આજનું હવામાન : આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો અનુભવ થાય તેવી શક્યતા છે. કાળઝાળ ગરમી ગુજરાતમાં યથાવત રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે. તો આ સાથે જ કચ્છ અને બનાસકાંઠા હીટવેવની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો અનુભવ થાય તેવી શક્યતા છે. કાળઝાળ ગરમી ગુજરાતમાં યથાવત રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે. તો આ સાથે જ કચ્છ અને બનાસકાંઠા હીટવેવની આગાહી કરાઈ છે. હજુ આવનાર 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. જો કે આ વચ્ચે 48 કલાક બાદ ગરમીથી આંશિક મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીથી રાહત થશે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશાના પવન ફૂંકાય તેવી શક્યતા છે. જેથી થોડી રાહત અનુભવાય તેવી શક્યતા છે.
ગુજરાતના વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ ગરમીથી રાહત નહીં મળે. કચ્છ અને બનાસકાંઠામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. 48 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીથી રાહત થશે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
ગુજરાતમાં અમદાવાદ, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, જુનાગઢ, કચ્છ, મહેસાણા, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, ખેડા, મહીસાગર, નર્મદા, પંચમહાલ, પાટણ, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ ભરૂચ, મોરબી સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

સાયબર કૌભાંડમાં હિરલબા સહિત 6 સામે ફરિયાદ, 3 આરોપીની ધરપકડ

બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ

માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
