Plant In Pot : સલાડથી લઈને હેલ્ધી ડ્રિંક્સ બનાવવામાં ઉપયોગમાં લેવાતી કાકડીને ઘરે ઉગાડો, જુઓ તસવીરો

Plant In Pot : વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ઘણા એવા છોડ ઉગાડી શકીએ. તો આજે જાણીએ કે ઘરે કાકડીનો વેલો કેવી રીતે ઉગાડી શકાય.

| Updated on: Aug 30, 2024 | 10:26 AM
લોકો ઘણીવાર સલાડમાં કાકડી ખાવાનું પસંદ કરે છે. તેમજ કાકડી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેનો જ્યુસ પીવાથી પણ અનેક લાભ થાય છે. કાકડીના વેલાને આપણે ઘરે પણ સરળતાથી ઉગાડી શકીએ છે.  આજે અમે તમને જણાવીશું કે વાસણમાં કાકડી કેવી રીતે ઉગાડી શકાય છે.

1 / 5
ઘરે કાકડી ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટું કૂંડુ લો. ધ્યાન રાખો કે તેમાં છિદ્ર હોય. જો તેમાં છિદ્ર નહીં હોય તો પાણી વેલાના મૂળમાં ભરાઈ રહેવાથી વેલો સડી જવાની સંભાવના રહે છે.

2 / 5
ત્યાર બાદ માટીમાં છાણિયુ ખાતર અને રેતી ભેળવીને કૂંડામાં ભરી લો. માટીને ભીની કરીને થોડા સમય માટે રહેવા દો. ત્યાર બાદ માટીમાં 3-4 ઈંચની ઉંડાઈએ કાકડીના બીજને રોપી તેના પર માટી નાખી દો.

3 / 5
કાકડીનો વેલો ઉગાડેલા કૂંડાને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. જેથી વેલાનો વિકાસ સારી રીતે થાય. બીજ એક એઠવાડિયામાં અંકુરિત થઈ જશે. વેલામાં દિવસમાં એક વખત પાણી આપો.

4 / 5
જ્યારે કાકડીનો વેલો મોટો થાય ત્યારે તેને દોરડા અને લાકડાની મદદથી બાંધી લો. કાકડીના છોડમાં 15 દિવસના અંતરે છાણિયુ ખાતર નાખતા રહો.  સમયાંતરે દવાનો છંટકાવ કરતા રહો જેથી કરીને વેલામાં જીવાત ન પડે. કાકડીનો વેલો  2 થી 3 મહિનામાં કાકડીઓ આપવાનું શરૂ કરશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">