AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવુડ

બોલિવુડ

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું.

દાદાસાહેબ ફાળકેને ભારતીય સિનેમાના પિતા કહેવામાં આવે છે. ‘રાજા હરિશ્ચંદ્ર’ તેમની પ્રથમ હિન્દી ફિલ્મ હતી. આ પછી અશોક કુમાર, દેવાનંદ, રાજ કપૂર, દિલીપ કુમાર, ગુરુ દત્ત જેવા કલાકારોએ બોલીવુડનું નામ ઉંચુ કર્યું હતુ. વહીદા રહેમાન અને શર્મિલા ટાગોર જેવી અભિનેત્રીઓએ પણ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કમાયું છે.
ત્યારબાદ સમય આગળ વધ્યો અને રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, અમરીશ પુરી, અમિતાભ બચ્ચન, સંજીવ કુમાર, વિનોદ ખન્ના, ઋષિ કપુર, શશિ કપુર, રેખા, હેમા માલિની, જીનત અમાન, પરવીન બાબીએ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી હતી. જેમાં સલીમ-જાવેદ લિખિત અને રમેશ શિપ્પી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘શોલે’ એક માઈલસ્ટોન રહી છે.

આ બધાની વચ્ચે શ્યામ બેનેગલ, ગોવિંદ નિહલાનીની સાથે નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, સ્મિતા પાટિલ અને શબાના આઝમીએ બોલિવુડ હિટ ફિલ્મો આપી. શ્રીદેવી, અનિલ કપુર, જેકી શ્રોફ, માધુરી દીક્ષિત ઈન્ડસ્ટ્રીમાં નવી ઓળખ ઉભી કરી હતી. ત્યારબાદ શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, અજય દેવગણ અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સે બોલિવુડને અલગ જ સ્તર પર લઈ ગયા હતા. પ્રિયંકા ચોપરા કરીના કપુર, ઋતિક રોશન, રણબીર કપુર, રણવીર કપુર, દીપિકા પાદુકોણ, કેટરીના કૈફ, આલિયા ભટ્ટ, આયુષ્માન ખુરાના, વરુણ ધવન, વિક્કી કૌશલ જેવા સ્ટાર આવ્યા અને પોતાની ધાક જમાવી.

Read More

Nana Patekar Family : લાઈમ લાઈટથી દુર રહેતો હતો નાના પાટેકરનો પરિવાર, જુઓ ફોટો

બોલિવૂડના પીઢ અભિનેતા નાના પાટેકર (Nana Patekar )નું 75 વર્ષની વયે અવસાન થયું છે. ગોવાની મણિપાલ હોસ્પિટલમાં સવારે 5:20 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પરિવાર લાઈમ લાઈટથી દુર રહેતો હતો.

Breaking News : 35 રૂપિયાની કમાણી થી લઈ આજે 80 કરોડની સંપત્તિ છોડી ચાલ્યા ગયા નાના પાટેકર

કરોડોની સંપત્તિ હોવા છતાં નાના પાટેકર ખુબ સિમ્પલ લાઈફ જીવતા હતા. નાનાપાટેકરે બોલિવુડમાં નાના રોલથી એક્ટિંગની શરુઆત કરી હતી. નાના પાટેકર એક્ટિંગની સાથે એક શૂટર પણ હતા.

Nana Patekar Real Name : નાના પાટેકરનું અસલી નામ શું છે? ભાગ્યે જ કોઈને ખબર હશે? જાણો તેમનું નામ અને ફિલ્મી સફર

બોલિવૂડના પીઢ અભિનેતા નાના પાટેકરનું અસલી નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે. તેમણે 1978માં 'ગમન' ફિલ્મથી કારકિર્દી શરૂ કરી, અને દમદાર અભિનયથી ત્રણ રાષ્ટ્રીય અને બે ફિલ્મફેર પુરસ્કાર જીત્યા.

ખેડૂતો માટે હીરો હતા નાના પાટેકર…બોલિવૂડમાં પણ ફેલાયો શોક, ગડકરીથી યોગી સુધી દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું ગોવામાં તેમના ઘરે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેમના મૃત્યુથી બોલિવૂડથી લઈને રાજકારણ સુધી શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

Nana Patekar : નાના પાટેકરનો અંતિમ વીડિયો વાયરલ, ‘હું એ ભીડમાં બેઠો હતો…’ સંભળાવી અભિનેતા બનવાની કહાની

હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે ગોવામાં નિધન થયું છે, જેનાથી ફિલ્મ જગતમાં શોકની લાગણી પ્રસરી છે. નાના પાટેકર માત્ર એક અભિનેતા નહોતા, પરંતુ પોતાની આગવી ઓળખ બનાવનાર કલાકાર હતા.

Breaking News : અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન, ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા

નાના પાટેકર (Nana Patekar)નું 75 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ તેમના ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા હતા અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Breaking News : કિયારા અડવાણીએ આપ્યા ગુડન્યુઝ, બીજી વખત માતા બનશે અભિનેત્રી

કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રા ( Sidharth Malhotra ) બીજા બાળકના માતા-પિતા બનવાના છે, સુંદર ફોટો સાથે અભિનેત્રી કિયારા અડવાણીએ ગુડન્યુઝ આપ્યા.

