અમદાવાદની આ યુનિવર્સિટીમાં એક સાથે 4400 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ, જુઓ Photos

એલ.જે. યુનિવર્સિટીનો ત્રીજો દીક્ષાંત સમારોહ ભવ્યતાપૂર્વક યોજાયો, જેમાં 4400 વિદ્યાર્થીઓને વિવિધ શાખાઓમાં ડિગ્રી એનાયત કરાઈ અને 48 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા.

| Updated on: Jan 21, 2026 | 10:49 PM
1 / 9
એલ.જે. યુનિવર્સિટી દ્વારા 20 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે 6:00 વાગ્યે યુનિવર્સિટી કેમ્પસ ખાતે ત્રીજા દીક્ષાંત સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દીક્ષાંત સમારોહ દરમિયાન ફાર્મસી, MCA, B.Sc., M.Sc., MBA, એન્જિનિયરિંગ, IMBA, કોમર્સ, ઇન્ટિગ્રેટેડ MCA, MLT, આર્કિટેક્ચર, પ્લાનિંગ તથા ડિપ્લોમા એન્જિનિયરિંગ સહિતના વિવિધ અભ્યાસક્રમોમાંથી પીએચ.ડી., પોસ્ટગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા સ્તરના કુલ આશરે 4400 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. સાથે જ ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન બદલ 48 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

2 / 9
આ પ્રસંગે અરિફ મોહમ્મદ ખાન, માનનીય રાજ્યપાલ, બિહાર રાજ્ય, મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રગટાવા અને પ્રાર્થના સાથે કરવામાં આવી, જેના દ્વારા સમગ્ર વાતાવરણમાં ગૌરવ અને આધ્યાત્મિકતા છવાઈ ગઈ.

3 / 9
દીક્ષાંત સંબોધનમાં માનનીય રાજ્યપાલ અરિફ મોહમ્મદ ખાને વાઇસ-ચાન્સેલર, શાસન અને શૈક્ષણિક સમિતિના સભ્યો, અતિથિગણ, વિદ્યાર્થીઓ, માતાપિતા અને મહેમાનોનું સન્માનપૂર્વક સ્વાગત કર્યું. તેમણે ત્રીજા દીક્ષાંત સમારોહ માટે આમંત્રણ આપવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તમામ દીક્ષાર્થીઓને તેમની શિસ્તબદ્ધ મહેનત તથા શૈક્ષણિક સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવ્યા. સાથે જ તેમણે વિદ્યાર્થીઓની સફળતા પાછળ માતાપિતા અને શિક્ષકોના માર્ગદર્શન અને ત્યાગની પણ પ્રશંસા કરી.

4 / 9
રાજ્યપાલે ભારતની સંસ્કૃતિના એક મહત્વપૂર્ણ મૂલ્ય પર ભાર મૂક્યો કે સામાન્ય રીતે માનવ પોતે અન્યથી આગળ વધવા ઈચ્છે છે, જ્યારે માતાપિતા અને શિક્ષકો પોતાના સંતાનો અને વિદ્યાર્થીઓ પોતાના કરતાં વધુ આગળ વધે તેવી ઈચ્છા રાખે છે. આ મૂલ્ય સમાજમાં સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને સતત વિકાસ માટે આધારરૂપ છે.

5 / 9
તેમણે સ્વ. પ્રોફ. બી. એમ. પીરઝાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને એલ.જે. યુનિવર્સિટીને ગુણવત્તાયુક્ત તથા સર્વસુલભ શિક્ષણની દ્રષ્ટિનું પ્રતિબિંબ ગણાવ્યું. યુનિવર્સિટીની પારદર્શક શૈક્ષણિક પ્રક્રિયાઓ, ખાસ કરીને બ્લોકચેઇન ટેકનોલોજીના ઉપયોગ માટે તેમણે પ્રશંસા વ્યક્ત કરી અને આવી પહેલોને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે અનુસરવા યોગ્ય મોડેલ ગણાવ્યું.

