AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ

સમગ્ર ઘટનાક્રમ CCTVમાં કેદ થઈ છે. અને આખીયે ઘટના કાયદો-વ્યવસ્થા સામે સવાલ ઊઠાવી રહી છે. પાટણ જિલ્લામાં બેફામ તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેવો ઘાટ સર્જાયો છે. થોડા દિવસ પહેલાં જ પાટણ શહેરમાં અંગત અદાવતમાં એક શખ્સને ધોળા દિવસે ગોળી મારી મોતને ઘાટ ઉતારી દેવાયો.

Breaking News: પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ
patan news
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2026 | 11:38 AM
Share

પાટણ ચાણસ્મા ઝીલિયા રોડ પર ગેંગવોરની ઘટનામાં સામે આવી છે. આ ઘટના 15 માર્ચની હોવાનું સામે આવ્યું છે. ભાવેશ દેસાઈ નામના શખ્સે પોલીસમાં ફોન કરીને કહ્યું હતું કે કેટલાંક શખ્સો તેના ફાર્મ હાઉસ પર હુમલો કરવા આવવાના છે. જેને પગલે 112ની વાન ઘટનાસ્થળે પહોંચી હતી. અને સાથે જ એક બીજી પોલીસ વાન પણ બંદોબસ્તમાં આવી હતી. પોલીસ પહોંચ્યાની પંદરેક મિનિટ બાદ 6 જેટલી ગાડીઓમાં બેફામ તત્વો ઉમટી પડ્યા હતા. અને પોલીસ વાન પર જ પથ્થરમારો કર્યો હતો.

પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના

સમગ્ર ઘટનામાં ચાણસ્મા પોલીસે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ વાન પર બેફામ તત્વોએ પથ્થરમારો કર્યો હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં 20 જેટલા શખ્સો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધાવી છે.

ઘટના CCTVમાં કેદ

સમગ્ર ઘટનાક્રમ CCTVમાં કેદ થઈ છે. અને આખીયે ઘટના કાયદો-વ્યવસ્થા સામે સવાલ ઊઠાવી રહી છે. પાટણ જિલ્લામાં બેફામ તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેવો ઘાટ સર્જાયો છે. થોડા દિવસ પહેલાં જ પાટણ શહેરમાં અંગત અદાવતમાં એક શખ્સને ધોળા દિવસે ગોળી મારી મોતને ઘાટ ઉતારી દેવાયો. અને હવે ચાણસ્મા વિસ્તારમાં ગેંગવોરના દ્રશ્યોથી અનેક સવાલ ઊઠી રહ્યા છે. ખંડણીખોર ગેંગના ઈસમો સરા જાહેર આતંક મચાવતા કેમેરામાં કેદ થયા છે. અને ