AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પ્રધાનો અને ધારાસભ્યો ST બસમાં વિધાનસભા પહોંચ્યા, CM ભૂપેન્દ્ર પટેલે 182 બસને ફ્લેગ ઑફ કરશે

Breaking News : પ્રધાનો અને ધારાસભ્યો ST બસમાં વિધાનસભા પહોંચ્યા, CM ભૂપેન્દ્ર પટેલે 182 બસને ફ્લેગ ઑફ કરશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2026 | 11:25 AM
Share

ગાંધીનગરમાં આજે રાજ્યના પ્રધાનો અને ધારાસભ્યોએ જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા માટે અનોખી પહેલ કરી. તમામ પ્રધાનો મંત્રી નિવાસસ્થાનથી અને ધારાસભ્યો MLA ક્વાર્ટરથી ST બસમાં વિધાનસભા પહોંચ્યા.

ગાંધીનગરમાં આજે એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ જોવા મળી હતી, જેમાં રાજ્યના પ્રધાનો અને ધારાસભ્યોએ જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ST બસમાં મુસાફરી કરી હતી.  આ પહેલ અંતર્ગત તમામ પ્રધાનો મંત્રી નિવાસસ્થાનથી ST બસમાં બેસી વિધાનસભા પહોંચ્યા હતા, જ્યારે MLA ક્વાર્ટરમાંથી ધારાસભ્યો પણ બસ મારફતે વિધાનસભા પહોંચ્યા હતા.

આ પગલું સામાન્ય જનતાને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા પ્રેરણા આપવાના હેતુથી લેવામાં આવ્યું છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા વિધાનસભાના દરેક મતવિસ્તાર માટે અલગ-અલગ ST બસોની ફાળવણી કરવામાં આવી છે, જેથી તમામ પ્રધાનો અને ધારાસભ્યો સુવિધાજનક રીતે વિધાનસભા પહોંચી શકે.

આ કાર્યક્રમનો વિશેષ ભાગ તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે કુલ 182 ST બસોને ફ્લેગ ઑફ કરવામાં આવશે. આ પહેલ માત્ર પ્રતિકાત્મક નથી, પરંતુ જાહેર પરિવહન પ્રત્યે વિશ્વાસ વધારવાનો અને ટ્રાફિક તેમજ પ્રદૂષણ ઘટાડવાનો એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપે છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલું આ પગલું લોકોમાં સકારાત્મક પ્રતિસાદ મેળવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો- Breaking News: ગુજરાત વિધાનસભાને ઈમેઈલથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, સુરક્ષા એજન્સીઓ સતર્ક

Published on: Mar 18, 2026 10:38 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">