ફિલ્મમાં અભિનેતા કરતા પણ વધારે ચર્ચામાં રહેનાર અભિનેતાનો પરિવાર જુઓ

સૌરભે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી યાદગાર ભૂમિકાઓ ભજવી છે. તેમણે ક્યારેક રાજકારણીઓની ભૂમિકા ભજવી છે, ક્યારેક કોમેડી તો ક્યારેક વિલનના પાત્રમાં પણ જોવા મળ્યા છે. સૌરભ શુક્લાનો પરિવાર જુઓ.

15 વર્ષ પછી… બોલિવુડની ‘બેબો’ અને બોલિવુડનો ‘બાદશાહ’ એકસાથે, સાઉથ આફ્રિકામાં શૂટ થશે વર્ષ 2026નું સૌથી મોટું ગીત

શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'King' ને લઈને એક મોટો ખુલાસો થયો છે. ક્રિસમસ પર રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મમાં હવે બોલિવુડ ક્વીન કરીના કપૂર ખાનની એન્ટ્રી થવા જઈ રહી છે. આશરે 15 વર્ષ પછી શાહરૂખ અને કરીનાની જોડી સ્ક્રીન પર સાથે ધમાલ મચાવતી જોવા મળશે.

અભિનેતાએ 15 મિનિટ સુધી શ્વાસ રોકી રાખ્યો, 20 મિનિટ સુધી આંખ પટપટાવી નહી, જુઓ વીડિયો

વિદ્યુત જામવાલે (Vidyut Jammwal )મુંબઈમાં "સ્ટ્રીટ ફાઇટર" કાર્યક્રમમાં 15 મિનિટના શ્વાસ રોકી રાખવાના યોગ સાધનાનું પ્રદર્શન કર્યું. તેમણે યુવાનોને ધીરજ રાખવાની સલાહ આપી છે.

Breaking News : રજનીકાંતની “જેલર 2” નું ટ્રેલર રિલીઝ, વિદ્યા બાલને 9 સેકન્ડમાં લાઈમલાઈટ લૂંટી, આ બે સુપરસ્ટાર પણ દેખાયા

રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ "જેલર 2" નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. વિદ્યા બાલન તેના ઓછા સ્ક્રીન સમય છતાં લાઈમલાઈટમાં રહી હતી. ટ્રેલરનો ભાગ બે અન્ય મોટા સ્ટાર્સ પણ છે.

2 બાળકોની છે માતા, પતિ અને બહેન કરી ચૂક્યા છે ફિલ્મોમાં કામ, આવો છે દૃશ્યમ અભિનેત્રીનો પરિવાર

અભિનેત્રી ઇશિતા દત્તા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. તે દર વર્ષે 26 ઓગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવે છે. ઇશિતા પ્રખ્યાત બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાની નાની બહેન છે. તેની મોટી બહેનની જેમ, તેણે પણ અભિનયને કારકિર્દી તરીકે પસંદ કરી. ફિલ્મો અને ટીવી શોમાં જોવા મળી છે. ચાલો તેના વિશે કેટલીક ખાસ વાતો જાણીએ.

બોલિવૂડના ‘શહેનશાહ’ જોતાં રહી ગયા ! KBC 18ના મંચ પર Big Bને મળ્યું ‘અનોખું ગિફ્ટ’, દર્શકો પણ ઝૂમી ઉઠ્યા

'Kaun Banega Crorepati 18'ના સેટ પર બોલિવૂડના 'શહેનશાહ' અમિતાભ બચ્ચનના 84મા જન્મદિવસની ઉજવણી ધામધૂમથી શરૂ થઈ ગઈ છે. આ બર્થડે સ્પેશિયલ એપિસોડમાં Big Bને એક એવું અનોખું સરપ્રાઈઝ મળ્યું કે, તે જોઈને તેઓ ભાવુક થઈ ગયા. ખાસ વાત એ છે કે, આ સરપ્રાઈઝે તો KBCના સ્ટેજ પર ચાર ચાંદ લગાવી દીધા.

ભાઈજાન ફરી બનશે ‘પ્રેમ’ ! બિગ બોસના સ્ટેજ પરથી સલમાન ખાનનો ‘મોટો ખુલાસો’, આગામી ફિલ્મને લઈને આપ્યા ‘સંકેત’

બોલિવૂડમાં કેટલાક એવા કલાકારો છે, જેમની ઓળખ તેમણે ભજવેલા ખાસ પાત્રોથી બની જાય છે. સલમાન ખાન અને તેમનું આઇકોનિક પાત્ર 'પ્રેમ' આનું સૌથી મોટું ઉદાહરણ છે. 'મેંને પ્યાર કિયા' થી શરૂ થયેલી આ સફર આજે પણ દર્શકોના દિલ પર રાજ કરે છે. હાલમાં જ બિગ બોસના મંચ પરથી સલમાન ખાને પોતાના ફેન્સને એક મોટી ખુશખબર આપી છે.

Breaking News : હું 20 વર્ષની ઉંમરથી ટેક્સ ભરી રહી છું, રકુલ પ્રીત સિંહે IT દરોડાના અહેવાલોને ફગાવી દીધા

Rakul Preet Singh On IT Raid: ઈન્કમ ટેક્સ રેડના સમાચારો પર રકુલ પ્રીત સિંહે હવે જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, હું 20 વર્ષની હતી ત્યારથી ટેક્સ ભરી રહી છું. તેનું આ સર્ચમાં કોઈ લેવા દેવા નથી.

g clip-path="url(#clip0_868_265)">