ચારધામ
હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. હિન્દુ ધર્મમાં બે પ્રકારની ચાર ધામ યાત્રા કરવામાં આવે છે. એક બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા અને બીજી બદ્રીનાથ, જગન્નાથ, રામેશ્વર અને દ્વારકા ધામની યાત્રા. આ ચાર ધામ એટલા પવિત્ર છે કે એવું માનવામાં આવે છે કે આ ધામોની મુલાકાત લેવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે અને અંતે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
શાસ્ત્રો અનુસાર ચારધામના દર્શન કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને વ્યક્તિ જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. આવી વ્યક્તિને નશ્વર જગતમાં ફરી જન્મ લેવો પડતો નથી, તેને મોક્ષ મળે છે.
એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અહીં 6 મહિના સુધી આરામ કરે છે. આના કારણે અહિં છ મહિના મંદિરના કપાટ બંધ રહે છે, અને છ મહિના માટે ફરી તેને દર્શન માટે ખોલવામાં આવે છે.