જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહ

જસપ્રીત જસબીરસિંહ બુમરાહ ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. જસપ્રીત બુમરાહનો જન્મ 6 ડિસેમ્બર 1993ના રોજ એક શીખ પંજાબી પરિવારમાં થયો હતો, બુમરાહ ગુજરાતના અમદાવાદમાં સ્થાયી થયો છે.

બુમરાહ ક્રિકેટના તમામ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે રમે છે. અનોખી બોલિંગ એક્શન ધરાવતો જમણા હાથનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ હાલમાં વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાંનો એક છે. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાત અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. 15 માર્ચ 2021 ના ​​રોજ બુમરાહે ગોવામાં મોડલ અને એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા હતા.

Read More

Champions Trophy : જસપ્રીત બુમરાહને ટીમમાં મળશે સ્થાન? સિલેક્શન પહેલા આવ્યા મોટા સમાચાર

ઓસ્ટ્રેલિયામાં સિડની ટેસ્ટ દરમિયાન જસપ્રીત બુમરાહને પીઠમાં દુખાવો થયો હતો, જેના કારણે તે મેચની બીજી ઇનિંગમાં બોલિંગ કરી શક્યો ન હતો અને ત્યારથી સતત એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ શકે છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ સિલેક્શન પહેલા બુમરાહને લઈ આવ્યા મોટા સમાચાર સામે આવ્યા છે.

જસપ્રીત બુમરાહની ઈજા પર જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું, ભારતીય બોલરે ખુલ્લેઆમ લગાવી ક્લાસ

હાલમાં જ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈજાને કારણે તેને બેડ રેસ્ટની સલાહ આપવામાં આવી છે. પરંતુ બુમરાહે આ રિપોર્ટ પર આકરી પ્રતિક્રિયા આપી છે.

Jasprit Bumrah Injury : રમવાની વાત તો દૂર, જસપ્રીત બુમરાહ પથારીમાંથી ઉઠી પણ શકતો નથી

જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 32 વિકેટ ઝડપી હતી, પરંતુ હવે આ ખેલાડી માટે પોતાના પગ પર ઉભા રહેવું મુશ્કેલ બની ગયું છે. ડોક્ટરે બુમરાહને બેડ રેસ્ટની સલાહ આપી છે.

જસપ્રીત બુમરાહને તેનો હક મળ્યો, ICCએ આપવું જ પડ્યું આ ખાસ સન્માન

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને હવે તેને તેનું ઈનામ મળ્યું છે. ICCએ જસપ્રીત બુમરાહને ડિસેમ્બર માટે પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ કર્યો છે.

જસપ્રીત બુમરાહ 6 મહિના માટે ટીમ ઈન્ડિયાની બહાર થઈ શકે છે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા પર લટકતી તલવાર

ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમની જાહેરાત 12 જાન્યુઆરી સુધીમાં થવાની છે. પરંતુ, મોટો સવાલ એ છે કે શું તેમાં જસપ્રીત બુમરાહનું નામ હશે? શું જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી રમશે? આ પ્રશ્ન હવે વધુ ઘેરો બન્યો છે કારણ કે તેની ઈજા અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેનું રમવું કે ન રમવું તે તેની ઈજાની સ્થિતિ પર નિર્ભર કરશે. ઈજાના કારણે તે 6 મહિના સુધી ક્રિકેટથી દૂર રહે તેવી શક્યતા છે. ટીમ ઈન્ડિયા માટે આ મોટો ઝટકો છે.

Champions Trophy : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કોને મળશે તક? જાણો કયારે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત

વર્ષ 2025ની સૌથી મોટી ICC ટૂર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી છે. જે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાતમાં રમાશે. આ ટૂર્નામેન્ટ માટે જલ્દી ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને તક મળશે તે લગભગ નિશ્ચિત છે. કેટલાક યુવા ખેલાડીઓ પણ આ વખતે ટીમનો ભાગ બનવાની રેસમાં છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં જસપ્રીત બુમરાહને મળી શકે છે ટીમ ઈન્ડિયામાં મોટી જવાબદારી

ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ફેબ્રુઆરી-માર્ચમાં થવાનું છે. પાકિસ્તાન દ્વારા આયોજિત થનારી આ ICC ટૂર્નામેન્ટમાં વિશ્વની 8 ટીમો ભાગ લેતી જોવા મળશે. આ માટે ભારત જસપ્રીત બુમરાહને વાઈસ કેપ્ટન બનાવશે એવી ચર્ચા છે. જોકે, આ સમાચાર પર સત્તાવાર મંજૂરીની મહોર હજુ બાકી છે.

