IPL 2026 : આ 16 ખેલાડીઓ જે ક્યારેય IPL ફાઇનલ હાર્યા નથી, જુઓ લિસ્ટ
આઈપીએલ 2026ની શરુઆત 28 માર્ચથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચથી થશે. આ મેચ પહેલા ચાલો આજે એક એવી રસપ્રદ વાત જાણીએ કે, કેટલાક એવા ખેલાડીઓ જે જે ફાઈનલમાં ક્યારે પણ હાર્યા નથી.

આઈપીએલ 2026ની શરુઆત 28 માર્ચથી થશે. આ પહેલા અમે તમને જણાવી દઈએ કે, ઈન્ડિયન પ્રીમિયર લીગના કેટલાક રસપ્રદ ફેક્ટ્સ. આ 16 ખેલાડીઓ વિશે જાણીએ. જે ક્યારે પણ આઈપીએલની ફાઈનલ હાર્યા નથી.

આ લિસ્ટમાં 6 વિદેશી ખેલાડી પણ સામેલ છે. જ્યારે 10 ભારતીય ખેલાડીઓ ફાઈનલમાં ક્યારેય હાર્યા નથી.તો ચાલો જાણીએ કોણ કોણ છે આ ખેલાડી

આઈપીએલમાં સૌથી વધારે ફાઈનલ જીતનાર ખેલાડી રોહિત શર્મા છે. ગજબની વાત એ છે કે, તે 6 વખત ફાઈનલ રમ્યો છે અને દર વખતે તેને જીત મળી છે. આઈપીએલના ફાઈનલમાં સૌથી વધારે વિજેતા રહેનાર ખેલાડી રોહિત શર્મા છે. રોહિત શર્મા 5 વખત મુંબઈ અને એક વખત ડેક્કન ચાર્જર્સ માટે આઈપીએલની ફાઈનલ રમ્યો અને જીત્યો છે.

રોહિત શર્મા બાદ સૌથી વધારે આઈપીએલ જીતનાર ક્રુણાલ પંડ્યા છે. આ ખેલાડી 4 વખત આઈપીએલની ફાઈનલ રમ્યો અને દરેક વખત તેને જીત મળી છે.

ક્રુણાલ બાદ જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવનો નંબર આવે છે. આ બંન્ને ખેલાડી 3 વખત આઈપીએલ ફાઈનલ રમ્યો છે અને ત્રણેય વખત તેમણે જીત મેળવી છે.

ક્વિંટન ડિકોક, ઋતુરાજ ગાયકવાડ,ગૌતમ ગંભીર, જોશ હેઝવુડ,ઈશાન કિશન,મેક્લેનેધન,પ્રજ્ઞાન ઓઝા, કર્ણ શર્મા, લેંડલ સિંમસ,યશ દયાળ, મોઈન અલી અને ડગ બોલિંગરે 2-2 વખત આઈપીએલની ફાઈનલ રમી છે અને જીત મેળવી છે. (ALL PHOTO: Social media)
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો
