ખુશખબર : સુરતથી Semiconductor માટે આવ્યા મોટા સમાચાર, નોકરીની વધશે તક, જુઓ Photos

કેન્દ્રીય મંત્રી CR પાટીલે સુરતમાં 840 કરોડ રૂપિયાના રોકાણ સાથે ગુજરાતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્લાન્ટ દરરોજ 3 લાખ ચિપ્સનું ઉત્પાદન કરશે અને 1500 થી વધુ ઇજનેરોને રોજગારી આપશે.

| Updated on: Dec 19, 2024 | 6:44 PM
CR પાટીલ (કેન્દ્રીય જળ સંસાધન મંત્રી) દ્વારા રવિવારે સુરતના પલસાણા ખાતે ગુજરાતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં 30,000 ચોરસ ફૂટ જેટલા વિસ્તારમાં ફેલાયેલા સુચી સેમિકોનના પ્લાન્ટમાં દરરોજ 3 લાખ ચિપ્સનું ઉત્પાદન થશે તેવી પણ માહિતી સામે આવી હતી. આ પ્લાન્ટની સ્થાપના રૂપિયા 840 કરોડના રોકાણ સાથે કરવામાં આવી છે.

1 / 5
ઉદ્ઘાટન દરમિયાન, પાટીલે જણાવ્યું હતું કે, "સેમિકન્ડક્ટર એ ઇલેક્ટ્રોનિક્સના ઉત્પાદન માટે સૌથી મહત્વપૂર્ણ ઘટક છે અને ડિજિટલ ક્રાંતિ માટે સૌથી મહત્વપૂર્ણ કાચો માલ છે. રાજ્યના ઉદ્યોગ સાહસિકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સેમિકન્ડક્ટરનો સપ્લાય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. માટે ગુજરાતમાં આવા ઉત્પાદનોનું ઉત્પાદન શરૂ કરી રહ્યા છીએ." તેમણે કહ્યું કે કોવિડ પછી સુચી સેમીકોને ખૂબ જ ઓછા સમયમાં પ્લાન્ટની સ્થાપના કરી અને તેને કાર્યરત પણ કરી દીધી.

2 / 5
સુચી સેમિકોનના સ્થાપક અશોક મહેતાને અભિનંદન આપતાં પાટીલે જણાવ્યું હતું કે, "મહેતાએ તેમની કારકિર્દીની શરૂઆત 1500 રૂપિયાની નોકરીથી કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, તેમના સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં આજે 1500 પ્રતિભાશાળી ઇલેક્ટ્રોનિક એન્જિનિયર્સ કામ કરી રહ્યા છે."

3 / 5
સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન દરમિયાન ગૃહ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર હતા તેમણે જણાવ્યું કે, "ગુજરાત અને ગુજરાતીઓ સેમિકન્ડક્ટર સેક્ટરમાં ભારતને આત્મનિર્ભર બનાવવાના પીએમ મોદીના સ્વપ્નને સાકાર કરવાની ક્ષમતા ધરાવે છે, જે સુચી ગ્રુપે સાબિત કર્યું છે. ઔદ્યોગિક વિકાસ અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં હંમેશા મોખરે રહી છે."

4 / 5
પ્લાન્ટના સ્થાપક અશોક મહેતાએ આ કાર્યક્રમ દરમ્યાન જણાવ્યું હતું કે, "આ કામ આગળ વધારવા માટે અમે સતત બે વર્ષ સુધી સંશોધન અને વિશ્લેષણ કર્યું અને એક વર્ષમાં પ્લાન્ટનું બાંધકામ પૂર્ણ કરતા પહેલા 12 દેશોનો પ્રવાસ કર્યો."

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">