મુંબઈ પોલીસ સૈફ અલી ખાનનું નિવેદન નોંધવા માટે લીલાવતી હોસ્પિટલ પહોંચી- જુઓ Video

સૈફ અલી ખાન પર તેના જ ઘરમાં આવેલા અજાણ્યા શખ્સે કરેલા હુમલા બાદ તેઓ લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, ત્યારે પોલીસ બે દિવસ બાદ સૈફ અલી ખાનનું નિવેદન લેવા માટે લીલાવતી હોસ્પિટલ પહોંચી હતી પરંતુ સૈફને બોલવામાં મુશ્કેલી હોવાથી નિવેદન લઈ શકી ન હતી.

Follow Us:
| Updated on: Jan 18, 2025 | 10:00 PM

સૈફ અલીખાન પર મંગળવારે રાત્રે થયેલા હિચકારા હુમલા બાદ તેએ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે આજે મુંબઈ પોલીસ પણ સૈફ અલીખાનનું નિવેદન લેવા માટે લીલાવતી હોસ્પિટલ પહોંચી હતી. જો કે પોલીસે ગઈકાલે ગુરુવારે સાંજે પણ સૈફનું નિવેદન લેવા માટે ગઈ હતી. ત્યારે ફક્ત કરીનાનું નિવેદન લઈ શકી હતી. સૈફ અલી ખાનને બોલવામાં મુશ્કેલી હોવાથી તેનુ નિવેદન લઈ શકી ન હતી. લીલાવતી હોસ્પિટલના પ્રાઈવેટ સુટમાં સેફ એડમિટ છે. હાલ કરીનાએ પોલીસને અપીલ કરી છે કે સૈફને ક્યારે ડિસ્ચાર્જ કરવામાં આવશે તે અંગેની કોઈ જ જાણકારી જાહેર કરવામાં ન આવે તેનાથી તેના પરિવારની મુશ્કેલી વધી શકે છે.

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા મળે તેની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ એવું લાગે છે કે તેઓને આ માહિતી સરળતાથી નહીં મળી શકે. બુધવાર, 15 જાન્યુઆરીએ સૈફ પર એક અજાણ્યા વ્યક્તિએ તેના ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો. હુમલાખોરે તેના પર છ વાર ચાકુના ઘા માર્યા હતા. આ પછી સૈફ પોતે ઓટોમાં લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં તેની સર્જરી થઈ અને હાલમાં તે સ્પેશિયલ રૂમમાં દાખલ છે.

ચાહકો સૈફની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે અને ડિસ્ચાર્જ થયા બાદ અભિનેતાના ઘરે પરત ફરે તેની રાહ જોઈ રહ્યા છે. સૈફ અલી ખાનના પરિવારે લીલાવતી હોસ્પિટલની મેડિકલ ટીમને કોઈપણ માહિતી જાહેર ન કરવા જણાવ્યું છે. સૈફને ક્યારે રજા આપવામાં આવશે તે અંગે કોઈ અપડેટ જારી કરી શકાતી નથી, ન તો હોસ્પિટલ જાહેરમાં કોઈપણ પ્રકારનું મેડિકલ બુલેટિન શેર કરી શકે છે.

ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !

એવા પણ સમાચાર છે કે સૈફના ઝડપી સ્વસ્થતાને ધ્યાનમાં રાખીને તેને સોમવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. જો કે તેના ડિસ્ચાર્જ અંગેની આ અટકળો પર કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ ચાહકો માટે તે મોટી વાત છે કે સૈફ સ્વસ્થ થાય છે અને ઘરે આવે છે.

તમને જણાવી દઈએ કે, હાલમાં જ કરીના કપૂરે બાંદ્રા પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે જ્યારે હુમલો થયો ત્યારે સૈફે બાળકો અને મહિલાઓને 12મા માળે મોકલી દીધા હતા. સૈફે મહિલાઓ અને બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સૈફે દરમિયાનગીરી કરી ત્યારે હુમલાખોર જહાંગીર (સૈફ-કરીનાના નાના પુત્ર) સુધી પહોંચી શક્યો ન હતો. કરીના પહેલા તૈમુર-જેહની આયા પણ તેનું નિવેદન નોંધાવી ચુકી છે.

મનોરંજન તેમજ બોલિવુડ જગતની તમામ ખબરો વાંચવા માટે અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">