સૌરવ ગાંગુલીને આવ્યો ગુસ્સો, લિયોનેલ મેસ્સી ઈવેન્ટ વિવાદમાં તેનું નામ ઘુસાડનારા સામે 50 કરોડનો કેસ દાખલ કર્યો
આર્જેન્ટિનાના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન લિયોનેલ મેસ્સીએ તાજેતરમાં ભારતની મુલાકાત લીધી હતી, તેમણે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમથી પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી. જોકે, પહેલી જ ઇવેન્ટે મોટો વિવાદ ઉભો કર્યો હતો, જેમાં ગાંગુલીનું નામ ચર્ચામાં આવ્યું હતું. હવે મેસ્સી ઈવેન્ટ વિવાદમાં તેનું નામ ઘુસાડનારા સામે ગાંગુલીએ 50 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીની ભારત મુલાકાતને લઈન ઉત્સાહ હોવા છતાં, તેની આસપાસનો વિવાદ પણ નોંધપાત્ર રહ્યો. કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં કાર્યક્રમનું અવ્યવસ્થાપન ખાસ કરીને વિવાદાસ્પદ હતું. હવે, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી પણ આ વિવાદમાં ફસાઈ ગયો છે અને તેણે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

BCCIના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કોલકાતાના એક વ્યક્તિ સામે માનહાનિનો દાવો દાખલ કર્યો છે. ગાંગુલીએ કોલકાતામાં આર્જેન્ટિના ફેન ક્લબના પ્રમુખ ઉત્તમ સાહા સામે ₹50 કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે.

ગાંગુલીનો આ દાવો સોલ્ટ લેક સ્ટેડિયમમાં મેસ્સીના કાર્યક્રમ દરમિયાન થયેલા વિવાદથી જોડાયેલો છે. સાહાએ આરોપ લગાવ્યો હતો કે આ કાર્યક્રમનું આયોજન સતાદ્રુ દત્તા દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ સૌરવ ગાંગુલી પડદા પાછળ જવાબદાર હતો, જેના કારણે તે પણ ગુનેગાર છે.

ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ના પ્રમુખ ગાંગુલીએ સ્પષ્ટતા કરી કે તે ફક્ત આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન તરીકે હાજર રહ્યો હતો અને તેનો આ કાર્યક્રમ સાથે કોઈ સત્તાવાર સંબંધ નથી. તેણે સોશિયલ મીડિયા પર લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા.

વધુમાં, સૌરવ ગાંગુલીએ આરોપી ફેન ક્લબને બધી ખોટી અને નકારાત્મક સોશિયલ મીડિયા પોસ્ટ્સ દૂર કરવા કહ્યું છે અને બિનશરતી માફી માંગવા જણાવ્યું છે. ગાંગુલીએ સ્પષ્ટતા કરી છે કે જો આમ નહીં કરવામાં આવે તો તે અન્ય કાનૂની વિકલ્પો અપનાવશે. (PC: PTI)
ક્રિકેટ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય રમત છે, જયારે ફૂટબોલ દુનિયાભરમાં સૌથી વધુ જોવાતી અને રમાતી ગેમ છે. ફૂટબોલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
