કાનુની સવાલ : મામાને મળેલ નાનાની મિલકતમાં ભાણી-ભાણિયો ભાગ માગી શકે કે નહીં ? જાણો
આજે આપણે કાનુની સવાલમાં વાત કરીશું કે, મામાને મળેલ નાનાની મિલકતમાં ભાણી-ભાણિયો ભાગ માગી શકે કે નહી,તેનો મામાની મિલકત પર શું અધિકાર છે

ભારતમાં ભત્રીજા (ભત્રીજા - બહેનનો દીકરો કે ભાઈનો દીકરો)ને તેના મામાની મિલકત પર શું અધિકાર છે, તે સંપૂર્ણપણે કેટલીક વાતો પર નિર્ભર કરે છે, જો મામાની સંપત્તિ (Self-Acquired) તેમજ મામાની સંપત્તિ પૈતૃક સંપત્તિ છે કે પછી મૃત્યુ સમયે મામા પાસે વસિયત હતી કે નહીં? આ બધી વાત પર નિર્ભર કરે છે.

જો મામાની સંપત્તિ સ્વઅર્જિત (Self-Acquired) છે. તો મામાનો પૂર્ણ અધિકાર હોય છે કે, પોતાની સંપત્તિ ઈચ્છે તેને આપી શકે.પછી ભલે તે વસિયતનામા દ્વારા દાન આપે કે જીવતા હોય ત્યારે.

આમાં ભાણેજનો કોઈ અધિકાર રહેતો નથી. જો મામાએ વસીયત બનાવી નથી અને કોઈ વારસદાર વગર તેનું મૃત્યું થયું તો. કાયદેસર વારસદારો જેમ કે પત્ની, બાળકો, માતાપિતા વગેરેને હિસ્સો મળશે, ભાણેજને આમા હક્ક મળશે નહીં.

જો મામાની સંપત્તિ પૈતૃક સંપત્તિ છે. તો મામાના દીકરા-દીકરીનો આ સંપત્તિમાં અધિકાર છે. પરંતુ ભાણેજનો અધિકાર રહેશે નહી.

જો મામા પાસે વસિયત હોય તો, જો મામાએ પોતાની વસિયતમાં પોતાની સંપત્તિનો કોઈ ભાગ ભાણેજના નામ કર્યો છે, તો ભાણેજ તેને ઉત્તરાધિકારી તરીકે દાવો કરી શકે છે. પરંતુ જો વસિયતમાં નામ નથી તો ભાણેજને કોઈ અધિકાર મળતો નથી.

હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 મુજબ, ભત્રીજો મામાનો વર્ગ-1 કે વર્ગ-2નો કાનૂની વારસદાર નથી. આ કાનુનમાં મામાના મૃત્યુ પછી સંપત્તિમાં સૌથી પહેલા પત્ની, બાળકો, માતા-પિતા અને ત્યારબાદ ભાઈ બહેનોમાં વચ્ચે વહેંચવામાં આવે છે. ભાણેજ ફક્ત બહેનના દીકરા તરીકે આવે છે અને મામાના મૃત્યુ પછી તેનો મિલકત પર સીધો અધિકાર નથી.

લેન્ડમાર્ક જજમેન્ટની વાત કરીએ તો Navneet Lal v. Gokul and Others – AIR 1976 SC 794 સુપ્રીમ કોર્ટએ કહ્યું જો સંપત્તિ સ્વઅર્જિત છે, તો માલિકને આ અધિકાર છે કે, તે ઈચ્છે તેને સંપત્તિ આપી શકે છે. પછી તે કાનુની રીતે વારિસ છે કે નહી.

K. V. Mahadevan v. T. V. Manoharan – Madras High Court આ નિર્ણય જણાવતા કહ્યું, જો કોઈ વ્યક્તિની પાસે મિલકતનો કોઈ (natural heir) ન હોય તો પણ, ભાણેજ જેવા સંબંધીને સ્વચાલિત અધિકાર નથી, સિવાય કે તેનું નામ વસિયતનામામાં હોય.

અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
