AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હોર્મુઝ સ્ટ્રેટ પહોળો થશે તો શું થશે? દુનિયાની ભૂગોળ બદલાઈ જશે! જાણો કારણ

હોર્મુઝની ખાડી લગભગ 33 કિલોમીટર પહોળી છે અને લગભગ 3,000 વર્ષથી તેની પહોળાઈમાં ખાસ ફેરફાર થયો નથી. તેની બંને બાજુ ઈરાન અને ઓમાનના ખડકાળ પર્વતો હોવાથી તેને કુદરતી રીતે વિસ્તૃત કરવું ખૂબ મુશ્કેલ છે. તેથી તેને પહોળું કરવાની કોશિશ કરવી જોખમી અને મોટી ભૂલ સાબિત થઈ શકે છે.

| Updated on: Mar 13, 2026 | 3:52 PM
Share
ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે દુનિયામાં તણાવ વધી ગયો છે. આ સંઘર્ષમાં ઈરાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. સાથે સાથે હોર્મુઝ સ્ટ્રેટ પણ ખૂબ મહત્વનું બન્યું છે, કારણ કે વિશ્વના લગભગ 30% તેલનો વેપાર આ લગભગ 33 કિલોમીટર પહોળા સમુદ્રી માર્ગથી પસાર થાય છે.

1 / 10
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવ વચ્ચે ઈરાને અમેરિકા અને ઇઝરાયલ માટે હોર્મુઝનો મહત્વનો સમુદ્રી માર્ગ બંધ કર્યો છે. તેના કારણે ત્યાં જહાજોની ભીડ વધી રહી છે અને વિશ્વમાં તેલ સપ્લાય પર અસર પડી રહી છે. આ સ્થિતિને કારણે લોકોમાં પ્રશ્ન ઉભો થયો છે કે હજારો વર્ષથી આ મહત્વના માર્ગને પહોળો કેમ બનાવાયો નથી અને જો આવું થાય તો દુનિયાની ભૂગોળ અને વેપાર પર શું અસર પડશે. ( Credits: Getty Images )

2 / 10
હોર્મુઝની સામુદ્રધુની પર્શિયન ગલ્ફ અને ઓમાનના અખાતને જોડતો એક મહત્વનો દરિયાઈ માર્ગ છે, જે ઈરાન અને અરબી દ્વીપકલ્પને અલગ કરે છે. લગભગ 3,000 વર્ષથી તેની ભૂગોળમાં મોટો ફેરફાર થયો નથી. તેની સૌથી ઓછી પહોળાઈ લગભગ 33 કિલોમીટર છે, પરંતુ જહાજો માટેનો સાચો માર્ગ તેના કરતાં પણ સાંકડો છે. આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ જહાજો માટે અંદર આવવા અને બહાર જવા માટે અલગ-અલગ બે માઇલની શિપિંગ લેન રાખવામાં આવે છે અને વચ્ચે અથડામણ ટાળવા માટે બે માઇલનો સુરક્ષા વિસ્તાર રાખવામાં આવે છે. ( Credits: Getty Images )

3 / 10
હોર્મુઝનો દરિયાઈ માર્ગ પહોળો ન થવાનું મુખ્ય કારણ તેની કુદરતી રચના છે. તેની બંને બાજુ કોરલ રીફ, સમુદ્રની અંદરની ટેકરીઓ અને ખડકાળ પર્વતો આવેલા છે. ઈરાન તરફ ઝાગ્રોસ પર્વતો સમુદ્ર સુધી પહોંચે છે અને ઓમાન તરફ મુસંદમ વિસ્તાર ખડકાળ છે. આ ખડકો કાપીને અથવા સમુદ્રને વધુ ઊંડો બનાવી માર્ગ પહોળો કરવો બહુ મુશ્કેલ અને ખૂબ ખર્ચાળ કામ છે, જે કોઈ એક દેશ માટે કરવું સહેલું નથી. ( Credits: Getty Images )

4 / 10
જો ઘણા દેશો મળીને હોર્મુઝ સ્ટ્રેટને પહોળો કરવાનો નિર્ણય લે તો તેના ગંભીર અને નુકસાનકારક પરિણામો આવી શકે છે. તેના માટે ઈરાનના દરિયાકિનારા અથવા ઓમાનના મુસંદમ વિસ્તારના પર્વતો તોડવા પડશે. આ વિસ્તાર કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે, તેથી આવું કરવાથી સમગ્ર પર્યાવરણને ભારે નુકસાન થશે. પર્વતો તોડવાથી મોટી માત્રામાં કાટમાળ સમુદ્રમાં જશે, જેના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ અને કોરલ રીફને પણ ભારે નુકસાન પહોંચશે. ( Credits: Getty Images )