IND vs AUS : સીરીઝ હાર્યા બાદ પણ બુમરાહે જીત્યો મોટો એવોર્ડ, ઓસ્ટ્રેલિયામાં આપવામાં આવ્યું આ સન્માન

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ માટે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 ખુબ ખાસ હતી. ટીમને ભલે જીત મળી નથી. તે સીરિઝમાં સૌથી સફળ બોલર રહ્યો છે. બુમરાહને પોતાના શાનદાર પ્રદર્શન માટે સીરિઝને સૌથી મોટા એવોર્ડથી સન્માનિત કર્યો છે.

જસપ્રીત બુમરાહે અચાનક કેમ સિડનીનું મેદાન છોડ્યું ? ટીમ ઈન્ડિયાની જર્સી પણ ઉતારી નાખી

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચ દરમિયાન ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. જસપ્રીત બુમરાહે મેદાન છોડ્યુ છે. એવું માનવામાં આવે છે કે તે ઘાયલ છે અને તેને સ્કેનિંગ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાની ધરતી પર જસપ્રીત બુમરાહે રચ્યો નવો ઈતિહાસ, તોડ્યો 47 વર્ષ જૂનો રેકોર્ડ

અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં એક પછી એક મોટા કારનામા કરી રહ્યો છે. બુમરાહે વર્તમાન શ્રેણીમાં વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. બુમરાહે હવે સિડની ટેસ્ટ દરમિયાન 47 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

IND vs AUS : સિડની ટેસ્ટમાં પહેલા દિવસની રમત સમાપ્ત, ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં ભારતથી 176 રન પાછળ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચ સિડનીમાં રમાઈ રહી છે. જેના પ્રથમ દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ભારતે પ્રથમ દાવમાં 185 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટે 9 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં ભારતથી 176 રન પાછળ છે.

IND vs AUS 5th Test : ભારતની પહેલી ઈનિગ્સ 185 રન પર સમેટાઈ, કોઈ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહિ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચ સિડનીમાં રમાશે. ભારત પહેલા બેટિંગ કરી છે પરંતુ બેટ્સમેન કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. ટીમ 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે.

જસપ્રીત બુમરાહે વર્ષના પહેલા જ દિવસે ઈતિહાસ રચ્યો, એવું કંઈક કર્યું જે પહેલા ક્યારેય બન્યું ન હતું

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે વર્ષ 2025ના પહેલા જ દિવસે ઈતિહાસ રચી દીધો છે. ટેસ્ટ નંબર 1 બોલર બુમરાહે રેન્કિંગ અપડેટમાં પોતાની લીડ મજબૂત કરી છે અને એવું પરાક્રમ કર્યું છે જે આ પહેલા કોઈ ભારતીય બોલર કરી શક્યું ન હતું.

જસપ્રીત બુમરાહને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવાયો, મેલબોર્ન ટેસ્ટ બાદ કરવામાં આવી મોટી જાહેરાત

જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં પોતાની ઘાતક બોલિંગથી બેટ્સમેનોમાં ડર જગાવ્યો છે. તેણે સિરીઝમાં અત્યાર સુધી 30 વિકેટ ઝડપી છે. આ આખા વર્ષમાં પણ તેના નામે સૌથી વધુ 71 વિકેટ છે. આવી સ્થિતિમાં તેને વર્ષના અંતમાં ટેસ્ટ ટીમનો કેપ્ટન પસંદ કરવામાં આવ્યો છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી લેશે રજા, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા નહીં રમે આ મોટી સિરીઝ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 T20 મેચોની સિરીઝ 22 જાન્યુઆરીથી શરૂ થશે, ત્યારબાદ 6 ફેબ્રુઆરીથી 3 ODI મેચ રમાશે. ટીમ ઈન્ડિયા પાસે ODI શ્રેણી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તૈયારી કરવાની છેલ્લી તક હશે. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. જોકે આ સિરીઝ પહેલા મોટા સમાચાર સામે આવા છે કે ભારતના ત્રણ સ્ટાર ક્રિકેટર વિરાટ, રોહિત અને બુમરાહ આ મોટી સિરીઝ નહીં રમે.

g clip-path="url(#clip0_868_265)">