CM ભૂપેન્દ્ર પટેલે કચ્છના રણોત્સવનો કરાવ્યો પ્રારંભ, 179 કરોડના વિવિધ વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ રણોત્સવ 2025નો સફેદ રણ ધોરડોથી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, રણોત્સવ હવે ગ્લોબલ ઈવેન્ટ બની ગયો છે અને સમાજ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમથી વડાપ્રધાનની પ્રેરણાથી રચાયેલું ધોરડો મોડલ વિશ્વભરના તજજ્ઞો માટે કેસ સ્ટડી બન્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલો રણોત્સવ આર્થિક સામાજિક વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ અને ગ્લોબલ ઇવેન્ટ બન્યો છે.

સમાજ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમથી રચાયેલું "ધોરડો મોડેલ" વિશ્વભરના તજજ્ઞો માટે એક કેસ સ્ટડી બન્યો છે.

રણોત્સવમાં પરંપરાગત કચ્છી ભૂંગાઓ અને આધુનિક ટેન્ટ સિટીથી વડાપ્રધાનનો "વિકાસ ભી વિરાસત"નો અભિગમ સાકાર થયો છે.

રણોત્સવમાં પ્રવાસીઓની સુવિધા માટે ઈન્ફ્રાસ્ટ્રચર ડેવલપમેન્ટની રાજ્ય સરકારની નેમ છે.

કચ્છના પ્રવાસનને વેગ આપવા લખપત કિલ્લો, તેરા હેરિટેજ વિલેજ અને ધોરડોના રૂ. 179 કરોડના વિવિધ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું.

સફેદ રણ સુધી પ્રવાસીઓ સરળતાથી પહોંચી શકે તે માટે ઉત્તમ રસ્તા, બસ કનેક્ટિવિટી, ભુજ સુધી રેલ અને એર કનેક્ટિવિટી વડાપ્રધાનના વિઝનથી મળી છે તેનાથી પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. ગત રણોત્સવમાં 10 લાખથી વધુ પ્રવાસીઓએ સફેદ રણનો આનંદ માણ્યો છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચોઃ ગુજરાતમાં નવા 10 હજારથી વધુ નંદઘર બનાવાશે, 9000 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરાયા