અનંત અંબાણીનું મુંગા પક્ષી માટેનો પ્રેમ ફરી છલકાયો, 250 જેટલી મરઘી અને પક્ષીઓને કતલખાને લઇ જતાં બચાવ્યાં, જુઓ Video

| Edited By: | Updated on: Apr 02, 2025 | 10:15 AM

રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીના હાલ દ્વારકાની પદયાત્રા કરી રહ્યાં છે. અનંત અંબાણીના પદયાત્રાના 5માં દિવસે તેમને 50 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. ત્યારે જેટલું અંતર કાપીને સોનરડી ગામના પાટિયા સુધી પહોંચ્યા છે.

રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીના હાલ દ્વારકાની પદયાત્રા કરી રહ્યાં છે. અનંત અંબાણીના પદયાત્રાના 5માં દિવસે તેમને 50 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. ત્યારે જેટલું અંતર કાપીને સોનરડી ગામના પાટિયા સુધી પહોંચ્યા છે. પરંતુ આ દરમિયાન એક રોચક ઘટના બની છે.

અનંત અંબાણી પદયાત્રા કરતા હતા. તે દરમિયાન રસ્તા પરથી એક મરઘીની ગાડી જતી હતી. ત્યારે અનંત અંબાણીને ધ્યાને આવતાં તરત જ તેમણે તેમના સ્ટાફને કહીને આ ગાડી રોકાવી હતી. આ બાદ ગાડીના માલિક અને ડ્રાઈવર સાથે વાત કરીને 250 જેટલી મરઘીઓને અને પક્ષીઓને કતલખાને જતાં બચાવ્યાં હતા.

140 કિલોમીટર પગપાળા ચાલશે અનંત અંબાણી?

તમને જણાવી દઈએ કે, અનંત અંબાણીના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં અનંત અંબાણી રસ્તા પર પગપાળા જઈ રહ્યો છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અનંત અંબાણી જામનગરથી દ્વારકા પગપાળા જઈ રહ્યો છે. અંદાજે 140 કિલોમીટર પગપાળા ચાલી અનંત અંબાણી દ્વારકાધિશના દર્શન કરશે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે, કે, અનંત અંબાણી દરરોજ 15 થી 20 કિલોમીટર પગપાળા ચાલે છે. અંદાજે 12 દિવસમાં આ યાત્રા પૂર્ણ કરશે. પરંતુ હજુ સુધી અંબાણી પરિવાર તરફથી કોઈ સ્પષ્ટ જાણકારી સામે આવી નથી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો