GT vs MI : મુંબઈ ઈન્ડિયન્સે તેના શ્રેષ્ઠ ખેલાડીને કર્યો ડ્રોપ, હાર્દિક પંડ્યાની ટીમમાં વાપસી સાથે જ કાઢી મૂક્યો
મુંબઈ ઈન્ડિયન્સને IPL 2025ની પોતાની પહેલી જ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં જ્યારે રોહિત શર્મા, ટ્રેન્ટ બોલ્ટ, સૂર્યકુમાર યાદવ સહિતના તમામ સ્ટાર ખેલાડીઓ નિષ્ફળ ગયા હતા, ત્યારે 24 વર્ષનો બોલર પોતાની પહેલી મેચ રમી રહ્યો હતો જે હિટ સાબિત થયો હતો. જો કે બીજી જ મેચમાં મુંબઈએ આ યુવા સ્ટાર ખેલાડીને પ્લેઈંગ 11 માંથી જ બહાર કરી દીધો હતો.

IPLની સૌથી સફળ ટીમોમાંની એક મુંબઈ ઈન્ડિયન્સે પહેલી મેચમાં હાર બાદ બીજી મેચમાં ગુજરાત સામે પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સે વિલ જેક્સની જગ્યાએ હાર્દિક પંડયા અને વિગ્નેશ પુથુરના સ્થાને મુજીબ ઉર રહેમાનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન સામેલ કર્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સનો રેગ્યુલર કેપ્ટન હાર્દિક પંડયા ટીમમાં પરત ફર્યો હતો. જેથી તેનું પ્લેઈંગ 11 માં હોવું સ્વભાવિક છે. હાર્દિકે જેને રિપ્લેસ કર્યો એ ખેલાડીને મુંબઈએ સબસટીટ્યુટ ખેલાડીઓમાં સામેલ કર્યો છે.

આશ્ચર્યજનક વાત એ હતી કે જેક્સને 5 અવેજી ખેલાડીઓમાં સ્થાન મળ્યું પણ વિગ્નેશને ત્યાં પણ સ્થાન ન મળ્યું. વિગ્નેશને પ્લેઈંગ 11 માંથી બહાર કરી મુંબઈએ બધાને ચોંકાવી દીધા હતા.

તમને જણાવી દઈએ કે વિગ્નેશ છેલ્લી મેચમાં ચેન્નાઈ સામે મુંબઈનો સૌથી સફળ ખેલાડી રહ્યો હતો, છતાં તેને બહાર કરવામાં આવ્યો હતો.

હવે વિગ્નેશને કેમ પડતો મૂકવામાં આવ્યો તેનું કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું. ફ્રેન્ચાઈઝી દ્વારા તે ઘાયલ હતો કે બીમાર હતો તે અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

24 વર્ષીય સ્પિનર વિગ્નેશે ચેન્નાઈ સામે સિઝનની પહેલી મેચમાં જ IPL ડેબ્યૂ કર્યું હતું. વિગ્નેશે આ મેચ પહેલા એક પણ સિનિયર લેવલ મેચ રમી ન હતી, તેણે પહેલી જ ઓવરમાં એક વિકેટ લીધી અને પછીની બે ઓવરમાં એક-એક વિકેટ લીધી.

પોતાની ડેબ્યૂ મેચમાં 3 વિકેટ લઈને તે મેચમાં મુંબઈ માટે શ્રેષ્ઠ ખેલાડી સાબિત થયો. આવી સ્થિતિમાં તેને બાકાત રાખવાનો નિર્ણય આઘાતજનક હતો. (All Photo Credit : PTI)
IPLની સૌથી સફળ ટીમોમાંની એક મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી ત્રણ-ચાર સિઝન સારી રહી નથી, આ સિઝનમાં મુંબઈ હાર્દિક પંડયાની કપ્તાનીમાં ફરી ટ્રોફી જીતવા પ્રયાસ કરશે. મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

































