6 / 9
ભારતીય જ્ઞાન પરંપરા પર પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું કે શિક્ષણ દરેક માટે, ખાસ કરીને સ્ત્રીઓ માટે, સુલભ હોવું અત્યંત આવશ્યક છે, કારણ કે જનસામાન્યના શિક્ષણ વિના સમાજની પ્રગતિ શક્ય નથી. તેમણે સ્વામી વિવેકાનંદ અને સ્વામી રંગનાથનંદના વિચારોનો ઉલ્લેખ કરીને સમજાવ્યું કે ભારતે જ્ઞાન મેળવ્યું પરંતુ તેને ગરીબ અને પછાત વર્ગ સુધી પૂરતું વહેંચ્યું નહીં, જે સાંસ્કૃતિક પતનનું મુખ્ય કારણ બન્યું. તેમણે શ્રીમદ ભગવદ ગીતા પરથી ઉદ્ધરણ આપતાં જણાવ્યું કે જે વ્યક્તિ જ્ઞાનને પોતાના સુધી જ સીમિત રાખે છે, તે સાચો જ્ઞાનસાધક નથી.

7 / 9
ઉપનિષદોમાં વર્ણવાયેલા ‘તપ’ના અર્થને તેમણે સ્પષ્ટ કર્યો કે તપનો અર્થ માત્ર શારીરિક ત્યાગ નથી, પરંતુ સ્વાધ્યાય (આત્મઅધ્યયન) અને પ્રવચન (જ્ઞાનનું વહેંચાણ) છે. તેમણે જણાવ્યું કે વિકાસ વિચારશીલતા, બુદ્ધિ અને શિસ્તબદ્ધ વિચારોથી થાય છે, માત્ર ભાવનાત્મકતા દ્વારા નહીં.

8 / 9
રાજ્યપાલે વિદ્યાર્થીઓને તેમની સામાજિક જવાબદારી યાદ અપાવતા કહ્યું કે જ્યાં સુધી સમાજમાં ભૂખ અને અજ્ઞાન રહેશે, ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત કરનારની જવાબદારી રહેશે કે તે પોતાનું જ્ઞાન સમાજના કલ્યાણ માટે ઉપયોગમાં લે. તેમણે લોક સંગ્રહના સિદ્ધાંતને સમજાવી વિદ્યાર્થીઓને નમ્રતા, નૈતિકતા, શિસ્ત અને સમાજસેવા સાથે જીવન આગળ વધારવા પ્રોત્સાહિત કર્યા. એઆઈના યુગમાં જીવનભર શીખવાની અને અનુકૂલન ક્ષમતાની પણ તેમણે વિશેષ નોંધ લીધી. એલ.જે. યુનિવર્સિટીના પ્રમુખ ડૉ. મનીષ શાહ એ અધ્યક્ષીય સંબોધનમાં વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવ્યા અને શ્રેષ્ઠતા તરફ સતત પ્રયત્નશીલ રહેવા, નૈતિક મૂલ્યો સાથે આગળ વધવા તથા સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપી. તેમણે શિલ્પકારના હથોડાની ઉપમા આપતાં જણાવ્યું કે જીવનની મુશ્કેલીઓ માનવને ઘડતી અને વધુ મજબૂત બનાવતી હોય છે.

9 / 9
પ્રોફ. દિનેશ આવસ્થિ, કુલપતિ, એલ.જે. યુનિવર્સિટી,એ મુખ્ય અતિથિ, મહાનુભાવો, વાલીગણ, ફેકલ્ટી સભ્યો અને દીક્ષાર્થી વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કર્યું. તેમણે સ્વ. પ્રોફ. બી. એમ. પીરઝાદાના સ્થાપનાત્મક દ્રષ્ટિકોણને ઉજાગર કરતાં યુનિવર્સિટીના મૂલ્યઆધારિત શિક્ષણ, સર્વાંગી વિકાસ, સંશોધન, નવીનતા, ઉદ્યોગ-શૈક્ષણિક સહકાર, ટકાઉ વિકાસ, સામાજિક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમતગમત ક્ષેત્રે થયેલી સિદ્ધિઓનો સંક્ષિપ્ત પરિચય આપ્યો.