AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs SRH, IPL 2025 : મુંબઈએ 4 વિકેટે મેચ જીતી, હૈદરાબાદ હારી ગયું

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2025 | 11:23 PM

આજે 17 એપ્રિલને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

MI vs SRH, IPL 2025 : મુંબઈએ 4 વિકેટે મેચ જીતી, હૈદરાબાદ હારી ગયું
MI vs SRH

આજે 17 એપ્રિલને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Apr 2025 11:01 PM (IST)

    રોમાંચક મુકાબલો

    મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રોમાંચક મુકાબલો

  • 17 Apr 2025 10:53 PM (IST)

    મુંબઈ ઈન્ડિયન્સને ચોથો ઝટકો

    મુંબઈ ઈન્ડિયન્સને ચોથો ઝટકો, વિલ જેક્સ 36 રન બનાવી થયો આઉટ

  • 17 Apr 2025 10:44 PM (IST)

    સૂર્યા સસ્તામાં આઉટ

    મુંબઈ ઈન્ડિયન્સને ત્રીજો ઝટકો, સૂર્યકુમાર યાદવ 26 રન બનાવી થયો આઉટ, SRH કેપ્ટને લીધી વિકેટ

  • 17 Apr 2025 10:20 PM (IST)

    રિકલ્ટન 31 રન બનાવી આઉટ

    મુંબઈ ઈન્ડિયન્સને બીજો ઝટકો, રેયાન રિકલ્ટન 31 રન બનાવી થયો આઉટ, હર્ષલ પટેલે લીધી વિકેટ

  • 17 Apr 2025 10:10 PM (IST)

    આઉટ થયા બાદ નોટઆઉટ

    રિકલ્ટન 21 રન બનાવી આઉટ થયા બાદ નોટઆઉટ જાહેર

  • 17 Apr 2025 09:51 PM (IST)

    મુંબઈને પહેલો ઝટકો

    મુંબઈ ઈન્ડિયન્સને પહેલો ઝટકો, રોહિત શર્મા 26 રન બનાવી થયો આઉટ

  • 17 Apr 2025 09:18 PM (IST)

    મુંબઈને જીતવા 163નો ટાર્ગેટ

    સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને જીતવા 163 રનનો આપ્યો ટાર્ગેટ, હાર્દિક પંડયાની અંતિમ ઓવરમાં આવ્યા 22 રન. અંતિમ બોલ પર સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટને જોરદાર સિક્સર ફટકારી.

  • 17 Apr 2025 09:09 PM (IST)

    બૂમરાહે ક્લાસેનને કર્યો ક્લીન બોલ્ડ

    સનરાઈઝર્સ હૈદરાબાદની અડધી ટીમ પોવેલિયન ભેગી, બૂમરાહે ક્લાસેનને કર્યો ક્લીન બોલ્ડ

  • 17 Apr 2025 09:07 PM (IST)

    ક્લાસેને બતાવ્યો ક્લાસ

    ક્લાસેને બતાવ્યો ક્લાસ, દિપક ચહરની ઓવરમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા

  • 17 Apr 2025 08:32 PM (IST)

    વિલ જેકસે ટ્રેવિસ હેડને કર્યો આઉટ

    સનરાઈઝર્સ હૈદરાબાદને ત્રીજો ઝટકો, ટ્રેવિસ હેડ 28 રન બનાવી થયો આઉટ, વિલ જેકસે લીધી વિકેટ, સેન્ટનરે પકડી કેચ

  • 17 Apr 2025 08:17 PM (IST)

    ઈશાન કિશન સસ્તામાં આઉટ

    સનરાઈઝર્સ હૈદરાબાદને બીજો ઝટકો, ઈશાન કિશન માત્ર 2 રન બનાવી થયો આઉટ, વિલ જેકસે લીધી વિકેટ, રિકલ્ટને સ્ટમ્પ આઉટ કર્યો

