કરિયર
કરિયર કોઈ પણ વ્યક્તિના જીવનનો મહત્વપૂર્ણ પગલું છે. કરિયરનું સિલેક્શન કરવું એ વ્યક્તિ માટે જીવનનો મોટો નિર્ણય હોય છે. પસંદ કરેલું કરિયર વ્યક્તિના જીવન પર સારો એવો પ્રભાવ પાડે છે.
કરિયર સામાન્ય રીતે તે પ્રવૃત્તિઓનો સંદર્ભ આપે છે જે રોજગાર મેળવવામાં મદદ કરે છે. નોકરી કે વ્યવસાયો શિક્ષક, ડૉક્ટર, એન્જિનિયર, મેનેજર, જર્નાલિસ્ટ, વકીલ, મજૂર, કલાકાર વગેરે છે. કોઈ પણ પ્રવૃતિ જે તમને ઘર ચલાવવામાં મદદ કરે છે તેને કરિયર કહેવામાં આવે છે.
આપણને આજુબાજુ દેખાતા દરેક લોકો કોઈને કોઈ નોકરી, ધંધા કે વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે. જેમ કે, કોઈ વ્યક્તિ દર્દીને ઠીક કરવાનું કાર્ય કરે છે. તો તેને મેડીકલ ક્ષેત્રમાં કરિયર બનાવેલું કહેવાય. કોઈ પણ ક્ષેત્રમાં ઘણા વર્ષો સુધી જોડાયેલા રહેવાથી તે ક્ષેત્રમાં વ્યક્તિ એક્સપર્ટ બની જાય છે. સમયે-સમયે પોતાના કરિયરના લક્ષ્યોની સમીક્ષા કરવી જોઈએ અને નવું નવું શીખવું જોઈએ. એક મજબૂત કરિયર બનાવવા માટે ખૂબ જ મહેનત કરવી જોઈએ.