IPL 2024 Play-offમાં ક્યારે, ક્યાં અને કોની થશે ટકકર ? સંપૂર્ણ શેડ્યૂલ અને પ્લેઓફના દરેક નિયમ જાણો

કોલકાતા નાઈટ રાઈડર્સે સૌથી વધુ 20 પોઈન્ટની સાથે પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે છેલ્લી મેચમાં જીત મેળવી રાજસ્થાન રોયલ્સ પાસેથી બીજું સ્થાન લઈ લીધું છે. રાજસ્થાન ત્રીજા અને આરસીબી ચોથા સ્થાન પર છે.

| Updated on: May 20, 2024 | 9:56 AM
આઈપીએલ 2024ની 70મી મેચ વરસાદના કારણે ધોવાય જતા પ્લેઓફની 4 ટીમોમાં કોની ટકકર કોની સાથે થશે તે નક્કી થઈ ગયું છે. રવિવાર 19 મેના રોજ સીઝનની છેલ્લી ડબલ હેડરમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે બીજા સ્થાન માટે મેચ હતી.

1 / 8
જેમાં પેટ કમિન્સની ટીમે બાજી મારી અને બીજા સ્થાન પર કબ્જો કર્યો હતો. તો રાજસ્થાનની ટીમ ત્રીજા સ્થાને પહોંચી છે. આ સાથે નક્કી થઈ ગયું કે, ક્વોલિફાયર અને એલિમિનેટરમાં કઈ ટીમ કોની સાથે ટકકરાશે.

2 / 8
રવિવારની પહેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 4 વિકેટથી હાર આપી હતી. આ જીત સાથે હૈદરાબાદ રાજસ્થાનથી આગળ નીકળી ગયું હતુ. હવે પોઈન્ટ ટેબલની ફાઈનલ રેકિંગ સામે આવી ચુકી છે જેના આધાર પર પહેલી ક્વોલિફાયર અને એલિમિનેટરનું શેડ્યુલ નક્કી થઈ ગયું છે.

3 / 8
 પહેલી ક્વોલિફાયર મેચ કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે 21 મે મંગળવારના રોજ રમાશે. તો ત્રીજા અને ચોથા સ્થાન પર રાજસ્થાન અને બેગ્લુરું વચ્ચે 22 મેચના રોજ મેચ રમાશે. આ બંન્ને મેચનું વેન્યુ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે.

4 / 8
હવે વાત કરીએ આગળ શું થશે તો પહેલા અને બીજા સ્થાન પર રહેવાનો ફાયદો એ છે કે, ફાઈનલમાં જવાની તક 2 વખત મળે છે. નિયમ મુજબ પહેલા ક્વોલિફાયર જીતનારી ટીમ સીધી ફાઈનલમાં પહોંચી જાય છે. એટલે કે, કોલકાતા અને હૈદરાબાદમાંથી જે ટીમ જીતશે તે સીધી ફાઈનલમાં પહોંચશે.

5 / 8
 તેમજ હારનારી ટીમ બીજી ક્વોલિફાયર મેચ રમવા ઉતરશે. તેનો સામનો એલિમિનેટર વિજેતા સામે થશે એટલે કે,રાજસ્થાન અને આરસીબીમાં જે હારશે તે બહાર થશે અને જીતનારી ટીમ બીજા ક્વોલિફાયરમાં પહોંચશે.

6 / 8
અહીં તેનો સામનો તે ટીમ સાથે થશે જે પ્રથમ ક્વોલિફાયર હારી ગઈ હતી. આ મેચ 24 મે શુક્રવારના રોજ ચેપોક સ્ટેડિયમ ચેન્નાઈમાં રમાશે. અહીં વિજેતા ટીમ ફાઇનલમાં પહોંચશે. ફાઈનલ મેચ 26મી મેના રોજ ચેપોકમાં જ રમાશે.

7 / 8
હવે જોવાનું એ રહે છે કે કોલકાતા 10 વર્ષ બાદ ત્રીજી વખત ચેમ્પિયન બને છે કે કેમ? કે પછી સનરાઇઝર્સ પોતાનું બીજું ટાઇટલ જીતવામાં સફળ થશે? શું પ્રથમ આઈપીએલ ચેમ્પિયન રાજસ્થાન 2008થી ચાલી રહેલા દુષ્કાળને ખતમ કરી શકશે? કે પછી સતત 6 હાર બાદ 6 જીત મેળવનારી  ટીમ પ્લેઓફમાં પહોંચનાર બેંગલુરુ 17 વર્ષની રાહ જોયા બાદ પ્રથમ વખત ચેમ્પિયન બની શકશે?

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">