AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : જો કોઈ હોસ્પિટલમાં આગ લાગવાથી મૃત્યુ પામે તો કાયદો શું કહે છે? જાણો

ભાવનગરના કાળુભા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે જો હોસ્પિટલમાં આગ લાગવાથી કોઈનું મૃત્યું થાય તો ભારતીય કાનુન કોને સજા આપે છે. ચાલો વિસ્તારથી જાણીએ.

| Updated on: Dec 05, 2025 | 7:07 AM
Share
ભાવનગરના કાળુભા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. અવાર-નવાર હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આ ઘટનામાં ક્યારેક કેટલાક દર્દીઓ પોતાનો જીવ પણ ગુમાવે છે. તો આને લઈ કાનુન શું કહે છે ચાલો જાણીએ.

1 / 11
ભારતીય કાયદા હેઠળ, હોસ્પિટલમાં આગ લાગવાથી થતા મૃત્યુ પર બેદરકારી તેમજ માનવના જીવનને જોખમમાં મૂકતી જેવી કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે.

2 / 11
જેમાં ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 304A અને અન્ય સંબંધિત કલમોનો સમાવેશ થાય છે. જો હોસ્પિટલમાં આગ હોસ્પિટલ મેનેજમેન્ટ અથવા સ્ટાફની બેદરકારીને કારણે લાગી હોય, તો તેમને ફોજદારી આરોપોનો સામનો કરવો પડે છે, જેના પરિણામે જેલ અને દંડ થઈ શકે છે. વધુમાં, પીડિત પરિવારને વળતર માટે સિવિલ દાવો દાખલ કરવાનો અધિકાર હોઈ શકે છે.

3 / 11
નવા ન્યાયિક સંહિતામાં બેદરકારીથી મૃત્યુના કિસ્સામાં ડોકટરો અને અન્ય ગુનેગારો માટે સજાની જોગવાઈ છે.કલમ 304A હેઠળ, બેદરકારીથી મૃત્યુનું કારણ બને તો બે વર્ષ સુધીની કેદ અને/અથવા દંડની સજા થઈ શકે છે. હવે આ સજાને વધારીને પાંચ વર્ષ કરવામાં આવી છે.

4 / 11
અન્ય કેટલીક કલમો પણ છે જેના હેઠળ સજા મળી શકેછે. કલમ 304 જો લાપરવાહી હોય તો આ કલમ હેઠળ સજા મળી શકે છે. કલમ 336 આ કલમ ત્યારે લાગુ પડે છે. જ્યારે કોઈના કાર્યથી બીજાના જીવનો ખતરો હોય છે. કલમ 337 જો લાપરવાહીથી ઈજા થાય તો આ કલમ લગાવવામાં આવે છે.

5 / 11
જો એવું સાબિત થાય કે મૃત્યુ હોસ્પિટલ કે ડૉક્ટરની બેદરકારીને કારણે થયું છે, તો પીડિત પરિવારને વળતર માટે હોસ્પિટલ વિરુદ્ધ સિવિલ દાવો દાખલ કરવાનો અધિકાર હોઈ શકે છે.

6 / 11
પોલીસ આગ લાગવાના કારણની તપાસ કરશે અને જો બેદરકારી કે ગુનાહિત હત્યાના પુરાવા મળશે તો FIR નોંધશે.

7 / 11
તમને જણાવી દઈએ કે, ઉપહાર સિનેમામાં લાગેલી આગ ભારતીય ઇતિહાસની સૌથી ભયાનક આગ દુર્ઘટનાઓમાંની એક હતી. 13 જૂન 1997ના રોજ દિલ્હીના ગ્રીન પાર્કમાં આવેલા ઉપહાર સિનેમામાં બપોરે 3 વાગ્યે ફિલ્મ બોર્ડરના પ્રદર્શન દરમિયાન આગ ફાટી નીકળી હતી. 59 લોકો અંદર ફસાઈ ગયા હતા અને ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હતા. આ નાસભાગમાં 103 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

8 / 11
ઘટનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સિનેમા હોલમાં ફાયર સેફ્ટીની યોગ્ય વ્યવસ્થા નહોતી.સિનેમા હોલમાં આગ લાગ્યા પછી, વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો, જેના કારણે આખો હોલમાં અંધારપટ્ટ થયું હતુ. જેના કારણે લોકો બહાર નીકળી શક્યા ન હતા. સિનેમા હોલમાં કોઈ એક્ઝિટ લાઇટ કે ઇમરજન્સી લાઇટ નહોતી, અને લોકોને આગની જાણ કરવામાં આવી ન હતી.

9 / 11
આ આગની ઘટના અંગેની ટ્રાયલ હજુ પણ ચાલુ છે, જોકે આ કેસમાં પહેલો અહેવાલ 3 જુલાઈ, 1997ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં સિનેમા મેનેજમેન્ટને આગ વિશે લોકોને સમયસર જાણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું.

10 / 11
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)

11 / 11

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. કાયદો એ કોઈપણ લેખિત અથવા પોઝિટિવ નિયમ અથવા રાજ્ય અથવા રાષ્ટ્રના અધિકાર હેઠળ નિર્ધારિત નિયમોનો સંગ્રહ છે. અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">