Winter Char Dham yatra : કડકડતી ઠંડીમાં પણ 15 હજારથી વધુ ભક્તોએ ચાર ધામના દર્શન કર્યા, જુઓ ફોટો
આ વખતે પ્રથમ વખત ઉત્તરાખંડ સરકારે શિયાળુ ચારધામ યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રા અંતર્ગત અત્યાર સુધીમાં 15 હજારથી વધુ ભક્તોએ ચારેય ધામોના દર્શન કર્યા છે. સરકારને આશા છે કે જાન્યુઆરીમાં વધુ સારો પ્રતિસાદ મળશે.

ઉત્તરાખંડમાં શિયાળુ ચારધામ યાત્રા હવે શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. 8 ડિસેમ્બરે સીએમ પુષ્કર સિંહ ધામીએ યાત્રાનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ વખતે રાજ્યની ધામી સરકારે તેને સફળ બનાવવા અનેક પ્રયાસો કર્યા, જેથી રાજ્યને પ્રવાસન ક્ષેત્રે લાભ મળે.

ઉત્તરાખંડમાં કડકડતી ઠંડી છતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાર ધામના દર્શન કરવા આવી રહ્યા છે.આ વખતે પ્રથમ વખત ઉત્તરાખંડ સરકારે શિયાળુ ચારધામ યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રા અંતર્ગત અત્યાર સુધીમાં 15 હજારથી વધુ ભક્તોએ ચારેય ધામોના દર્શન કર્યા છે.

શિયાળાના આ સમયે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના ગદ્દીસ્થળોમાં પૂજા કરવામાં આવી રહી છે. ઉત્તરાખંડમાં, શિયાળાની ચાર ધામ યાત્રાએ હવે ચાર મંદિરો- ઓમકારેશ્વર મંદિર (ઉખીમઠ), નરસિંહ મંદિર (જ્યોતિર્મઠ), ગંગોત્રી મંદિર (મુખાબા), અને યમુનોત્રી મંદિર (ખરસાલી)ની તરફ યાત્રાળુઓને આકર્ષવાનું શરૂ કર્યું છે.

રાજ્ય સરકારે આ વર્ષે પર્વતીય રાજ્યમાં શિયાળુ ચાર ધામ યાત્રાને પ્રોત્સાહન આપવા માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા મળતી માહિતી અનુસાર અત્યાર સુધી 15 હજારથી વધુ ભક્તોએ આ સ્થળોની પૂજા અર્ચના કરી છે.હજુ પણ આ આંકડો વધી શકે છે.

ચારધામના કપાટ બંધ થયા બાદ પણ શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થયો નથી. તમને જણાવી દઈએ કે આ વખતે શિયાળામાં સરકારે ઓમકારેશ્વર મંદિર, નરસિંહ મંદિર, ગંગોત્રી મંદિર અને યમુનોત્રીમાં પૂજા કરવાનો નિર્ણય લીધો છે.

બદ્રીનાથ અને કેદારનાથ સમિતિના મુખ્ય કાર્યકારી અધિકારી વિજય થપલિયાલે આ યાત્રાને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગોના વખાણ પણ કર્યા છે.અનેક સરકારી વિભાગોએ આ યાત્રાને સારી બનાવવા માટે મહત્વની ભૂમિકા નિભાવી છે.

હજુ પણ જાન્યુઆરીમાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધી શકે છે. ઉત્તરાખંડમાં પર્યટન વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓને ખાસ ઓફર પણ આપી રહ્યા છે.

ગઢવાલ મંડલ વિકાસ નિગમના ગેસ્ટ હાઉસમાં રહેવા પર 25 ટકાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય મંદિર સમિતિના ગેસ્ટ હાઉસમાં પણ ભક્તો પાસેથી વ્યાજબી ભાવે ભાડુ લેવામાં આવી રહ્યું છે.
હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. ચારધામ યાત્રાને લઈ વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

































































