ઈન્ટરનેટ
ઈન્ટરનેટ એ વૈશ્વિક નેટવર્ક છે જે વિવિધ પ્રકારની માહિતી અને સંચાર સુવિધાઓના આદાન પ્રદાન માટે મોટાભાગે ઉપયોગ થાય છે. જેમાં પ્રમાણિત સંચાર પ્રોટોકોલનો ઉપયોગ કરીને એકબીજા સાથે જોડાયેલા નેટવર્કનો સમાવેશ થાય છે. ઈન્ટરનેટ એ નેટવર્ક્સનું નેટવર્ક છે જેમાં સ્થાનિકથી વૈશ્વિક ખાનગી, જાહેર, શૈક્ષણિક, વ્યવસાયિક અને સરકારી નેટવર્કનો સમાવેશ થાય છે, જે વિદ્યુત, વાયરલેસ અને ઓપ્ટિકલ નેટવર્કીંગ ટેકનોલોજીની વિશાળ શ્રેણી દ્વારા જોડાયેલ છે. ઈન્ટરનેટ માહિતી સંસાધનો અને સેવાઓની વિશાળ શ્રેણી ધરાવે છે, જેમ કે સંયુક્ત હાઈપરટેક્સ્ટ દસ્તાવેજો અને વર્લ્ડ વાઈડ વેબની એપ્લિકેશન, ઈલેક્ટ્રોનિક મેઈલ, ટેલિકોમ્યુનિકેશન્સ અને ફાઈલ શેરિંગ વગેરે.