોએ પણ વિમાનને સંભાળવામાં મદદ કરી. આ પછી ફ્લાઈટને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ તરફ વાળવામાં આવી, જ્યાં તેની સુરક્ષિત લેન્ડિંગ થઈ.

ઈઝરાયેલમાં થઈ રહી છે ‘સ્મિતની પ્રશંસા’

ઘટના બાદ ઈઝરાયેલમાં સ્મિત મચ્છર માટે સન્માન અને આભારની વાતો સામે આવી રહી છે. ઈઝરાયેલી રાજદૂત રૂવેન અઝારે કહ્યું કે, સ્મિતની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હતી અને ઈઝરાયેલ તેમના સાહસનું સન્માન કરશે. ઈઝરાયેલના અધિકારીઓ સાથે મુસાફરોએ પણ આ ઘટના દરમિયાન મદદ કરી.

એક મુસાફર અને વિમાનમાં હાજર અન્ય લોકોએ હુમલાખોરને કાબૂમાં કરવામાં ભૂમિકા ભજવી. આ આખી ઘટનાએ બતાવ્યું કે, મુશ્કેલ સમયમાં પાયલટ, ક્રૂ અને મુસાફરોની તાત્કાલિક કાર્યવાહી કેટલી મહત્વપૂર્ણ હોઈ શકે છે. હાલમાં આ ઘટના બાદ સ્મિત મચ્છરનું નામ દુનિયાભરમાં ચર્ચામાં છે. બીજી તરફ, ઘટનાની પૂરી સત્યતા અને તેની પાછળનું કારણ જાણવા માટે સંબંધિત એજન્સીઓની તપાસ ચાલુ છે.

Trending Video : ₹850 ના લીંબુ અને ₹300 ની કાકડી, શાકભાજીના ભાવની સરખામણી કરી ભારતીયે ઉઠાવ્યો ગંભીર મુદ્દો !

Follow Us
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
ચેતી જજો CCTVના આધારે કચરો ફેંકનારની ઓળખ કરાશે
ચેતી જજો CCTVના આધારે કચરો ફેંકનારની ઓળખ કરાશે
રાજકોટમાં મહિલા બની ડિજિટલ અરેસ્ટનો ભોગ, રૂ. 58.50 લાખ પડાવ્યા ! Video
રાજકોટમાં મહિલા બની ડિજિટલ અરેસ્ટનો ભોગ, રૂ. 58.50 લાખ પડાવ્યા ! Video
સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ, જુઓ Video
સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">