શહીદ થયેલા ભારતીય નેવીના લેફ્ટનન્ટ વિનય નરવાલને તેમની પત્નીની ‘અંતિમ સલામ’, જુઓ Video
પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીય નેવીના લેફ્ટનન્ટ વિનય નરવાલને તેમની પત્ની હિમાંશી સ્વામીએ ભાવનાત્મક વિદાય આપી. હનીમૂન પર ગયેલા વિનયના લગ્ન 16 એપ્રિલે જ થયા હતા. મંગળવારે આતંકવાદીઓએ તેમને ગોળી મારી દીધી હતી.

પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીય નેવીના લેફ્ટનન્ટ વિનય નરવાલને તેમની પત્નીએ ભાવનાત્મક વિદાય આપી. વિનય નરવાલના પત્ની પહેલા રડી પડ્યા. પછી તેમણે સલામ કરી અને જય હિંદ કહ્યું તેમજ કહ્યું કે અમને તમારા પર ગર્વ થશે. લેફ્ટનન્ટ વિનય નરવાલ તેમની પત્ની સાથે હનીમૂન મનાવવા માટે પહેલગામ ગયા હતા.
16 એપ્રિલે જ તેમના લગ્ન થયા હતા અને મંગળવારે આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ તેમના પતિને ગોળી મારી દીધી. આ ઘટના બાદ, વિનય નરવાલની પત્ની તેમના મૃતદેહ પાસે બેઠેલી હતી. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
લેફ્ટનન્ટ વિનય નરવાલ (26) હરિયાણાના વતની હતા અને હાલમાં તેઓની પોસ્ટિંગ કેરળના કોચી શહેરમાં થઈ હતી. તેમણે લગ્ન માટે રજા લીધી અને પછી તેમની પત્ની હિમાંશી સ્વામી સાથે હનીમૂન ઉજવવા માટે કાશ્મીર ગયા હતા. જો કે, મંગળવારે આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ તેમના પતિને ગોળી મારી દીધી અને ત્યારથી જ તેમની પત્ની હિમાંશી સ્વામીની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે. બુધવારે વિનય નરવાલનો મૃતદેહ હરિયાણાના કરનાલમાં પૈતૃક ગામ પહોંચ્યો, જ્યાં હિમાંશીએ તેમના પતિને અંતિમ સેલ્યુટ આપ્યું હતું.
#WATCH दिल्ली: भारतीय नौसेना के लेफ्टिनेंट विनय नरवाल की पत्नी ने अपने पति को भावभीनी विदाई दी, जो पहलगाम आतंकी हमले में शहीद हो गए थे।
दोनों की शादी 16 अप्रैल को हुई थी। pic.twitter.com/RSsBOgoCg6
— ANI_HindiNews (@AHindinews) April 23, 2025
વિનય નરવાલ કરનાલનો રહેવાસી હતો
તમને જણાવી દઈએ કે, જે ઘરમાં એક અઠવાડિયા પહેલા ઢોલ નગાડા વગાડવામાં આવી રહ્યા હતા આજે તે જ ઘર શોકથી ભરાઈ ગયું છે. વિનય નરવાલની પત્ની હિમાંશી સ્વામી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મળતી માહિતી મુજબ, વિનય મૂળ કરનાલનો છે અને સેક્ટર-7માં તેનું પૈતૃક ઘર આવેલું છે.
ભારત સરકાર એક્શન મોડમાં છે
તમને જણાવી દઈએ કે, મંગળવારે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. જેમાં અડધો ડઝન આતંકવાદીઓએ ત્યાં ફરવા આવેલા પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને તેમને ગોળી મારી દીધી. આ ઘટનામાં 26 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટના બાદ લોકો સરકાર પાસેથી આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહી છે. બીજી તરફ, આ ઘટના બાદ ભારત સરકાર પણ ફુલ એક્શન મોડમાં છે. ગૃહમંત્રી અમિત શાહ પોતે હાલમાં કાશ્મીરમાં કેમ્પિંગ કરી રહ્યા છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો વિદેશ પ્રવાસ અધવચ્ચે છોડીને દેશ પરત ફર્યા છે.
જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.
