22 કેરેટ કે 24 કેરેટ ? સોનું લેતા પહેલા આને જરૂર સમજો
સોનાની સરખામણી ત્રણ કેટેગરીમાં એટલે કે 18, 22 અને 24 કેરેટમાં કરવામાં આવે છે. હવે આમાંથી કઈ કેટેગરીનું સોનું ઉત્તમ છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ કે, કેટલા કેરેટનું સોનું લેવું જોઈએ.

સામાન્ય રીતે સોનાની સરખામણી ત્રણ કેટેગરીમાં એટલે કે 18, 22 અને 24 કેરેટમાં કરવામાં આવે છે. હવે આમાંથી 24 કેરેટ સોનું શુદ્ધ માનવામાં આવે છે. જ્યારે 18 અને 22 કેરેટ સોનું બીજા ધાતુઓના મિશ્રણથી બનાવવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો, 24 કેરેટની સરખામણીમાં 18 અને 22 કેરેટ સોનું અશુદ્ધ ગણવામાં આવે છે.
બીજી બાજુ કોઈ પણ સોનાની વસ્તુ ખરીદી કરીએ તો તેના પર 999 અને 995 લખેલું હોય છે. હવે ટૂંકમાં સમજીએ તો, જો કોઈપણ સોનાની વસ્તુ પર 999 લખેલું હોય તો તેનો અર્થ એ થાય કે તેમાં 99.9 ટકા સોનું છે અને બાકીનું 00.1 ટકા અન્ય ધાતુનું મિશ્રણ છે. આ સિવાય, જો કોઈપણ સોનાની ધાતુ પર 995 લખેલું હોય તો તેનો અર્થ એ થાય કે તેમાં 99.5% સોનું અને 0.5% અન્ય ધાતુ મિશ્રણ હોય છે. હવે જો આપણે આ બંને પર નજર કરીએ તો, 999 સોનું વધુ શુદ્ધ છે કારણ કે તેમાં 99.9 ટકા સોનું હોય છે.
ઘરેણાં માટે સારું કયું?
22 કેરેટ સોનાના આભૂષણો અને ઝવેરાતને ઉત્તમ માનવામાં આવે છે કારણ કે તેમાં રહેલ અન્ય ધાતુઓનું મિશ્રણ સોનાને મજબૂર બનાવે છે. બીજી બાજુ, 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ હોય છે પરંતુ તે નરમ હોવાના કારણે સરળતાથી વળી જાય છે અને તૂટવાનું જોખમ પણ વધી જાય છે. આથી જ ઘરેણાં બનાવવા માટે 22 કેરેટ સોનું જ ઉત્તમ માનવામાં આવે છે. તદુપરાંત તમે 24 કેરેટના 999 કેટેગરીના સોનાના સિક્કા ખરીદી શકો છો. જેમાં તમને શુદ્ધ સોનું મળી આવે છે.
આજે સોનાનો ભાવ શું છે?
MCX પર હાલમાં બપોરે 3.35 વાગ્યે 24 કેરેટ સોનાનો ભાવ 96,500 રૂપિયા છે. ગઈકાલે સોનાનો ભાવ 1 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જો કે, ત્યારબાદ સોનાના ભાવમાં ઘટાડો થયો છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો
