અભિનેતાને 70 વર્ષ આવ્યો બ્રેઈન સ્ટ્રોક, દીકરી પિતાની કાર્બન કોપી પત્ની ક્લાસિકલ ડાન્સર આવો છે પરિવાર
ફેમસ હાસ્ય કલાકાર અને અભિનેતા ટીકુ તલસાણિયા 70 વર્ષના છે, આજે પણે ફિલ્મોમાં પોતાની એક્ટિંગ માટે પ્રખ્યાત છે. આજે તેમના પરિવારનો પરિચય કરાવીએ. તેમની પુત્રી શિખા એક લોકપ્રિય ચહેરો છે જેને તમે ટીવી પર જોઈ જ હશે. ટીકુ તલસાનિયાના પરિવાર વિશે વધુ જાણીએ.

ટીકુ તલસાણિયાની પત્નીનું નામ દિપ્તી તલસાણિયા છે, જે ક્લાસિકલ ડાન્સર અને થિયેટર કલાકાર છે. તેણે ફિલ્મ 'રૂપ કી રાની ચોરોં કા રાજા'માં પણ કામ કર્યું હતું.ટીકુ તલસાનિયાને બે બાળકો છે, રોશન અને શિખા. ટીકુની દીકરી પણ તેની જેમ જ એક અભિનેત્રી છે.

તેઓ મુખ્યત્વે લોકપ્રિય કોમેડી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા છે. ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલોમાં અભિનય ઉપરાંત, તલસાણિયાએ ફ્રીલાન્સ થિયેટર કલાકાર તરીકે પણ અભિનય કર્યો છે, અને ગુજરાતી થિયેટર પ્રોડક્શન્સમાં સક્રિયપણે ભાગ લીધો હતો.

ટીકુએ 1984માં યે જો હૈ ઝિંદગીથી શરૂઆત કરીને અસંખ્ય ટેલિવિઝન સિરિયલોમાં અભિનય કર્યો હતો.

બાદમાં તે ફિકર ને કહા, યે દુનિયા ગઝબ કી, જમાના બાદલ ગયા, અને એક સે બઢ કર એક જેવા 80 અને 90ના દાયકાના લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું છે.

તેણે ઉત્તરન સહિત અનેક સફળ સિરિયલોમાં અભિનય કર્યો છે. તે સોની એસએબીના સિટકોમ સાજન રે ફિર જૂઠ્ઠ મત બોલોમાં પણ જોવા મળ્યા હતા.

ટીકુ તલસાણિયા 1986માં રાજીવ મહેરાની ફિલ્મ પ્યાર કે દો પલથી બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 1991 થી 1996 દરમિયાન તેમણે દિલ હૈ કે માનતા નહીં, ઉમર 55 કી દિલ બચપન કા, બોલ રાધા બોલ, અંદાજ અપના અપના અને મિસ્ટર બેચારા જેવી ફિલ્મોમાં કોમેડી કલાકાર તરીકેની ભૂમિકા ભજવી હતી.

પોતાની કોમેડી સ્ટાઈલ બાદ 1993માં ફિલ્મ વક્ત હમારા હૈમાં નેગેટિવ પાત્રમાં જોવા મળ્યા હતા. 1997માં ઈશ્ક, 2001માં જોડી નંબર 1 2007માં પાર્ટનર જેવી અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ દેવદાસમાં તેમની ભૂમિકા માટે તેમની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. તલસાનિયાએ ધમાલ અને સ્પેશિયલ 26 જેવી ફિલ્મોમાં નાના રોલ સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું, કારણ કે તેમનું મુખ્ય ધ્યાન ટેલિવિઝન સિરિયલો પર હતું.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ દેવદાસમાં તેમની ભૂમિકા માટે તેમની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. તલસાનિયાએ ધમાલ અને સ્પેશિયલ 26 જેવી ફિલ્મોમાં નાના રોલ સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું, કારણ કે તેમનું મુખ્ય ધ્યાન ટેલિવિઝન સિરિયલો પર હતું.

અભિનેતા ટીકુ તલસાણિયાને થોડા સમય પહેલા બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો.તેમની ડાયલોગ ડિલિવરી દર્શકોને પેટ પકડીને હસાવે છે.

ટીકુ છેલ્લે 2024 માં આવેલી ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’માં જોવા મળ્યો હતો. આમાં તેમની સાથે રાજકુમાર રાવ, તૃપ્તિ ડિમરી, મલ્લિકા શેરાવત, વિજય રાજ અને અર્ચના પૂરણ સિંહ હતા.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
