Women’s Health : IVFમાં AMH ટેસ્ટ શા માટે કરવામાં આવે છે ? ડૉક્ટર પાસેથી તેનું મહત્વ જાણો
IVFની ટ્રીટમેન્ટ લેતા પહેલા મહિલાઓને અનેક ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. આ લેખમાં અમે આપણે ડોક્ટર પાસેથી જાણીશું કે, આઈવીએફ દરમિયાન મહિલાઓમાં AMH ટેસ્ટ કેમ કરવામાં આવે છે અને આ ટેસ્ટનું મહત્વ શું છે?

હાલમાં ખરાબ લાઈફસ્ટાઈલના કારણે લોકો ઈન્ફર્ટિલિટીનો શિકાર બની રહ્યા છે. આ કારણે કેટલાક લોકોનું માતા-પિતા બનવાનું સપનું અધુરું રહી જાય છે. ત્યારે આઈવીએફ ટ્રીટમેન્ટ એક આશા છે. આ એક એવી રિપ્રોડક્ટિવ ટેકનોલોજી છે. જેનાથી ઈન્ફર્ટિલિટીની સમસ્યા દૂર થાાય છે.

આજના સમયમાં પ્રજનન સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ સમસ્યાઓનો સામનો કરતા પુરુષો અને સ્ત્રીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. સમય જતાં પુરુષો અને સ્ત્રીઓની લાઈફસ્ટાઈલમાં ઘણા ફેરફારો આવ્યા છે. આજના યુગમાં લોકો પોતાની કારકિર્દી બનાવવાની ચિંતા કરે છે. આવી સ્થિતિમાં, મોટાભાગના પુરુષો અને સ્ત્રીઓ પોતાને આર્થિક રીતે સ્થિર થયા પછી જ લગ્ન કરવાનું નક્કી કરે છે. આ કારણે તેમનું માતા-પિતાનું સપનું અધુરું રહી જાય છે.

આ બધા વચ્ચે ડોક્ટર આઈવીએફ માટેની સલાહ લોકોને આપે છે.IVFની પ્રકિયા કેટલાક તબક્કાઓ છે. જેમાં સૌથી પહેલા મહિલા અને પુરુષના કેટલાક ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં AMH - Anti-Müllerian Hormone ટેસ્ટ સામેલ કરવામાં આવે છે. આ ટેસ્ટ આઈવીએફની પ્રકિયામાં એક મહત્વપૂર્ણ ટેસ્ટ માનવામાં આવે છે.

તો AMH ટેસ્ટ શું છે અને IVF પ્રક્રિયામાં AMH ટેસ્ટ શા માટે મહત્વપૂર્ણ છે?તેના વિશે વિસ્તારથી જાણીએ. AMH (એન્ટિ-મુલેરિયન હોર્મોન) એ સ્ત્રીઓના અંડાશયમાં હાજર એન્ટ્રલ ફોલિકલ્સ દ્વારા ઉત્પન્ન થતો હોર્મોન છે.આ હોર્મોન મહિલાઓના ઓવરી રિઝર્વર્સ વિશે જણાવે છે.સરળ ભાષામાં કહીએ તો મહિલાઓના અંડાશયમાં કેટલા સ્વસ્થ એગ્સ વધ્યા છે.

AMHનું સ્તર ઉંમરની સાથે ઘટવા લાગે છે કારણ કે, જન્મના સમયમાં એક મહિલાના એગ્સની સંખ્યા વધારે હોય છે.પરંતુ સમય જતાં આ સંખ્યા ઓછી થવા લાગે છે.આ ટેસ્ટ મહિલાઓની પ્રજનન ક્ષમતાને સમજવા અને આઈવીએફની સફળતાનો દર નક્કી કરવામાં મદદરૂપ થાય છે.આઈવીએફ કે મહિલાઓના પ્રજનન સ્વાસ્થ સાથે જોડાયેલી સમસ્યામાં AMH Test કરવામાં આવે છે.

જે મહિલાઓમાં AMH નું સ્તર ઓછું હોય તેમને તેમના આહારમાં પ્રોટીનયુક્ત ખોરાક, લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે.આ સમય દરમિયાન, સ્ત્રીના તણાવને ઓછો કરવા માટે, તેને યોગ અથવા કસરત કરવાની સલાહ આપવામાં આવે છે.

કુદરતી રીતે AMH સ્તર વધારવું શક્ય નથી, પરંતુ સ્વસ્થ લાઈફસ્ટાઈલ અપનાવીને અને ચોક્કસ દવાઓ લઈને એગ્સની ગુણવત્તામાં સુધારો કરી શકાય છે.નિષ્ણાતો કહે છે કે IVF ની સફળતાનો દર મહિલાની ઉંમર અને તેના સ્વાસ્થ્યની સ્થિતિ પર આધાર રાખે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
