Women’s health : પ્રેગ્નન્સીમાં થાઈરોડનો ખતરો કેમ રહે છે? કેવી રીતે તેનાથી બચવું
મહિલઓમાં થાઇરોઇડ એક સામાન્ય બીમારી છે. પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓ પણ તેનો ભોગ બની શકે છે. ચાલો ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ કે પ્રેગ્નન્સી દરમિયાન થાઇરોઇડની સમસ્યાઓ કેમ થાય છે, અને તેનાથી કઈ રીતે બચવું.

જો થાઇરોઇડ ગ્રંથિ ખૂબ વધારે અથવા ખૂબ ઓછું થાઇરોઇડ હોર્મોન ઉત્પન્ન કરે છે, તો તે થાઇરોઇડ રોગ તરફ દોરી શકે છે. પ્રેગ્નન્સી દરમિયાન મહિલાને થાઇરોડ થવાનું રિસ્ક ખુબ વધારે રહે છે. જો સમયસર આની ઓળખ ન થાય તો માતા અને બાળકો બંન્ને માટે ખતરનાક સાબિત થઈ શકે છે. પ્રેગ્નન્સીમાં થાઇરોડ કેમ વધે છે. તેનાથી કેવી રીતે બચી શકાય આ વિશે આજે આપણે ડોક્ટર પાસેથી જાણીએ.

દિલ્હીના ડોક્ટર સુભાષ ગિરિ જણાવે છે કે,પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના હોર્મોનલ ફેરફાર થાય છે. તેની અસર થાઇરોડ ગ્લૈડ પર પડે છે. આ ગ્લૈડના ફંકશમાં કામ ઘટે છે, તો થાઇરોઇડની સમસ્યા થઈ શકે છે. પ્રેગ્નન્સી દરમિયાન, એસ્ટ્રોજન હોર્મોન વધે છે. જેનાથી થાઇરોડ વધારે એક્ટિવ થઈ જાય છે અને થાઇરોડની બિમારી થાય છે. કેટલાક કેસમાં મહિલાઓ પર્યાપ્ત માત્રામાં આયોડિનનું સેવન કરતી નથી તો પણ આ બિમારીની ઝપેટમાં આવી શકે છે.

થાઇરોડ 2 પ્રકારના હોય છે. એક હાઇપોથાઇરોડ અને બીજો હાઇપરથાઇરાઇડ તેના લક્ષણો પણ અલગ અલગ હોય શકે છે. હાઈપોથાઇરાઇડમાં વધારે થાક, કબજીયાત,વજન વધવો, હેર ફોલ જેવી સમસ્યાઓ થાય છે. હાઇપરથાઇરોડમાં હર્દયના ધબકારા વધવા ઓછા થવા, પરસેવો વધારે આવવો જેવા લક્ષણો દેખાય છે. બંન્ને કેસમાં સારવારની ખુબ જરુર હોય છે.

ડોક્ટર કહે છે કે, ડાયટમાં સુધારો અને દવાથી કંટ્રોલ કરી શકાય છે. પરંતુ કેટલીક મહિલાઓ દેશી નુસખા કરે છે પરંતુ આવું કરવું જોઈએ નહી. કારણ કે, જો થાઇરોડ કંટ્રોલમાં નહી આવે તો મહિલા અને તેનું બાળક બંન્નના સ્વાસ્થ માટે ખતરો બની શકે છે.

જે મહિલાઓને પહેલા ક્યારેય થાઇરોડ થયો છે કે પછી પહેલા મિસ કેરેજ થયું હોય, તેને પ્રેગ્નન્સીમાં રિસ્ક રહે છે. પહેલા 3 મહિનામાં થાઇરોડમાં ગ્લૈડ પર સૌથી વધારે દબાવ પડે છે. આ માટે શરુઆતમાં કેટલાક ટેસ્ટ જરુર કરાવો.

થાઇરોડથી કેવી રીતે બચવું. પહેલી પ્રેગ્નન્સી વિઝિટમાં થાઇરોડ જરુર કરાવો. આયોડિનવાળા નમકનું સેવન કરો. થાઇરોડની દવા સમયસર લો. સમયસર થાઇરોડ લેવલ મોનિટર કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
