Ahmedabad : ઈસનપુરમાં નિવૃત્તિ પછી આ વ્યક્તિ કરે છે ટ્રાફિક સહાયકનું કામ, જુઓ ફોટા

કોઈપણ વ્યક્તિ પોતાની નોકરીમાંથી નિવૃત્ત થાય છે. ત્યારે સૌથી પહેલો પ્રશ્ન આવે છે નિવૃત્તિ પછીના જીવનમાં શું પ્રવૃત્તિ કરશે. આવા લોકો માટે સૌથી ઉત્તમ ઉદાહરણ છે પ્રવીણભાઈ. ટ્રાફિક સહાયકનું કામ કરીને પ્રવીણભાઈ સમાજસેવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે.

Manish Trivedi
| Edited By: | Updated on: Feb 21, 2024 | 3:09 PM
પ્રવીણભાઈ પહેલા આબાદ ડેરીમાં નોકરી કરતા હતા.પ્રવીણભાઈ આબાદ ડેરીમાં 1500 કર્મચારીઓની સર્વિસ બુક લખવાનું અને અમદાવાદ શહેરમાં આવેલી આબાદ ડેરીના સમગ્ર દૂધ કલેક્શન સેન્ટરમાંથી કેશ કલેક્ટ કરવાનું કામ કરતા હતા.આબાદ ડેરીમાંથી વી.આર.એસ લીધા બાદ પત્નીના મૃત્યુ પછી સમાજ સેવા કરવાનો તેમણે એક અનોખો રસ્તો અપનાવ્યો છે.

1 / 5
81 વર્ષના પ્રવીણભાઈ અમદાવાદ શહેરમાં આવેલ ઇસનપુર ચાર રસ્તા ઉપર છેલ્લા 10 વર્ષથી ટ્રાફિક પોલીસ સાથે મળીને ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યા છે. સવારે 9 થી 11 અને સાંજે 6 થી 8 ના સમયમાં ઇસનપુર ચાર રસ્તા ઉપર ભારે ટ્રાફિક હોય છે. આ સમયે પ્રવીણભાઈ ટ્રાફિકના જવાનો સાથે મળીને ટ્રાફિક સહાયક તરીકે કામ કરે છે.

2 / 5
પ્રવીણભાઈ પોતાની કામગીરીમાં એટલા નિષ્ણાત થઈ ગયા છે કે ટ્રાફિકના દંડ ને લગતી અનેક કલમો તેમને યાદ છે. શિયાળો, ઉનાળો કે ચોમાસુ કોઈપણ ઋતુ હોય પ્રવીણભાઈ ત્યાં ટ્રાફિક નિયમનની કામગીરી કરતા જોવા મળશે.

3 / 5
આ નિસ્વાર્થ સેવાને ધ્યાનમાં લઈને અમદાવાદના ભૂતપૂર્વ કમિશનર એ.કે.સિંગ પ્રવીણભાઈનું સન્માન કરી ચૂક્યા છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તરફથી પ્રવીણભાઈ ને ટ્રાફિક સહાયક તરીકે સર્ટિફિકેટ અને મોમેન્ટો આપવામાં આવ્યો છે.

4 / 5
ટ્રાફિક પોલીસને વધુ બંદોબસ્ત હોય તથા અન્ય કામગીરી હોય ત્યારે પ્રવીણભાઈને બોલાવીને ટ્રાફિક બ્રિગેડના જવાનો સાથે રાખીને ટ્રાફિક સંચાલનની જવાબદારી પણ સોંપવામાં આવે છે. આ ઉપરાંત થોડા સમય અગાઉ દિલ્હી થી ટ્રાફિક રિસર્ચ માટેની ટીમ આવી હતી તે સમયે પણ પ્રવીણભાઈએ પોતાની કોઠા સુજના આધારે ટ્રાફિક મેનેજમેન્ટ માટેનું માર્ગદર્શન આપ્યું હતું.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">