અમીર બની જશો.. Europe નો એવો દેશ જ્યાં Indian Rupee થઈ જાય છે ચાર ગણા મજબૂત, જાણો
યુરોપના આ દેશમાં સ્થાપત્ય, સંગીત અને સંસ્કૃતિનો અદ્ભુત વારસો છે. તેનો સમૃદ્ધ ઇતિહાસ, જેમાં બીજા વિશ્વયુદ્ધ અને ભયંકર ફુગાવાનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે આ દેશમાં ભારતના રૂપિયા ચાર ગણ થઈ જાય છે.

યુરોપમાં એક એવો દેશ છે જ્યાં સ્થાપત્ય, સંગીત અને સંસ્કૃતિનો અજોડ વારસો મળે છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે તેની અર્થવ્યવસ્થાની સ્થિતિ એવી છે જેમાં ભારતીય રૂપિયો તેના ચલણ કરતા લગભગ ચાર ગણો મજબૂત સાબિત થાય છે. અને આ દેશનું નામ છે હંગેરી.

યુરોપિયન ઇતિહાસને અભ્યાસ કરતા હંગેરીનું નામ અચૂક આવે છે. બુડાપેસ્ટ, તેની રાજધાની, વિશ્વભરમાં તેના અદ્ભુત સ્થાપત્ય, સંગીત અને સાંસ્કૃતિક વારસાને કારણે પ્રસિદ્ધ છે. હંગેરીનો ઇતિહાસ મધ્ય યુગમાં મગ્યાર જાતિઓના આગમનથી શરૂ થાય છે અને ત્યાર બાદ ઓસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્યના કારણે તે મધ્ય યુરોપનો મહત્વપૂર્ણ દેશ બની ગયો. સાહિત્ય, બૌદ્ધિક વિચારધારા અને સંગીતે હંગેરીને વૈશ્વિક સાંસ્કૃતિક નકશામાં વિશેષ સ્થાન અપાવ્યું છે.

હંગેરી બીજા વિશ્વયુદ્ધમાં મહત્વપૂર્ણ રીતે સામેલ હતું. શરૂઆતમાં તેણે નાઝી જર્મની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવ્યા, પરંતુ યુદ્ધના અંત તરફ 1944માં જર્મનીએ હંગેરી પર સીધો કબજો કર્યો. તે પછી હંગેરીમાં યહૂદી સમુદાય પર થયેલા અત્યાચાર અત્યંત વિનાશક સાબિત થયા. ઓક્ટોબર 1944થી માર્ચ 1945 સુધી ચાલેલા એરો ક્રોસ સરકારના શાસને દેશને માનવીય અને આર્થિક બર્બાદીમાં ધકેલી દીધો.

યુદ્ધ પછી હંગેરીએ ઇતિહાસના સૌથી વિનાશક ફુગાવાનો સામનો કર્યો. અર્થવ્યવસ્થા ઠપ થઈ ગઇ અને ચલણની કિંમત શૂન્ય સુધી આવી ગઈ. સ્થિતિને સ્થિર કરવા માટે 1 ઑગસ્ટ 1946ના રોજ નવા ચલણ હંગેરિયન ફોરિન્ટ (HUF) નું પરિચય કરાયું. ફોરિન્ટ આજે પણ હંગેરીનું સત્તાવાર ચલણ છે અને હંગેરિયન નૅશનલ બેંક દ્વારા સંચાલિત છે. હંગેરી 2004માં યુરોપિયન યુનિયનમાં જોડાયું પરંતુ તેણે હજી સુધી યુરો અપનાવ્યો નથી.

આજના સમયમાં હંગેરીની અર્થવ્યવસ્થા મોટા પાયા પર નિકાસ પર આધારિત છે. ખાસ કરીને ઓટોમોબાઇલ, ઈલેક્ટ્રોનિક્સ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં વિદેશી રોકાણ નોંધપાત્ર છે. 1920ના દાયકાથી દેશે ઔદ્યોગિક વિકાસનો ઝડપી અનુભવ કર્યો છે, પરંતુ રાજકીય અને ન્યાયિક નીતિઓ અંગે સમયાંતરે યુરોપિયન સંસ્થાઓ સાથે વિવાદો પણ જોવા મળ્યા છે.

હંગેરીનું ચલણ ફોરિન્ટ (HUF) છે અને 2025માં સરેરાશ ગણતરી અનુસાર = 1 HUF = ₹0.24 – ₹0.28, અર્થાત્ 1 ભારતીય રૂપિયા = લગભગ 3.5 થી 4 હંગેરિયન ફોરિન્ટ, ભારતીય ચલણ હાલમાં હંગેરિયન ચલણ કરતાં ચાર ગણું નાણાકીય રીતે મજબૂત છે.
Doctor on Train : ચાલતી ટ્રેનમાં અચાનક કોઇની તબિયત બગડે તો આ નંબર પર કોલ કરો.. ડૉક્ટર આવશે
