DC vs RR Super Over : દિલ્હી-રાજસ્થાન વચ્ચેની મેચ દરમ્યાન સુપર ઓવરમાં રાજસ્થાનની 2 ભૂલ, દિલ્હીની થઈ મોટી જીત
દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL 2025 ની 32મી મેચ ટાઇમાં સમાપ્ત થઈ. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 5 વિકેટે 188 રન બનાવ્યા. જવાબમાં રાજસ્થાન રોયલ્સે 4 વિકેટે 144 રન બનાવ્યા.

દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL 2025 ની 32મી મેચ ટાઇમાં સમાપ્ત થઈ. હવે મેચનું પરિણામ સુપર ઓવરમાં નક્કી થશે. 2021 પછી પહેલી વાર IPLમાં કોઈ મેચ ટાઈ થઈ છે. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 5 વિકેટે 188 રન બનાવ્યા. જવાબમાં રાજસ્થાન રોયલ્સે 4 વિકેટે 144 રન બનાવ્યા.

IPLમાં, જો કોઈ મેચ ટાઇ થાય છે, તો મેચનું પરિણામ નક્કી કરવા માટે 1-1 ઓવરની મેચ રમાય છે. બીજા દાવમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ રમે છે. 2 વિકેટ પડતાં ઇનિંગ્સનો અંત આવે છે. જો સુપર ઓવર પણ ટાઇ થાય તો 1-1 ઓવરનો સુપર ઓવર થશે.

આ દરમિયાન, પ્રથમ સુપર ઓવરમાં બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ પહેલા રમશે. પહેલી સુપર ઓવરમાં આઉટ થયેલો બેટ્સમેન તેમાં રમી શકતો નથી. પહેલો સુપર ઓવર નાખનાર બોલર બીજી સુપર ઓવરમાં બોલિંગ કરી શકશે નહીં.

સુપર ઓવરની પ્રથમ ઇનિંગમાં મિશેલ સ્ટાર્કે પહેલા બોલ પર કોઈ રન આપ્યો ન હતો. હેટમાયર બોલને સ્પર્શ પણ કરી શક્યો નહીં. બીજા બોલ પર, હેટમાયર મિડવિકેટ પર ફોર ફટકારે છે. ત્રીજા બોલ પર ફક્ત એક જ રન આવ્યો. ૩ બોલમાં ૫ રન બનાવ્યા. ચોથા બોલ પર ચાર. તે નો બોલ હતો. ફ્રી હિટના ચોથો બોલ - રન આઉટ. રિયાન પરાગ આઉટ થયો. રાજસ્થાનના 4 બોલમાં 10 રન છે. પાંચમા બોલ પર રન આઉટ. યશસ્વી જયસ્વાલ આઉટ થયા છે. સુપર ઓવરમાં રાજસ્થાન ફક્ત 10 રન બનાવી શક્યું. મહત્વનું છે કે આ ઓવરમાં બે બોલમાં બે રન આઉટ થયા. જોકે આ બંને રન આઉટ રાજસ્થનાને ખૂબ મોંઘા સાબિત થયા.

સુપર ઓવરની બીજી ઇનિંગમાં સંદીપ શર્માના પહેલા બોલ પર રાહુલે બે રન બનાવ્યા. બીજા બોલ પર ફોર મળી, તેણે ઓફ સ્ટમ્પ છોડીને ચોગ્ગો ફટકાર્યો. ત્રીજા બોલ પર સિક્સર, આ રીતે દિલ્હી સુપર ઓવરમાં જીત્યું. સ્ટબ્સે એક અદ્ભુત છગ્ગો ફટકાર્યો. (All Image - BCCI )

































































