17 April 2025

શાહરૂખ ખાનની પત્નીની રેસ્ટોરન્ટમાં પીરસાયુ નકલી પનીર? યુટ્યુબરે કર્યો દાવો

Pic credit - google

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનનું તોરી રેસ્ટોરન્ટ આ દિવસોમાં સમાચારમાં છે.

Pic credit - google

તે તેના વૈભવી ઈન્ટીરિયર ભાગ અને મોંઘા ખોરાક માટે જાણીતું છે. તેની ગણતરી પસંદગીના લક્ઝરી રેસ્ટોરાંમાં થાય છે.

Pic credit - google

ગૌરી ખાનનું આ રેસ્ટોરન્ટ ગયા વર્ષે જ શરૂ થયું હતું. જેમાં બોલિવૂડના જાણીતા સ્ટાર્સે હાજરી આપી હતી.

Pic credit - google

હવે અચાનક તે ફરી એકવાર હેડલાઇન્સમાં આવી ગયું છે. એક ફૂડ બ્લોગર સાર્થક સચદેવા ગૌરીના રેસ્ટોરન્ટની મુલાકાતે આવ્યો હતો

Pic credit - google

સાર્થકે એક વીડિયો પણ શેર કર્યો. આમાં તેણે અગાઉ અને સ્ટાર્સની રેસ્ટોરેન્ટના પનીર ટેસ્ટ કર્યા અને અંતે ગૌરી ખાનની રેસ્ટોરન્ટમાં પહોંચ્યો 

Pic credit - google

સાર્થકે પનીરના ટુકડા પર આયોડિન ટિંચર ટેસ્ટ કર્યુ, અને તેના ટેસ્ટના આધારે, તેણે ગૌરી ખાનના રેસ્ટોરન્ટ પર આરોપ લગાવ્યો કે અહીં ફેક પનીર મળી રહ્યું છે

Pic credit - google

આયોડિન ટિંચરના સંપર્કમાં આવવાથી પનીરનો રંગ કાળો અને ભૂરો થઈ ગયો. આયોડિન ટિંચર ટેસ્ટનો ઉપયોગ સામાન્ય રીતે પનીરમાં સ્ટાર્ચ શોધવા માટે થાય છે.

Pic credit - google

પનીરનો રંગ બદલાયા પછી, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે કહ્યું, 'શાહરૂખ ખાનના રેસ્ટોરન્ટમાં મળેલું પનીર નકલી હતું તે જોઈને મને આઘાત લાગ્યો.'

Pic credit - google

રેસ્ટોરન્ટે જવાબ આપતા કહ્યું, આયોડિન ટેસ્ટ સ્ટાર્ચની હાજરી દર્શાવે છે, પનીરની શુદ્ધતા નહીં, તેમજ તે ડિશમાં સોયા આધારિત પણ સામગ્રી હતી

Pic credit - google