Ahmedabad : સવાલોના ઘેરામાં ખાખી, ઢોર માર મારી લાખો રૂપિયા પડાવ્યાનો પોલીસ પર વેપારીનો આરોપ

|

Jul 21, 2022 | 7:31 AM

ગ બનનારા વેપારીનું એવું પણ કહેવું છે કે SITના પીએસઆઈએ તેના માણસો સાથે મળીને માર માર્યો હતો અને 1 લાખ રૂપિયા પડાવ્યા હતા.

Ahmedabad : સવાલોના ઘેરામાં ખાખી, ઢોર માર મારી લાખો રૂપિયા પડાવ્યાનો પોલીસ પર વેપારીનો આરોપ
Ahmedabad Police

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) ખાખીની કામગીરી સામે સવાલો ઉભા કરતી વધુ એક ઘટના (Incident) સામે આવી છે.ઘટના કંઈક એવી છે કે મસ્કતી માર્કેટના એક વેપારીએ પોલીસ સામે જ ગંભીર આરોપ લગાવ્યા છે. સુમેલ બિઝનેસ પાર્ક-2માં ઓફિસ ધરાવતા નરેશ જૈન હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલના (Hospital)  બિછાને રહેલા નરેશ જૈનનો (naresh jain) આરોપ છે કે પોલીસે તેમને ઢોર માર માર્યો છે. ભોગ બનનારા વેપારીનું એવું પણ કહેવું છે કે SITના પીએસઆઈએ તેના માણસો સાથે મળીને માર માર્યો હતો અને1 લાખ રૂપિયા પડાવ્યા હતા.

SITની કામગીરી સામે સવાલ

મસ્કતી માર્કેટમાં વેપારીઓને ચુનો લગાડવાની ઘટના છાશવારે બનતી હોય છે અને આવી ઘટનાઓ અટકાવવા માટે જેસીપીએ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની (Special investigation team) રચના કરાઈ છે પરંતુ આ SITની કામગીરી સામે જ ગંભીર સવાલ ઉઠ્યા છે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

PSI એ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા

આ તરફ SITના પીએસઆઈએ તેમના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. પીએસઆઈનું કહેવું છે કે નરેશ જૈને ચિરાગ એજન્સી પાસેથી વર્ષ 2018-19માં 3.90 લાખ રૂપિયાનો માલ ખરીદ્યો હતો અને 2021માં આ મામલે બંને વચ્ચે સમાધાન પણ કરાવ્યું હતું..પરંતુ રૂપિયા નહીં આપતા ચિરાગ એજન્સીએ ફરી અરજી કરતા પોલીસે નરેશ જૈનને માત્ર પૂછપરછ માટે બોલાવ્યા હતા.પરંતુ બાદમાં તેને ઢોર માર મારી લાખો રૂપિયા પડાવ્યાનો વેપારીએ આરોપ લગાવ્યો છે.

Next Article