Heatwave : હીટવેવથી આંખોને થઈ શકે છે વધુ નુકસાન, જાણો કઈ રીતે ધ્યાન રાખવું?
અતિશય ગરમી તમારા સ્વાસ્થ્ય તેમજ તમારી આંખના સ્વાસ્થ્યને અસર કરે છે. લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી વારંવાર અલ્ટ્રાવાયોલેટ કિરણો વધે છે. જે આંખની ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.

અતિશય ગરમી તમારા સ્વાસ્થ્ય તેમજ તમારી આંખના સ્વાસ્થ્યને અસર કરે છે. લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી વારંવાર અલ્ટ્રાવાયોલેટ કિરણો વધે છે. જે આંખની ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ હીટવેવની આગાહી પણ આપવામાં આવી છે. ભારે ગરમીના કારણે તમારા સ્વાસ્થ પર નહી પરંતુ આંખોને પણ પ્રભાવિત કરી શકે છે.

હીટવેવ દરમિયાન, હવામાં ભેજનો અભાવ અને ગરમ પવનના સીધા સંપર્કને કારણે આંખ સુકાઈ જાય છે. જે આંખોમાં બળતરા, ખંજવાળ અને લાલાશનું કારણ બની શકે છે, જે ક્યારેક ગંભીર ચેપ તરફ દોરી જાય છે.

ભારે તાપમાને લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી વારંવાર અલ્ટ્રાવાયોલેટ કિરણો વધે છે જે આંખની ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. આવો, જાણીએ કે લાંબો સમય તડકામાં રહેવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ?

ગરમીના કારણે આંખો સૂકવવા લાગે છે જેને ડ્રાય આઈ સિન્ડ્રોમ કહેવાય છે. આને કારણે, કેટલાક લોકોને આંખમાં બળતરા, આંખોમાં ધુંધરું દેખવું, યુવી કિરણો, ખાસ કરીને તીવ્ર સૂર્યપ્રકાશમાં, કોર્નિયાને નુકસાન પહોંચાડી શકે છે અને ફોટોકેરાટાઇટિસનું જોખમ વધારી શકે છે જે અનિવાર્યપણે આંખોના સનબર્ન છે.

હીટવેવને કારણે આંખો વધુ સૂકાય જાય છે.ગરમીમાં આંખને સુરક્ષિત રાખવા માટે UV-પ્રોટેક્ટિવ સનગ્લાસ પહેરો.આવઆંખોને હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવા માટે સનગ્લાસ પસંદ કરો જે 100% UVA અને UVB કિરણોને રોકે છે.તેમજ હાઈડ્રેટેડ રહો. દિવસભર ભરપુર માત્રામાં પાણી પીવાનું રાખો. શક્ય હોય તો તડકાંમાં જવાનું ટાળો. કામકાજ વગર ઘરની બહાર નીકળાનું પણ ટાળો. તેમજ ગરમી અને પરસેવાના કારણે આંખમાં બેક્ટીરિયા કે ફંગલ ઈન્ફેક્શન પણ થઈ શકે છે.

તેમજ આંખોને વારંવાર લૂછવાનું ટાળવું, ગરમીથી બચવા આપણે શરીરનું ધ્યાન રાખીએ છીએ. આંખોનું ધ્યાન પણ રાખવું ખુબ જરુરી છે. નાની નાની સાવચેતી તમારી આંખને મોટી મુસીબતથી બચાવી શકે છે.
હીટવેવ એ અત્યંત ગરમ હવામાનનો સમયગાળો છે જે સામાન્ય રીતે બે કે તેથી વધુ દિવસો સુધી ચાલે છે. જ્યારે તાપમાન કોઈપણ પ્રદેશના સરેરાશ તાપમાન કરતા વધી જાય છે, ત્યારે તેને હીટવેવ કહેવામાં આવે છે. હીટવેવના સમાચાર વાંચવા અહી ક્લિક કરો
