AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાટા કે મીઠા? સંતરાની સાચી ઓળખ કેવી રીતે કરવી? ખરીદતા પહેલા ચેક કરો આ ‘4 બાબત’

સંતરાઓ વચ્ચે મીઠું સંતરું ઓળખવું મુશ્કેલ બની જાય છે. જો તમે પણ મૂંઝવણમાં હોવ કે, કયું સંતરું મીઠું નીકળશે અને કયું ખાટું? તો સંતરા ખરીદતી વખતે આ ટિપ્સ જરૂરથી ફોલો કરો.

| Updated on: Mar 13, 2026 | 4:26 PM
Share
સારા અને મીઠા ફળોની ઓળખ દરેક વ્યક્તિને હોતી નથી. ઘણીવાર લોકો ખાટા અને ખરાબ ફળો પસંદ કરીને લઈ આવે છે. સંતરા ખરીદતી વખતે અવારનવાર મૂંઝવણ થાય છે કે, કયું સંતરું વધારે મીઠું અને રસદાર હશે? કેટલીકવાર સંતરા ખૂબ ખાટા નીકળે છે અને કેટલીકવાર અંદરથી સૂકા હોય છે.

1 / 6
જો તમે પણ સંતરા ખરીદવા જઈ રહ્યા છો અને મીઠા સંતરા વીણીને લાવવા માંગો છો, તો આ ટિપ્સ જરૂરથી ફોલો કરો. આનાથી તમે મીઠા, રસદાર અને સારા સંતરા પસંદ કરી શકશો.

2 / 6
સંતરા ખરીદતી વખતે તેને હાથમાં ઉઠાવીને ચેક કરો. સંતરાના વજન પરથી તેના ખાટા-મીઠા હોવાની ખબર પડે છે. જો સંતરું વજનમાં હલકું દેખાય તો તેમાં પાણી ઓછું હોય છે. આવું સંતરું સ્વાદમાં વધારે ખાટું અને ઘણીવાર અંદરથી સૂકું નીકળે છે. બીજીબાજુ, જો સંતરું ભારે હોય તો તે વધારે રસદાર અને મીઠું હશે. ભારે વજનવાળા સંતરા મીઠા નીકળે છે.

3 / 6
સંતરા ખરીદતી વખતે તેની સપાટી અને રંગ પર ધ્યાન આપો. જો સંતરાની સપાટી પર થોડો બમ્પ જેવો બહાર નીકળેલો ભાગ હોય અથવા છાલ ઊંચી દેખાય, તો તે સૂચવે છે કે ફળ તાજું અને મધુર છે. હળવા પીળાશ પડતા સંતરા મીઠા હોય છે. જો સંતરાની ત્વચા એકદમ લીસી અને પાતળી હોય, તો સંતરું ખાટું હોઈ શકે છે. વધારે પડતા લીલા રંગના સંતરા ખાટા હોય છે. જો ફળ પોચું (પિલપિલું) હોય અથવા છાલ પર ડાઘ-ધબ્બા હોય, તો તે ખાટું હોઈ શકે છે.

4 / 6
મોટાભાગના નાની સાઈઝના સંતરા ખાટા હોય છે, જ્યારે મોટી સાઈઝના સંતરા મીઠા નીકળે છે. હલકા સંતરા સ્વાદમાં ક્યાંય વધારે ખાટા હોય છે, જ્યારે વજનમાં ભારે સંતરા મીઠા નીકળે છે. સંતરા ખરીદતી વખતે આ બાબતો પર જરૂર ધ્યાન આપવું જોઈએ.

5 / 6
જો સંતરું મીઠું હોય તો સુંઘવાથી તેની મીઠી ગંધ ઓળખી શકાય છે. તાજા અને મીઠા સંતરામાં મીઠી સુગંધ આવે છે, જ્યારે ખાટા સંતરામાં કાં તો કોઈ ખુશ્બુ આવતી નથી અથવા છાલમાંથી હળવી ખાટી અને કડવી ગંધ આવે છે.

6 / 6

આ પણ વાંચો: ઘરમાંથી મચ્છ ભગાડવા છે તો આજે જ લઈ આવો આ છોડ, તેની સુગંધથી દૂર ભાગશે જીવજંતુ

g clip-path="url(#clip0_868_265)">