  • 17 Apr 2025 08:12 PM (IST)

    સનરાઈઝર્સ હૈદરાબાદને પહેલો ઝટકો

    સનરાઈઝર્સ હૈદરાબાદને પહેલો ઝટકો, અભિષેક શર્મા 40 રન બનાવી થયો આઉટ, કેપ્ટન હાર્દિક પંડયાએ મુંબઈ ઈન્ડિયન્સને અપાવી પહેલી સફળતા, અભિષેક શર્માને કર્યો આઉટ

  • 17 Apr 2025 08:04 PM (IST)

    SRHનો સ્કોર 50 ને પાર

    સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 50 ને પાર, અભિષેક શર્મા ટ્રેવિસ હેડની ફટકાબાજી

  • 17 Apr 2025 07:47 PM (IST)

    પહેલા જ બોલ પર કેચ ડ્રોપ

    અભિષેક શર્માને પહેલા બોલ પર જ જીવનદાન મળ્યું છે. દીપક ચહરના બોલ પર વિલ જેક્સે અભિષેક શર્માનો કેચ છોડી દીધો હતો. ચોથા બોલ પર ટ્રેવિસ હેડ પણ માંડ માંડ બચી ગયો.

  • 17 Apr 2025 07:19 PM (IST)

    સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ 11

    ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, જીશાન અંસારી, મોહમ્મદ શમી, ઈશાન મલિંગા.

    ઈમ્પેક્ટ પ્લેયર: અભિનવ મનોહર, જયદેવ ઉનડકટ, સચિન બેબી, રાહુલ ચાહર, વિયાન મુલ્ડર.

  • 17 Apr 2025 07:18 PM (IST)

    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ 11

    રેયાન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ, કર્ણ શર્મા.

    ઈમ્પેક્ટ પ્લેયર: રોહિત શર્મા, કોર્બીન બોશ, અશ્વિની કુમાર, રાજ બાવા, રોબિન મિંજ.

  • 17 Apr 2025 07:16 PM (IST)

    બંને ટીમોમાં કોઈ ફેરફાર નથી

    આ મેચ માટે મુંબઈ અને હૈદરાબાદ દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. બંને ટીમો તેમના અગાઉના પ્લેઈંગ 11 સાથે મેદાનમાં ઉતરશે.

  • 17 Apr 2025 07:14 PM (IST)

    મુંબઈએ જીત્યો ટોસ

    મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. એટલે કે હૈદરાબાદની ટીમ પહેલા બેટિંગ કરશે.

  • 17 Apr 2025 06:58 PM (IST)

    અમદાવાદમાં એક તોલા સોનાનો ભાવ 98,900 પહોચ્યો

    વૈશ્વિક પરિબળોના કારણે સોનાનો ભાવ 98900 પહોચ્યો છે. લોકો સુરક્ષિત રોકાણ માટે સોનામાં મોટા પાયે રોકાણ કરી રહ્યા છે. ડીસેમ્બર 2024 માં સોનાનો ભાવ 77,000 હતો જે આજે  98,900 થયો છે. જો વૈશ્વિક સ્થિતિ આવી જ રહી તો સોનાનો ભાવ બહુ જ થોડાક દિવસોમાં એક લાખને પાર થશે. સોનાનો ભાવ ખૂબ જ ઊંચા હોવાને કારણે, બજારમાં ગ્રાહકો નહીંવત આવી રહ્યા હોવાનુ સોનાચાંદી બજારના અગ્રણીઓનું કહેવું છે. જો કે વેપારીઓ જ કહી રહ્યાં છે કે, હાલ ગ્રાહકોએ થોભો અને રાહ જોવોની સ્થિતિ રાખવી જોઈએ. 90 હજારનો ભાવ આવે તો ખરીદી કરવી અન્ય થા રાહ જોવી જોઈએ.

