ટીવી સિરિયલ
ટીવી સિરિયલ એટલે કે કોઈ એક સ્ટોરીને કાલ્પનિક રીતે વણવામાં આવે છે. જે સ્ટોરીનો ક્યારેય અંત આવતો નથી. ફિલ્મનો ચોક્કસ ટાઈમ હોય છે, જ્યારે ટીવી સિરિયલ સતત ચાલતી સ્ટોરી છે. તે કેટલા મહિના કે વર્ષો સુધી ચાલે છે. હવે તો ટીવી સિરિયલોમાં TRP રેટ પણ આપવામાં આવે છે. જો કોઈ પણ સિરિયલનો રેટ સતત ઓછો આવતો જણાય તો જે તે ચેનલ વાળા સિરિયલને બંધ કરવાની ફરજ પાડે છે.
ભારતમાં ટીવીનો ઈતિહાસ દૂરદર્શનથી શરૂ થાય છે. 15 સપ્ટેમ્બર 1959ના રોજ દૂરદર્શનની શરૂઆત કરવામાં આવી હતી. તે સમયે દૂરદર્શનનું નામ ‘ટેલિવિઝન ઈન્ડિયા’ હતું અને અઠવાડિયામાં 3 દિવસ અડધો કલાક પ્રસારિત થતું હતું. ટીવી સીરિયલ ‘હમ લોગ’ 1984માં દૂરદર્શન પર પહેલીવાર પ્રસારિત કરવામાં આવી હતી.
પી. કુમાર વાસુદેવ દ્વારા નિર્દેશિત સિરિયલ ‘હમ લોગ’માં એક મધ્યમ વર્ગીય પરિવારની સ્ટોરી બતાવવામાં આવી હતી. 25 મિનિટની સિરિયલ માટે લોકો આખો દિવસ રાહ જોતા હતા. હમ લોગ તે સમયની સૌથી લાંબી ચાલેલી સિરિયલ હતી. ‘હમ લોગ’ પછી દૂરદર્શન પર ફૌજી, ભારત એક ખોજ, વાગલે કી દુનિયા, દિલ દરિયા જેવી સિરિયલો ટેલિકાસ્ટ થઈ હતી. રામાયણ અને મહાભારતે દૂરદર્શનને લોકો સુધી પહોંચાડ્યું હતું અને લોકો રવિવારે ટીવી સામે બેસી જતા હતા.
90ના દાયકાની સિરિયલોનો પણ લોકોમાં ઘણો ક્રેઝ રહ્યો હતો. જેમ કે, કહાની ઘર ઘર કી, ક્યોંકી સાસ કભી બહુથી, કસૌટી જીંદગી કી, કુમકુમ, કહીં કિસી રોઝ, કેસર જેવી સિરિયલોએ ધૂમ મચાવી હતી.
ત્યારબાદ સાથ નિભાના સાથિયા, જોધા અકબર, CID, અદાલત, હાતિમ, શકાલાકા બૂમબૂમ, સોનપરી, કરિશ્મા કા કરિશ્મા, સસસસ…..ફિર કોઈ હૈ વગેરે જેવી સિરિયલોએ દરેક ઘરમાં રાજ કર્યું.
અત્યારે દરેક ઘરમાં જાણીતી એવા સિરિયલોની વાત કરીએ તો, અનુપમા, યે રિસ્તા ક્યા કહેલાતા હૈ, કુમકુમ ભાગ્ય, મહાભારત, સાવધાન ઈન્ડિયા, યે હૈ મોહબ્બતે, બાતે અનકહી સી, નાગિન, આંખ મિચૌલી, ગુમ હૈ કિસી કે પ્યાર મેં, પંડ્યા સ્ટોર, ઝનક, બરસાતેં મૌસમ પ્યાર કા તેમજ કાવ્યા જેવી સિરિયલો ધૂમ મચાવે છે.