Eye Twitching Problem : તમારી આંખ ફરકે છે તો ચેતજો, એક બે નહીં.. આટલા કારણ છે જવાબદાર, જાણી લો
ઘણા લોકો આંખ ફરકવાનું અશુભ માનતા હોય છે અને તેને અપશુકન સાથે જોડે છે,પણ હકીકતમાં જોવામાં આવે તો એની પાછળનું મુખ્ય કારણ આંખની યોગ્ય સારવાર અને સંભાળ ન હોવું હોય શકે છે. એટલે કે, સ્વાસ્થ્ય સંબંધિત કારણો ગંભીર હોવા છતાં આપણે તેને માત્ર અંધશ્રદ્ધા તરીકે જ લઈએ છીએ. તેથી આવાં સમયે આંખોની યોગ્ય રીતે તકેદારી રાખવી ખૂબ જરૂરી છે.

પુરુષ માટે ડાબી આંખ ફરકે તો તેને અશુભ માનવામાં આવે છે. કેટલાક માટે તે નિરાશા, મુશ્કેલી કે ખરાબ સમાચારનું સંકેત હોઈ શકે છે. સ્ત્રી માટે એ જ સ્થિતિમાં, સ્ત્રીઓ માટે ડાબી આંખ ફરકવી શુભ માનવામાં આવે છે, એટલે કે સારા સમાચાર કે ખુશખબરી આવી શકે છે.પણ એ બધું લોકવાયકા પર આધારિત છે, વિજ્ઞાનના દૃષ્ટિકોણથી જુઓ તો… (Credits: - Canva)

આંખ ફરકવી એટલે કે Eye Twitching સામાન્ય રીતે ઊંઘની અછત, તણાવ, કેફીનનું વધારે સેવન, આંખો સુકાઈ જવી, કે ચશ્માના નંબર બદલાવ જેવી બાબતોથી થાય છે. (Credits: - Canva)

આંખ ફરકવી એ એવી ઘટના છે જ્યારે આંખના આસપાસની પાંપણની પેશીઓ અનૈચ્છિક રીતે થથરે છે. એ સામાન્ય રીતે થોડાક સેકન્ડથી લઈને મિનિટો સુધી ચાલે છે. (Credits: - Canva)

કેટલીકવાર તે નર્વસ સિસ્ટમની સામાન્ય દુર્બળતા હોઈ શકે છે અને વધારે ગંભીર લક્ષણો હોય તો ડૉક્ટરનો સંપર્ક કરવો યોગ્ય રહે. (Credits: - Canva)

જો વારંવાર આંખ ફરકે અને તેમાં દુખાવો કે દેખાવ પર અસર થાય, તો ડૉક્ટરને જરૂર દેખાડો. નહીંતર, થોડી ઊંઘ અને આરામથી પણ તે સુધરી શકે છે. (Credits: - Canva)

સતત ઓછું સુવું, નિદ્રા ભંગ થવી એ પણ આંખ ફરકવાનું મુખ્ય કારણ હોય શકે છે. (Credits: - Canva)

ચા, કૉફી, એનર્જી ડ્રિન્ક્સ જેવી વસ્તુઓમાં રહેલા કેફિન વધુ માત્રામાં લેવાતા આંખ કે નસો વધુ સવેદનશીલ બની શકે છે. લેપટોપ અથવા મોબાઇલનો વધારે પડતાં ઉપયોગના કારણે પણ આંખ ફરકી શકે છે. (Credits: - Canva)

આ સમસ્યાના નિરાકરણ માટે આરામ કરો અને ઊંઘ પૂરતી લો, તણાવથી દૂર રહેવા માટે યોગ, પ્રાણાયામ, મેડિટેશન કરો.સ્ક્રીન ટાઈમ ઘટાડો અને આંખને આરામ આપો.કાચા ફળ-શાકભાજી, પાણીનું પ્રમાણ વધારવું ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)
બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, આનુવંશિક પરિબળોને કારણે બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.તો સ્વસ્થ જીવનશૈલીને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