  • 17 Apr 2025 06:49 PM (IST)

    મેટ્રોના પરિક્ષણને લઈને 19મી એપ્રિલે સવારે 8 થી 12-30 સુધી મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1, ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો નહીં દોડે

    કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) તા.19 એપ્રિલના રોજ સવારે 8 થી બપોરે 12:30 વાગ્યા સુધી ગાંધીનગર રૂટ મોટેરા સ્ટેડિયમથી સચિવાલય – ગિફ્ટ સિટીનું નિરીક્ષણ કરશે. જેથી મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1, ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 8 વાગ્યાથી બપોરના 12.30 કલાક સુધીના સમયગાળામાં સ્થગિત રહેશે. ત્યારબાદ, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની બધી ટ્રેનો હાલના સમયપત્રક મુજબ દોડશે. તા.19 એપ્રિલના રોજ સેક્ટર-1 થી મોટેરા સ્ટેડિયમ સુધીની પહેલી ટ્રેનનો સમય બપોરના 12:58 કલાકે રહેશે અને મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1ની પહેલી મેટ્રોનો સમય બપોરના 13:12 કલાકનો રહેશે.

  • 17 Apr 2025 05:49 PM (IST)

    ખેડૂતો પાસેથી ગુજરાત સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે

    ગુજરાત સરકાર આગામી 21મી એપ્રિલથી ચણા અને રાયડાના પાકની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરશે. ટેકાના ભાવે રૂ. 1903 કરોડના મૂલ્યનો કૂલ 3.36 લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો ખરીદવામાં આવશે. જ્યારે નોંધાયેલા ખેડૂતો પાસેથી રૂ. 767 કરોડના મૂલ્યનો કુલ 1.29 લાખ મેટ્રિક ટન રાયડાના જથ્થાની ખરીદી કરાશે.

  • 17 Apr 2025 05:46 PM (IST)

    સુરત જિલ્લામાંથી ઝડપાયા બોગસ ડોક્ટરો

    સુરત જિલ્લાના તાતીથૈયા ગામે આવેલ સોની પાર્કમાં ડિગ્રી વગરના ડોકટર દવાખાનુ ચલાવતા હતા. બોગસ દવાખાનું ચાલાવતા ત્રણ બોગસ ડોક્ટરો ઝડપાયા છે. સુરત જિલ્લા એસોજી એ અલગ અલગ મેડિસિન અને સાધનો કબજે કર્યા છે. કબજે કરાયેલા સામાનની કિંમત દોઢ લાખ થી વધુની હોવાનું કહેવાય છે. સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે.

  • 17 Apr 2025 05:43 PM (IST)

    સરકાર સાથે સમાધાન થતા 32 દિવસ બાદ વ્યાયમ શિક્ષકોનું આંદોલન સમેટાયું

    ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા 32 દિવસથી વ્યાયામ શિક્ષકો આંદોલન ચલાવી રહ્યાં હતા. આ આંદોલન આજે સમેટાયું છે. સરકાર સાથે વ્યાયમ શિક્ષકોનુ આંદોલન ચલાવતા અગ્રણી શિક્ષકો વચ્ચે સમાધાન થતા આંદોલન સમેટવામાં આવ્યું છે. સરકાર સાથે થયેલા સમાધાન અનુસાર નીતિગત નિર્ણયનો અમલ થતા ત્રણ મહિનાનો સમય લાગશે. ખેલ સહાયકની નિયુક્તિ અંગે, ઉમરમાં બાધ આપવા અંગે પણ વિચારણા કરવા સરકારે હકારાત્મક વર્તન દાખવ્યું છે.

