મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને મોટી રાહત, SEBIએ OTM દ્વારા ચુકવણી માટે નિયમો સરળ કર્યા

|

Mar 18, 2022 | 7:45 PM

માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને રાહત આપવા માટે મોટી જાહેરાત કરી છે. સેબીએ વન ટાઈમ મેન્ડેટ (OTM) દ્વારા ઓનલાઈન મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારોની ચુકવણી માટેના નિયમોને સરળ બનાવ્યા છે.

મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને મોટી રાહત, SEBIએ OTM દ્વારા ચુકવણી માટે નિયમો સરળ કર્યા
મ્યુચ્યુઅલ ફંડોએ 3 કરોડથી વધુ ફોલિયો ઉમેર્યા

Follow us on

રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine Crisis), વ્યાજદરમાં વધારો થવાના ડર અને વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીને લીધે બજાર તેમજ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ ભારે ઉથલપાથલનો સામનો કરવો પડ્યો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) રોકાણકારોને રાહત આપવા માટે મોટી જાહેરાત કરી છે. સેબીએ વન ટાઈમ મેન્ડેટ (OTM) દ્વારા ઓનલાઈન મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારોની ચુકવણી માટેના નિયમોને સરળ બનાવ્યા છે. સેબીએ મ્યુચ્યુઅલ ફંડના વર્તમાન રોકાણકારો માટે વન ટાઈમ મેન્ડેટ દ્વારા ચુકવણી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આમાં સ્ટોક એક્સચેન્જ (Stock Exchange) અને ઓનલાઈન પ્લેટફોર્મ પર મ્યુચ્યુઅલ ફંડ એકમોના વ્યવહારનો સમાવેશ થાય છે.

વન ટાઈમ મેન્ડેટ પ્રક્રિયા શું છે

વન ટાઈમ મેન્ડેટ અથવા OTM એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા તમને તમારા બેંક ખાતામાંથી દર મહિને SIP અથવા એકસાથે રોકાણની રકમ જેમ કે લોન EMI કાપવાની મંજૂરી આપવામાં આવે છે. પરંતુ સેબીએ આ માટે એક શરત પણ મૂકી છે. શરત એ છે કે AMCs (એટલે ​​કે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ) એ સુનિશ્ચિત કરવું પડશે કે પેમેન્ટ એગ્રીગેટર્સ યોગ્ય પ્રોસેસિંગ મિકેનિઝમ માટે જરૂરી ધોરણોને પૂર્ણ કરે છે.

AMCs એ સુનિશ્ચિત કરવું પડશે કે OTM ચૂકવણી માત્ર મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ અથવા પૂલના માન્ય બેંક ખાતાઓમાં જ કરવામાં આવે. ભંડોળના કોઈપણ ગેરઉપયોગ અથવા કોઈપણ પ્રકારની અનિયમિતતા માટે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ જવાબદાર રહેશે.

શું છે સમગ્ર મામલો

1લી એપ્રિલ 2022થી સેબી દ્વારા માન્યતા પ્રાપ્ત ક્લિયરિંગ કોર્પોરેશનની તરફેણમાં નવા મેન્ડેટ સ્વીકારી શકાય છે. આ મેન્ડેટ માત્ર મ્યુચ્યુઅલ ફંડ એકમોના સબ્સ્ક્રિપ્શન માટે હશે, અન્ય કોઈ હેતુ માટે નહીં. તમને જણાવી દઈએ કે ઓક્ટોબર 2021 માં, સેબીએ સ્ટોક બ્રોકર્સ અને ક્લિયરિંગ કોર્પોરેશનોને વન ટાઈમ મેન્ડેટ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ એકમો માટે ચૂકવણી સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

એટલે કે, હવે સ્ટોક બ્રોકર્સ OTM દ્વારા પેમેન્ટ સ્વીકારી શકશે નહીં અને માત્ર માન્ય ક્લિયરિંગ કોર્પોરેશનો જ પેમેન્ટ સ્વીકારી શકશે. બીજી બાજુ, મ્યુચ્યુઅલ ફંડ એકમોના વેચાણ માટે, ઓનલાઈન સોદા માટે ટૂ-સ્ટેપ ઓથેન્ટિકેશન પ્રોસેસ અને ઓફલાઈન સોદા માટે સહી પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવશે. ઓથેન્ટિકેશન પર સેબીની સૂચનાઓ 15 એપ્રિલથી અમલમાં આવશે.

આ પણ વાંચો : હવે PF ખાતામાં ઘરે બેઠા જ બદલો IFSC કોડ જેવી મહત્વપૂર્ણ બેંક ડિટેલ્સ, અહીં જાણો પુરી પ્રોસેસ

Next Article