ઓટોમોબાઈલ
ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. ભારતમાં ઓટોમોબાઈલ ઉદ્યોગ ક્ષેત્રે ટુ-વ્હીલર્સનું પ્રભુત્વ છે, જે કુલ સ્થાનિક બજારના લગભગ 81% હિસ્સો ધરાવે છે, ત્યારબાદ ફોર-વ્હીલર તેમજ થ્રી-વ્હીલર આવે છે, આ ઉદ્યોગ ભારતના જીડીપીમાં પણ મહત્વપૂર્ણ ફાળો આપે છે. તે દેશમાં લગભગ 30 મિલિયન લોકોને રોજગાર આપે છે. ભારત વિશ્વમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ટ્રેક્ટરનું સૌથી મોટું ઉત્પાદક છે. ભારત એકંદરે ચોથું સૌથી મોટું ઓટોમોબાઈલ ઉત્પાદક છે.