  • 17 Apr 2025 04:26 PM (IST)

    ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતની નવી કચેરીઓના બાંધકામ માટેના અનુદાનમાં માતબર વધારો કરાયો

    ગુજરાતમાં ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતની નવી કચેરીઓના બાંધકામ માટે અપાતા અનુદાનમાં વધારો કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. નવા પંચાયત ઘરો બાંધવા માટે ગ્રામ પંચાયતોને 25 થી 40 લાખ રૂપિયાની રકમ વસ્તીના ધોરણે આપવામાં આવશે. ગ્રામ પંચાયત કચેરીની સાથે તલાટી – કમ – મંત્રી આવાસ પણ નિર્માણ થવાથી ગ્રામ્ય સ્તરે જ તલાટીની ઉપલબ્ધિ સરળ બનશે.

    રાજ્યના તાલુકા પંચાયતોની કચેરીઓના બાંધકામ માટેની પ્રવર્તમાન અનુદાન સહાયમાં પણ વધારો કરીને રૂપિયા 3 કરોડ 10 લાખને બદલે પાંચ કરોડ રૂપિયા અથવા મકાન નિર્માણમાં થયેલ ખરેખર ખર્ચ એ બે માંથી જે ઓછું હોય તે રકમની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. તો બીજી બાજૂ જિલ્લા પંચાયતને તેના નવા મકાનના નિર્માણ માટે 38 કરોડ રૂપિયાને બદલે 52 કરોડ રૂપિયા અથવા ખરેખર થયેલ ખર્ચ એમાંથી જે ઓછું હોય તે પ્રમાણે યુનિટ કોસ્ટ અનુદાન રાજ્ય સરકાર આપશે.

  • 17 Apr 2025 03:36 PM (IST)

    આગમાં લપટાયેલ ખોખરાની શરણમ 5 ના ધાબા ઉપર ગેરકાયદે શેડ ઉભો કરી દેવાયો

    અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ શરણમ 5 માં  આગ લાગતા ચોકાવનારો ખુલાસો થવા પામ્યો છે. શરણમ 5 માં એક માળનો ગેરકાયદે શેડ ઉભો કરી દેવાયો છે. પ્લાન મુજબ મુજબ બતાવાયેલા ધાબા ઉપર ગેરકાયદે શેડ ઊભો કરાયો હોવાનું સામે આવ્યું છે. આગને કાબૂમાં લેતા અને કૂલિંગ થતા હજુ પણ સમય લાગશે. આગ લાગવાના સમાચાર બાદ ત્વરીત પહોચેલા ફાયર બ્રિગેડના જવાનોએ, 2 કલાકમાં 2 લાખ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. શરણમ 5 બિલ્ડીંગમાં લાગેલા ફાયર ફાઇટિંગના સાધનો બંધ હાલતમાં હોવાની માહિતી સામે આવી છે. અમદાવાદ પૂર્વના મામલતદાર આગના સમાચાર મળતા જ ઘટના સ્થળે પહોચ્યાં હતા.

  • 17 Apr 2025 03:20 PM (IST)

    હું રાજકારણમાં ચોક્કસ આવીશ: રોબર્ટ વાડ્રા

    રાજકારણમાં જોડાવાના પ્રશ્ન પર, સોનિયા ગાંધીના જમાઈ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાએ કહ્યું, “હું ચોક્કસ રાજકારણમાં આવીશ. જો લોકો ઈચ્છશે તો, હું મારા પરિવારના આશીર્વાદ સાથે આવીશ. હું કોંગ્રેસ માટે સખત મહેનત કરીશ. આ બધુ (ED સમન્સ) તો ચાલતુ રહેશે, કારણ કે અમે વિરોધ કરીએ છીએ, અમે લોકો માટે લડીએ છીએ, અમે અન્યાયની સામે છીએ અને અમે લડતા રહીશું. તેથી, આવુ તો ચાલ્યા કરશે.”

  • 17 Apr 2025 03:17 PM (IST)

    વડોદરાના ડેસરના ઇંટવાડ ગામ પાસે નદીમાં યુવક ડૂબ્યો

    વડોદરાના ડેસરના ઇંટવાડ ગામ પાસે નદીમાં યુવક ડૂબ્યો છે. મહીસાગર નદીમાં  9 મિત્રો નહાવા પડ્યા હતા. 9 મિત્રો પૈકી એકનું ડૂબી જવાથી મોત થયું છે. પાણીના પ્રવાહમાં  યુવક તણાયો હતો. NDRFની ટીમે યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.

