AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીએ લીધી નિવૃત્તિ, ભારત માટે ટેસ્ટ રમવાનું સપનું અધૂરું રહી ગયું

ભારતના અનુભવી લેગ સ્પિનરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 36 વર્ષીય સ્પિનરે 49 મેચમાં 148 વિકેટ લીધા બાદ લાલ બોલ ક્રિકેટને અલવિદા કહ્યું છે. ભારત માટે ટેસ્ટ રમવાનું તેનું સપનું અધૂરું રહ્યું, પરંતુ હવે તે વનડે અને T20માં ટીમ ઈન્ડિયામાં વાપસી માટે પ્રયાસ ચાલુ રાખશે.

| Updated on: Oct 02, 2026 | 4:46 PM
Share
ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 2 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેણે અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચ નોર્થમ્પ્ટનશાયર તરફથી મિડલસેક્સ સામે લોર્ડ્સમાં રમી હતી.

1 / 8
ચહલની રેડ બોલ ક્રિકેટની સફર 2009માં હરિયાણા તરફથી શરૂ થઈ હતી. તેણે કુલ 49 ફર્સ્ટ ક્લાસ મેચમાં 148 વિકેટ ઝડપી હતી, જેમાં છ વખત પાંચ વિકેટ લેવાનો પણ સમાવેશ થાય છે.

2 / 8
ચહલે નિવૃત્તિની જાહેરાત કરતી વખતે પોતાના અધૂરા ટેસ્ટ સપનાનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે ટેસ્ટ કેપ મેળવવી વર્ષોથી તેનું સપનું હતું, પરંતુ તે પૂર્ણ થઈ શક્યું નહીં. તેમ છતાં, તેણે પોતાની સફર અંગે સંતોષ વ્યક્ત કર્યો છે.

3 / 8
36 વર્ષીય ચહલે તાજેતરની કાઉન્ટી ચેમ્પિયનશિપમાં નોર્થમ્પ્ટનશાયર માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 2026ની સીઝનમાં પાંચ મેચમાં 21 વિકેટ ઝડપી હતી, જેમાં એક મેચમાં નવ વિકેટનો પણ સમાવેશ થાય છે.

4 / 8
ચહલ ભારત માટે ક્યારેય ટેસ્ટ મેચ રમી શક્યો નથી. જોકે, તેણે ટીમ ઈન્ડિયા માટે 72 વનડે અને 80 T20I મેચ રમી છે. તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ઓગસ્ટ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામેની T20I હતી.

5 / 8
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ ચહલ સંપૂર્ણપણે ક્રિકેટથી દૂર થવાનો નથી. તેણે સ્પષ્ટ કર્યું છે કે ભારત માટે ફરી વનડે અને T20 રમવાની તેની ભૂખ હજુ જીવંત છે અને તે વાપસી માટે પ્રયાસ કરતો રહેશે.

6 / 8
યુઝવેન્દ્ર ચહલે રેડ બોલ ક્રિકેટને પોતાની કારકિર્દીનો મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો છે.

7 / 8
10 વર્ષની ઉંમરે પહેલીવાર રેડ બોલ પકડનાર ચહલ હવે આ ફોર્મેટને અલવિદા કહી રહ્યો છે, પરંતુ તેની સફર અહીં પૂરી થઈ નથી. (PC:PTI/X)

8 / 8

Breaking News: નાના કદની લોકોએ ઉડાવી મજાક, પિતાએ બનાવ્યો બોક્સર, હવે Asian Games 2026માં જીત્યો ગોલ્ડ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">