આજનું હવામાન : અંબાલાલ પટેલે ઠંડીને લઈને કરી મોટી આગાહી, આ તારીખ પછી જોવા મળશે ઠંડીનો ચમકારો, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે. રાજ્યમાં નવેમ્બર મહિનામાં ઠંડીનો અનુભવ ઓછો થવાની આગાહી કરવામાં આવી છે. સમગ્ર મહિના દરમિયાન લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે. રાજ્યમાં નવેમ્બર મહિનામાં ઠંડીનો અનુભવ ઓછો થવાની આગાહી કરવામાં આવી છે. સમગ્ર મહિના દરમિયાન લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. જયારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થયાં બાદ ગુજરાતમાં ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે કરી ઠંડીને લઈને આગાહી
બીજી તરફ રાજ્યમાં ઠંડીને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઠંડીની શરૂઆત થવાની સંભાવના છે. 22 ડિસેમ્બર પછી ભારે ઠંડી પડવાની શક્યતા છે. 22 ડિસેમ્બર પછી મહત્તમ તાપમામ 34 થી 35 ડીગ્રી રહેશે.17થી 20 નવેમ્બર સુધી અરબી સમુદ્રમાં લો પ્રેસર બનવાની શકયતા છે. લો પ્રેસર સક્રિય થતાં રાજ્યમાં માવઠું પડવાની શકયતા છે.
Latest Videos
Latest News