Annual Recharge Plans: 12 મહિના સુધી નહી કરાવવું પડે રિચાર્જ ! આ છે Jioના બેસ્ટ પ્લાન
Reliance Jio ના વાર્ષિક રિચાર્જ પ્લાનની યાદીમાં વિવિધ કિંમતો અને સુવિધાઓ સાથે ઘણા પ્લાન છે. આજે અમે તમને Jio ના કેટલાક મુખ્ય વાર્ષિક વેલિડિટી પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ Jio ના વાર્ષિક રિચાર્જ પ્લાન વિશે.

શું તમને પણ દર મહિને રિચાર્જ કરવાની ઝંઝટ મુક્તિ મેળવવા માંગો છો ? તો આવી સ્થિતિમાં, લાંબી વેલિડિટી ધરાવતો પ્લાન તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમે 11 કે 12 મહિના સુધી કોઈપણ મુશ્કેલી વિના પ્લાનનો આનંદ માણવા માંગતા હો, તો આ માટે પણ ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. કિંમતની સાથે, તમે વધુ સુવિધાઓનો લાભ પણ મેળવી શકો છો. દેશની પ્રખ્યાત ટેલિકોમ કંપની Jio વિશે વાત કરીએ તો, તે તેના ગ્રાહકોને આવા ઘણા પ્લાન ઓફર કરે છે જે વાર્ષિક પ્લાનમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.

Reliance Jio ના વાર્ષિક રિચાર્જ પ્લાનની યાદીમાં વિવિધ કિંમતો અને સુવિધાઓ સાથે ઘણા પ્લાન છે. આજે અમે તમને Jio ના કેટલાક મુખ્ય વાર્ષિક વેલિડિટી પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ Jio ના વાર્ષિક રિચાર્જ પ્લાન વિશે.

Jio ના 1,234 રૂપિયાના રિચાર્જ પ્લાનની કુલ વેલિડિટી 336 દિવસ છે. આમાં, યુઝર્સને દરરોજ 0.5GB ડેટા, અનલિમિટેડ કોલ અને દૈનિક 300 SMSનો લાભ મળે છે. પ્લાન સાથે Jio એપ્સની ઍક્સેસ પણ આપવામાં આવે છે. આ પ્લાન સીમ કાર્ડ એક્ટિવ રાખવા માટે છે.

Jio ના 1,899 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં મૂળભૂત સુવિધાઓ આપવામાં આવે છે. 336 દિવસ માટે, યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, કુલ 3600 SMS અને કુલ 24GB ડેટાનો લાભ મળે છે.

Reliance Jio ના 365 દિવસની વેલિડિટીવાળા રિચાર્જ પ્લાન વિશે વાત કરીએ તો, સૌથી સસ્તો પ્લાન 1,958 રૂપિયાનો છે. તે કુલ 3600 SMS અને અનલિમિટેડ કોલિંગનો લાભ આપે છે. જોકે, આ પ્લાન WiFi યુઝર્સ માટે શ્રેષ્ઠ છે કારણ કે તેની સાથે ડેટાનો લાભ મળતો નથી. અન્ય ફાયદાઓની વાત કરીએ તો, Jio TV અને JioHotstar પ્લાન સાથે ઉપલબ્ધ છે.

આ ઉપરાંત, 3,599 રૂપિયાનો રિચાર્જ પ્લાન છે જે ગ્રાહકોને 365 દિવસ માટે ડેટા અને કોલિંગ જેવા ફાયદા આપે છે. આ પ્લાન સાથે, તમને અનલિમિટેડ કોલિંગ, દરરોજ 2.5 GB ડેટા અને દરરોજ 100 SMSનો લાભ મળે છે. ઉપરાંત, જિયો ફાઇવ યુઝર્સ માટે અનલિમિટેડ ડેટા ઓફર કરવામાં આવે છે. ઉપરાંત, જિયો એપ્સનો ઉપયોગ પણ સંપૂર્ણપણે મફત છે.
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
