Mango kalakand recipe : ઉનાળામાં ઘરે બનાવો મેંગો કલાકંદ, આ રહી સરળ ટીપ્સ
ભારતમાં વિવિધ પ્રકારની મીઠાઈ બનાવવામાં આવે છે. તેમાંથી એક મીઠાઈ કલાકંદ છે. મોટાભાગના લોકોને કલાકંદ મીઠાઈ પસંદ આવતી સ્વીટ ડીશ છે. તો આજે મેંગો કલાકંદની રેસિપી જણાવીશું

કલાકંદ એકદમ સરળતાથી ઘરે બનાવી શકાય છે. આજે આપણે જાણીશું કે થોડાક જ સમયમાં કેવી રીતે કલાકંદ બનાવી શકાય છે. કલાકંદ બનાવવા માટે ફ્રેશ પનીર, ખાંડ, દૂધ, ઈલાયચી પાવડર, પાકી કેરીનો પ્લપ, બદામની કતરી, ઘી તેમજ કેસર સહિતની સામગ્રીની જરુર પડશે.

મેંગો કલાકંદ બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં પાકી કેરીનો પલ્પ અને ખાંડ ઉમેરી બરાબર હલાવતા રહો જેથી તળિયામાં ચોંટે નહીં. જ્યારે આ મિશ્રણમાંથી પાણી બળી જાય ત્યારે ગેસ બંધ કરો.

હવે ફરી એક પેનમાં દૂધ લો. દૂધ અડધુ થઈ જાય ત્યાર સુધી તેને સતત હલાવતા રહો. ત્યારબાદ તેમાં ઘી ઉમેરો બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં પનીર અને કન્ડેન્સ મિલ્ક ઉમેરી હલાવો.

ત્યારબાદ મિશ્રણમાં મેંગો પ્યુરી ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં ઈલાયચી પાઉડર, બદામની કતરી સહિતના મિક્સ ડ્રાયફ્રુટ ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરો.

હવે એક પ્લેટ પર ઘી લગાવી કલાકંદના મિશ્રણને તેના પર પાથરીને તેના પર બદામ, કાજુ, પિસ્તા સહિતના ડ્રાયફ્રુટથી ગાર્નિશ કરો. ત્યારબાદ કલાકંદ ઠંડુ થાય ત્યાર તેને કાપીને સર્વ કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

































