5 / 10
હોર્મુઝ સ્ટ્રેટને પહોળો કરવા માટે ઈરાન અને ઓમાનની જમીનમાં ફેરફાર કરવો પડશે. ખાસ કરીને ઓમાનના મુસંદમ વિસ્તાર અને ઈરાનના દરિયાકાંઠા ભાગને નુકસાન પહોંચાડી શકે છે. આવું કરવાથી બંને દેશો વચ્ચે સરહદ અને જમીન સંબંધિત વિવાદ ઊભા થઈ શકે છે. ઉપરાંત, આ નિર્ણય બંને દેશોના સાર્વભૌમત્વ માટે પણ મુશ્કેલ બની શકે છે, તેથી કોઈ દેશ સહેલાઈથી આવું કરવા તૈયાર નહીં હોય. ( Credits: Getty Images )

6 / 10
હોર્મુઝ સ્ટ્રેટને પહોળો કરવાથી સમુદ્રના મોજાં અને પાણીના પ્રવાહમાં ફેરફાર થઈ શકે છે. જો પ્રવેશદ્વાર મોટો બનાવવામાં આવે તો ઓમાનના અખાતમાંથી આવતા તેજ મોજાં દુબઈ, દોહા અને અબુધાબી જેવા દરિયાકાંઠાના શહેરોને નુકસાન પહોંચાડી શકે છે. સાથે જ દરિયાની સપાટી થોડો ફેરફાર થાય  તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને પાણીની ખારાશમાં ફેરફાર દરિયાઈ માછલીઓ તથા કોરલ રીફને પણ નુકસાન થઈ શકે છે. ( Credits: Getty Images )

7 / 10
ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને પહોળો કરવા માંગતું નથી, કારણ કે તેનો સાંકડો રસ્તો તેને વ્યૂહાત્મક રીતે મજબૂત બનાવે છે. આ લગભગ 33 કિલોમીટરનો સાંકડો માર્ગ હોવાથી ઈરાન જરૂર પડે ત્યારે તેને બંધ કરવાની ધમકી આપી શકે છે. જો આ માર્ગ પહોળો થશે તો ઈરાનનું મહત્વ ઘટી શકે અને મોટા અમેરિકન નૌસેનાના જહાજો સરળતાથી અહીં પેટ્રોલિંગ કરી શકશે. ઓમાન માટે પણ આ વિસ્તાર એક પ્રકારનું સુરક્ષાત્મક કવચ છે, તેથી કોઈ દેશ તેની ભૂગોળીય વિશેષતા ગુમાવવા ઈચ્છતો નથી. ( Credits: Getty Images )

8 / 10
આધુનિક ઇજનેરીએ પનામા અને સુએઝ જેવી કેનાલ બનાવવી શક્ય કરી છે, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટને પહોળો કરવું ખૂબ મુશ્કેલ કામ છે. સુએઝ કેનાલ રણની રેતીમાં બનાવાઈ હતી, જ્યારે હોર્મુઝ આસપાસ કઠણ પથ્થરો અને ઊંચા પર્વતો છે. આ પર્વતોને તોડવાથી ધૂળ અને અવરોધ ઊભા થઈ શકે છે, જે જહાજોના માર્ગને રોકી શકે છે. ઉપરાંત, સમુદ્રને વધુ ઊંડો રાખવા માટે સતત ખોદકામ કરવું પડે, જેના માટે દર વર્ષે ઘણો ખર્ચ થાય છે. ( Credits: Getty Images )

9 / 10
જો હોર્મુઝ સ્ટ્રેટને પહોળો કરવાનો પ્રયાસ કરવામાં આવે તો મધ્ય પૂર્વના દેશો વચ્ચે નવા વિવાદ અને સંઘર્ષ ઊભા થઈ શકે છે. આ કારણે લાખો લોકોને સ્થળાંતર કરવું પડી શકે છે અને ઈરાન તેને પોતાની સાર્વભૌમત્વ પર હુમલો માની શકે છે. સાથે જ પર્યાવરણ પર કાયમી અસર પડશે અને પર્શિયન ગલ્ફના દેશોના બંદરો તથા પર્યટન આધારિત અર્થતંત્રને પણ ભારે નુકસાન થઈ શકે છે. આવી ભૂલને પછી સુધારવી ખૂબ મુશ્કેલ બની શકે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: Getty Images )

10 / 10

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

g clip-path="url(#clip0_868_265)">