  • 17 Apr 2025 01:46 PM (IST)

    અનુપમ સિનેમા પાસેના શરણમ-5 બિલ્ડિંગમાં આગ

    અમદાવાદ : ખોખરા વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. અનુપમ સિનેમા પાસેના શરણમ-5 બિલ્ડિંગમાં આગ લાગી. કાપડના ગોડાઉનમાં આગ લાગતા ફાયર વિભાગની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. દુર્ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી.

  • 17 Apr 2025 01:41 PM (IST)

    આવતીકાલથી ગરમીમાં મળશે આંશિક રાહત

    આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે, 18, 19 અને 20 એપ્રિલે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરકારક પ્રભાવથી ગરમ પવનની જગ્યાએ ઠંડા પવનો ફૂંકાઈ શકે છે. 19 એપ્રિલે માછીમારોને સાવચેત રહેવા માટે વોર્નિંગ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં તાપમાનમાં ખાસ ફેરફાર જોવા નહીં મળે અને તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. જોકે, આવતા સપ્તાહમાં તાપમાન ફરીથી ઉછાળે તેવો અંદાજ છે. 21 અને 22 એપ્રિલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, ખાસ કરીને કચ્છ અને રાજકોટમાં ગરમીનો કહેર વધુ રહી શકે છે, જ્યારે દરિયાકિનારાના વિસ્તારોમાં પણ ગરમ પવનો ફૂંકાઈ શકે છે.

  • 17 Apr 2025 01:08 PM (IST)

    અમદાવાદ: ત્રિપદા ઇંગ્લિશ સ્કૂલમાં DEO ની ટીમ કરાશે તપાસ

    અમદાવાદ: ત્રિપદા ઇંગ્લિશ સ્કૂલમાં DEO ની ટીમ તપાસ કરાશે. શાળાએ RTE હેઠળનાં વિદ્યાર્થીઓને નાપાસ કર્યાનો આરોપ છે. ધોરણ-5 અને 8 નાં વિદ્યાર્થીઓને નાપાસ કરાયા હોવાની ફરિયાદ છે. નપાસ કરાયેલા વિદ્યાર્થીઓની ઉત્તરવહીની ચકાસણી થશે.

  • 17 Apr 2025 12:44 PM (IST)

    મોરબી: પાલતુ શ્વાને બચાવ્યો માલિકનો જીવ

    મોરબીના ટંકારાના મિતાણા ગામમાં એક અનોખી ઘટના સામે આવી છે જ્યાં પાલતુ શ્વાને પોતાનાં માલિકનો જીવ બચાવ્યો. 12 એપ્રિલની રાત્રે ત્રણ અજાણ્યા શખ્સોએ ફળિયામાં સૂતા ખેડૂત પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા સમયે શ્વાને હુમલાખોરો સામે હિંમતભેર ઝંપલાવી પોતાનાં માલિકને બચાવતાં દેવદૂત સમાન ભૂમિકા ભજવી હતી. ઘટનાનો સમગ્ર ઘટનાક્રમ CCTVમાં કેદ થયો છે. ટંકારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

  • 17 Apr 2025 11:34 AM (IST)

    સાબરકાંઠા: પરિવાર આપઘાત કેસમાં પોલીસે એક આરોપી ભદ્રરાજ ચૌહાણની કરી ધરપકડ

    સાબરકાંઠાના વડાલીમાંથી પરિવારના સામૂહિક આપઘાતના પ્રયાસનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. લોનની ઉઘરાણીથી ત્રાસી એક પરિવારએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં 5 સભ્યોમાંથી 4નું  મોત થયું છે. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે અને એક આરોપી ભદ્રરાજ ચૌહાણને ધરપકડ કરી છે, જે ખાનગી બેંકમાં લોન એજન્ટ તરીકે કામ કરે છે. આરોપ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તે વારંવાર ધમકી આપતો હતો અને હપ્તા સમયસર ન ભરાતા પરિવારમાંથી વાહનો પડાવી લીધા હતા. વડાલી પોલીસે કુલ બે આરોપીઓ સામે દુષપ્રેરણની ફરિયાદ નોંધાવી છે.

