શિયાળામાં તમારા Pet Dog ને ઠંડીથી સુરક્ષિત રાખવા જરૂરી ટીપ્સ, જાણી લો
શિયાળાના દિવસો શરૂ થતા જ હવામાનમાં ઠંડક વધી જાય છે, અને આ ઠંડકનો પ્રભાવ માણસો સાથે પેટ ડોગ પર પણ પડે છે. ખાસ કરીને ટૂંકા વાળવાળા અને નબળી તંદુરસ્તીવાળા શ્વાનને ઠંડી ઝડપથી પકડી લે છે. તેથી શિયાળાની સીઝનમાં તેમની ખાસ સંભાળ લેવી ખૂબ જ જરૂરી છે.

શિયાળામાં તમારા શ્વાનને ગરમ વસ્ત્રો પહેરાવવા શિયાળામાં Pet Care નો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. જ્યારે તેમને ફરવા લઈ જવામાં આવે ત્યારે ઠંડા પવનથી બચાવવા સ્વેટર અથવા જેકેટ પહેરાવવું ફાયદાકારક છે. બજારમાં વિવિધ કદમાં શ્વાન માટે વસ્ત્રો સરળતાથી ઉપલબ્ધ છે, પરંતુ ઘરના જૂના ઊનના કપડાંમાંથી પણ આરામદાયક સ્વેટર બની શકે છે. યોગ્ય રીતે પહેરાવેલા ગરમ કપડાં શરીરના તાપમાનને સંતુલિત રાખે છે અને શરદી લાગવાનો જોખમ ઓછો કરે છે.

સ્નાન કરાવતી વખતે પણ શિયાળામાં વિશેષ સાવચેતી જરૂરી છે. શ્વાનને વારંવાર સ્નાન કરાવવાની જરૂર નથી, પણ જ્યારે સ્નાન કરાવવું પડે ત્યારે ક્યારેય ઠંડા પાણીનો ઉપયોગ ન કરવો. ગરમ પાણી તેમની શરીરની ગરમી જાળવવામાં મદદરૂપ થાય છે. સ્નાન પછી તેમના રૂંવાટાને સંપૂર્ણ રીતે સૂકવવું ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે ભીંજાયેલા વાળ શરીરના તાપમાનને ઘટાડે છે અને ઠંડી પકડવાની શક્યતા વધારે છે.

ઘણા લોકો વહેલી સવારે શ્વાનને નવડાવવાની આદત ધરાવે છે, પરંતુ શિયાળામાં વહેલી સવારનું કડકડતું હવામાન શ્વાનો માટે હાનિકારક હોઈ શકે છે. તેમને નવડાવવાનો સમય બદલવો વધુ સારું છે. દિવસના તડકાવાળા સમયમાં ફરવા લઈ જવાથી માત્ર તેમને ગરમી જ મળે છે નહીં પણ સૂર્યપ્રકાશ તેમના મૂડ, ત્વચા અને રૂંવાટા માટે પણ લાભદાયક સાબિત થાય છે. સૂર્યપ્રકાશને કારણે શરીરમાં વિટામિન Dનું પ્રમાણ વધે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વપૂર્ણ છે.

શ્વાનને ગરમ કપડાં પહેરાવવાથી, સ્નાન પછી સારી રીતે સૂકવવાથી અને તડકામાં થોડો સમય પસાર કરાવવાથી તેઓ શિયાળામાં ખૂબ આરામદાયક અનુભવે છે. આ માત્ર તેમને ઠંડીથી સુરક્ષિત રાખે છે એટલું જ નહીં, પરંતુ તેમના રોગપ્રતિકારક શક્તિને પણ વધારવામાં મદદ કરે છે. સ્વચ્છ સૂવાની ગરમ જગ્યા, યોગ્ય ખોરાક અને માલિકનો પ્રેમ શ્વાનને શિયાળામાં સુરક્ષા અને આરામનો સૌથી મોટો આધાર આપે છે.

આ શિયાળાની સીઝનમાં થોડું વધુ ધ્યાન અને કાળજી રાખીને, તમે તમારા પ્રિય શ્વાનને થનગનતા હવામાનથી સુરક્ષિત રાખી શકો છો અને તેમને સ્વસ્થ, ખુશ અને સક્રિય જીવન આપી શકો છો.
Pet Care : રિલાયન્સની પેટ કેર ક્ષેત્રેમાં એન્ટ્રી, તમારા પાલતુ શ્વાન માટેના પોષણક્ષમ ઉત્પાદનો પર કરશે ફોકસ
