ક્રિકેટરની બહેન બિગબોસ 19માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી, બોલિવુડમાં કરી ચૂકી છે કામ
બિગ બોસ 19માં વાઈલ્ડકાર્ડ સ્પર્ધકને લઈ અવાર-નવાર ચર્ચાઓ થતી હોય છે. હવે શોમાં વધુ એક સ્પર્ધકની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થશે. તો ચાલો કોણ છે માલતી ચહર તેના વિશે વિસ્તારથી વાત કરીએ.

અભિનેત્રી, રાઈડર અને નિર્દેશક માલતી ચહર ચર્ચાઓમાં છે જેનું કારણ ટુંક સમયમાાં સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 19માં વાઈલ્ડકાર્ડ સ્પર્ધક તરીકે એન્ટ્રી લઈ શકે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, માલતી કોણ છે અને શું કરે છે.

બિગ બોસના ઘરમાં અવાર-નવાર ઝગડાઓ થતા જોવા મળે છે. દુનિયાભરનો ચર્ચિત શો બિગ બોસ સલમાન ખાન હોસ્ટ કરે છે. ફેમિના મિસ ઈન્ડિયા ફાઈનલિસ્ટ રહી ચૂકેલી માલતી ચહર ફિલ્મો અને ઓટીટી પ્લેટફોર્મ પર કામ કરી ચૂકી છે. તે હવે ટીવીનો સૌથી ચર્ચિત શો બિગ બોસમાં જોવા મળી શકે છે.

માલતીનું બાળપણ આગ્રામાં પસાર થયું છે. કેન્દ્રિય વિદ્યાલયમાં અભ્યાસ કર્યા બાદ તેમણે લખનૌમાંથી બીટેકનો અભ્યાસ કર્યો છે.માલતી આઈએએસ બનવા માંગતી હતી પરંતુ બાદમાં તેમણે ગ્લેમરની દુનિયામાં જવાનું મન બનાવ્યું હતુ અને ફેમિના મિસ ઈન્ડિયાની ફાઈનલિસ્ટ રહી હતી.

મોડલિંગ અને એક્ટિંગમાં નામ કમાયા બાદ તેમણે અનિલ શર્મા નિર્દેશિત ફિલ્મ જીનિયસમાં રો એજન્ટની ભૂમિકા નિભાવી હતી.

તેનો મોટાભાગનો સમય મુબંઈમાં પસાર કરે છે. માલતીનો ભાઈ દીપક ચહર ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે લાંબા સમયથી જોડાયેલો છે.

તેના ગ્લેમરસ લુક્સ અને એક્ટિંગના સોશિયલ મીડિયા પર હજારો ચાહકો છે.માલતીનો જન્મ 15 નવેમ્બર, 1990ના રોજ ઉત્તર પ્રદેશના આગ્રામાં થયો હતો અને તે રમતગમત પ્રેમી પરિવારમાં ઉછરી હતી. તેને પહેલી વાર ઓળખ ત્યારે મળી જ્યારે તેણીએ સ્પર્ધાઓમાં ભાગ લીધો.
બિગ બોસ એ ટીવી જગતનો સૌથી ફેમસ અને મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો છે. છેલ્લા ઘણા સમયથી સલમાન ખાન જેવો સુપરસ્ટાર તેને હોસ્ટ કરી રહ્યો છે, અહી ક્લિક કરો