  • 17 Apr 2025 10:25 AM (IST)

    અમદાવાદ: બોડકદેવ વિસ્તારમાં BMW કારે સર્જ્યો અકસ્માત

    અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં BMW કારના અકસ્માતની ઘટના સામે આવી છે. બિલ્ડિંગમાંથી બહાર નીકળતી ઈકો કારને ઝડપથી આવતા BMW કારે ટક્કર મારી હતી, જેના કારણે ઈકો કાર ફંગોળાઈ ગઈ હતી. અકસ્માતમાં ઈકો ચાલક સહિત બે વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. ટક્કર બાદ BMW કાર રસ્તાના થાંભલા સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માત બાદ BMW કાર સ્થળ પર મૂકી યુવક અને યુવતી ફરાર થઈ ગયા હતા.

  • 17 Apr 2025 10:02 AM (IST)

    અમદાવાદના રખિયાલમાં જાહેરમાં અપહરણનો બનાવ

    અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યાં છે. રખિયાલ વિસ્તારમાં જાહેરમાં અપહરણની ઘટના સામે આવી છે. ચાર શખ્સોએ એક યુવકને ચપ્પુ અને બેઝબોલનો દંડો બતાવી ધમકી આપી અને તેનું બળજબરીથી અપહરણ કર્યું હતું. અમન ચોકના ખુલ્લા મેદાનમાંથી ફરિયાદીને એક્ટિવા પર બેસાડી મોરારજી ચોક તરફ લઈ જવાયો હતો. ત્યાં યુવકને ઈજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. રખિયાલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ચારેય આરોપીઓને ધરપકડ કરી છે.

  • 17 Apr 2025 09:18 AM (IST)

    જૂનાગઢ: શહેરમાં ગેરકાયદે બાંધકામો પર મેગા ડિમોલિશન

    જૂનાગઢ શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની મોટી કાર્યવાહી, વિવિધ વિસ્તારોમાં ધાર્મિક દબાણો પર મેગા ડિમોલિશન હાથ ધરાયું. દાતાર રોડ, ગાંધી ચોક, મોતીબાગ, ઝાંઝરળા અને કાળવા ચોકમાં અનેક દરગાહો સહિતના ધર્મસ્થળો પરથી બુલડોઝર ફરી વળ્યું. નરસિંહ મહેતા તળાવ સામે અને સાબલપુર ચોકડી તેમજ બીલખા રોડ વિસ્તારમાં પણ દબાણો હટાવાયા. કામગીરી દરમિયાન ST બસ અને એમ્બ્યુલન્સ સહિતના વાહનોના રૂટ ડાયવર્ટ કરાયા છે, પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી.

  • 17 Apr 2025 07:25 AM (IST)

    મેના પ્રથમ સપ્તાહમાં ભાજપને મળી શકે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ

    ભાજપ સંગઠનમાં મોટા ફેરફારના સંકેત, મેના પ્રથમ સપ્તાહમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષની થઇ શકે છે જાહેરાત, જ્યારે 12 રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોની નામાવલી પહેલા જાહેર કરાશે; આગામી સપ્તાહમાં ગુજરાત સહિતના રાજ્યોમાં નિરીક્ષકોની મુલાકાત નિર્ધારિત, અને એપ્રિલના અંત સુધીમાં ગુજરાતને નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે.

Published On - Apr 17,2025 7:23 AM

Follow Us:
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">