Breaking News: મોંઘવારીનો ડામ… ગાડીઓના શોખીનો માટે ખરાબ સમાચાર, 1 એપ્રિલથી લક્ઝરી કાર થશે ‘મોંઘી’
મોંઘવારીનો માર હવે લક્ઝરી કાર સેક્ટર પર પણ જોવા મળી રહ્યો છે. એવામાં જો તમે આ વર્ષે લક્ઝરી કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ખાસ છે.

ભારતમાં લક્ઝરી કાર ખરીદવી હવે વધુ મોંઘી થવાની છે. Audi બાદ હવે Mercedes-Benz India એ પણ પોતાના વાહનોની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ જાહેરાત કરી છે કે, 1 એપ્રિલથી તેની ગાડીઓની કિંમતમાં આશરે 2% સુધીનો વધારો કરવામાં આવશે.

Mercedes-Benz India ના વાઇસ પ્રેસિડેન્ટ (સેલ્સ એન્ડ માર્કેટિંગ) બ્રેન્ડન સિસિંગે જણાવ્યું હતું કે, કિંમતોમાં આ વધારો મુખ્યત્વે ફોરેક્સ વોલેટિલિટી (વિદેશી હૂંડિયામણમાં ઉતાર-ચઢાવ) અને વધતા જતા ઇનપુટ ખર્ચને કારણે કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને યુરોની સરખામણીમાં રૂપિયાનું સતત નબળા પડવું કંપનીના ખર્ચ પર અસર કરી રહ્યું છે.

કંપનીનું કહેવું છે કે, ખર્ચ વધવા છતાં તેઓ ગ્રાહકો પર તેની અસર ઓછી રાખવાનો પ્રયાસ કરે છે પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં બિઝનેસને ટકાવી રાખવા માટે કિંમતોમાં થોડો ફેરફાર કરવો અનિવાર્ય બન્યો છે.

બ્રેન્ડન સિસિંગના જણાવ્યા અનુસાર, Mercedes-Benz નું ધ્યાન આગળ પણ ગ્રાહકોને શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ અને પ્રીમિયમ અનુભવ આપવા પર રહેશે. આના એક દિવસ પહેલા Audi India એ પણ જાહેરાત કરી હતી કે, તે 1 એપ્રિલથી પોતાની કારની કિંમતોમાં 2% સુધીનો વધારો કરશે.

કંપનીએ પણ ઇનપુટ કોસ્ટમાં વધારો અને કરન્સીમાં ઉતાર-ચઢાવને તેનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. સતત બે મોટી લક્ઝરી કાર કંપનીઓના ભાવ વધારાના નિર્ણયથી સ્પષ્ટ છે કે, ઓટો સેક્ટર પર ખર્ચ અને કરન્સીનું દબાણ વધી રહ્યું છે.
Breaking News: જૂની ગાડી હવે ભંગાર નહીં બને ! સરકારના એક નિર્ણયથી 15 વર્ષ જૂની ગાડીઓ પણ રસ્તા પર દોડશે, જાણો શું છે ‘નવો નિયમ’
