AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : ગુજરાતીઓ માટે રૂપિયા કમાવવાનો રૂડો અવસર ! માર્કેટમાં ડંકો વગાડશે ગુજરાતની કંપની, લાવી રહી છે ₹250 કરોડના ઇશ્યૂ સાથેનો દમદાર ‘IPO’

ગુજરાતીઓ માટે રૂપિયા કમાવવાનો મોટો અવસર છે. શેરમાર્કેટમાં ડંકો વગાડવા માટે ગુજરાતની હેલ્થકેર કંપની 'IPO' લાવી રહી છે. કંપની ₹250 કરોડના ઈશ્યૂ સાથે તૈયાર છે, જેમાં પ્રાઇસ બેન્ડ ₹108 થી ₹114 ની વચ્ચે નક્કી કરવામાં આવી છે.

| Updated on: Dec 19, 2025 | 5:16 PM
Share
ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટીનો IPO સોમવાર (22 ડિસેમ્બર) ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. કંપનીનો ઉદ્દેશ 22 મિલિયન નવા ઇક્વિટી શેર ઇશ્યૂ કરીને ₹250.8 કરોડ એકત્ર કરવાનો છે.

1 / 8
કંપનીએ નેટ ઓફરનો ઓછામાં ઓછો 75 ટકા હિસ્સો Qualified Institutional Buyers (QIBs) માટે રિઝર્વ રાખેલ છે, જ્યારે 10 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અને 15 ટકા હિસ્સો Non-Institutional Investors (NIIs) માટે રાખવામાં આવ્યો છે.

2 / 8
ગુજરાત કિડની એક પ્રાદેશિક હેલ્થકેર કંપની છે, જે ગુજરાતમાં કાર્યરત છે. આ કંપની મિડ સાઇઝના મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ્સની ચેઇન ચલાવે છે અને ઈન્ટિગ્રેટેડ હેલ્થ સર્વિસિસ પ્રદાન કરે છે. મળતી માહિતી મુજબ, કંપની 7 મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ અને 4 ફાર્મસીઓ ચલાવે છે.

3 / 8
આમાં ગુજરાત કિડની એન્ડ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ (વડોદરા), ગુજરાત મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ (ગોધરા), રાજ પામલેન્ડ હોસ્પિટલ (ભરૂચ), સૂર્યા હોસ્પિટલ અને ICU (બોરસદ), ગુજરાત સર્જિકલ હોસ્પિટલ (વડોદરા), અશ્વિની મેડિકલ સેન્ટર (આણંદ), અશ્વિની મેડિકલ સ્ટોર (આણંદ), અને એપેક્સ મલ્ટિસ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટર (ભરૂચ) નો સમાવેશ થાય છે. કંપની પાસે કુલ 490 બેડની કેપેસિટી છે, જેમાં 445 બેડની અપ્રૂવ કેપેસિટી અને 340 બેડની ઓપરેશનલ કેપેસિટીનો સમાવેશ થાય છે.

4 / 8
ગુજરાત કિડનીએ તેના IPO માટે પ્રતિ ઇક્વિટી શેર ₹108 થી ₹114 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આમાં કુલ લોટ સાઈઝ 128 શેરની છે. રોકાણકારો ઓછામાં ઓછા 128 શેર માટે અને ત્યારબાદ 128 ના મલ્ટિપલમાં બોલી લગાવી શકે છે. રિટેલ રોકાણકારો માટે મિનિમમ રોકાણ રકમ ₹14,592 છે. રિટેલ રોકાણકાર વધુમાં વધુ 13 લોટ અથવા 1,664 શેર માટે બોલી લગાવી શકે છે, જે કુલ ₹1,89,696 ની કિંમત ધરાવે છે.

5 / 8
ગુજરાત કિડનીનો પબ્લિક ઇશ્યૂ બુધવાર, 24 ડિસેમ્બર, 2025 સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. એલોટમેન્ટ શુક્રવાર, 26 ડિસેમ્બર, 2025 ના રોજ થશે, તેવી અપેક્ષા છે. શેર રોકાણકારોના ડીમેટ ખાતામાં સોમવાર, 29 ડિસેમ્બર, 2025 ના રોજ જમા થશે, તેવી શક્યતા છે. ગુજરાત કિડનીના શેર 30 ડિસેમ્બર, 2025 ના રોજ મંગળવારના રોજ BSE અને NSE પર લિસ્ટ થવાના છે. MUFG Intime આ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે, જ્યારે નિર્ભય કેપિટલ સર્વિસીસ IPO માટે એકમાત્ર બુક-રનિંગ લીડ મેનેજર છે.

6 / 8
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) મુજબ, કંપની નેટ ફ્રેશ ઈશ્યુથી મેળવેલી રકમમાંથી રૂ. 77 કરોડનો ઉપયોગ અમદાવાદમાં આવેલ પારેખ હોસ્પિટલના પ્રસ્તાવિત અધિગ્રહણ (Proposed Acquisition) માટે કરશે. આ ઉપરાંત, પહેલાથી જ હસ્તગત કરાયેલ 'અશ્વિની મેડિકલ સેન્ટર' ની ખરીદી રકમની આંશિક ચુકવણી માટે રૂ. 12.40 કરોડ ખર્ચવામાં આવશે અને રૂ. 10.78 કરોડ ભરૂચ સ્થિત તેની પેટાકંપની 'હાર્મની મેડિકેર' માં વધારાનો હિસ્સો ખરીદવા માટે ખર્ચવામાં આવશે.

7 / 8
કંપની વડોદરામાં નવી હોસ્પિટલ સ્થાપવા માટે રૂ. 30.09 કરોડ, વડોદરામાં ગુજરાત કિડની અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે રોબોટિક્સ સાધનો ખરીદવા માટે રૂ. 6.82 કરોડ અને કેટલાક દેવાની ચુકવણી માટે રૂ. 1.2 કરોડનો ઉપયોગ કરશે. બાકી રહેલી રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

8 / 8

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.

બેંગકોક જઈ રહેલા મુસાફર પાસેથી ઝડપાયું 42 લાખનુ વિદેશી ચલણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video

Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ

અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO

તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો

અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ

ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો

સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે

g clip-path="url(#clip0_868_265)">