Gold Price Today: સોનાના ભાવમાં ફરી મોટો વધારો ! જાણો આજનો લેટેસ્ટ ભાવ
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરમાં સોનાના ભાવ તેજીમાં આવ્યા છે. જેના કારણે ગુરુવારે દેશના વાયદા બજારમાં સોનાએ ફરી એકવાર ભાવ રેકોર્ડ બનાવ્યો છે.

છેલ્લા ઘણા દિવસોથી સોનાના ભાવમાં મોટી વધઘટ જોવા મળી રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરમાં સોનાના ભાવ તેજીમાં આવ્યા છે. જેના કારણે ગુરુવારે દેશના વાયદા બજારમાં સોનાએ ફરી એકવાર ભાવ રેકોર્ડ બનાવ્યો છે. આજે 24 કેરેટ સોનું 96,000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.

ગયા સપ્તાહમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળ્યો હતો. જે બાદ આજે સોનાના ભાવમાં મામૂલી ઘટાડો પણ જોવા મળ્યો છે. જ્યારે આજે 17 એપ્રિલ દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 96,330 એ પહોચ્યોં છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 88,310ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, ચેન્નાઈ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાની કિંમત 96,180 છે જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 88,160ની આસપાસ જોવા મળી રહી છે.

ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોની વાત કરીએ તો આજે 24 કેરેટ સોનાનો ભાવ 96,230 રુપિયા છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 88,210 પર ટ્રેડ કરી રહ્યો છે.

ચાંદીની વાત કરીએ તો, આજે ચાંદીના ભાવ સ્થિર છે. આજે ગુરુવારે તે 1,10,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાશે.

અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર તણાવ અને ટેરિફને કારણે થોડા સમય પહેલા સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. પરંતુ હવે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ફરી મોંઘુ થવા લાગ્યું છે, જેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંસ્થાઓ દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટના સોનાના દાગીના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું છે. મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ ન હોવો જોઈએ અને કેરેટ જેટલું ઊંચું હશે, તેટલું શુદ્ધ સોનું હશે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો
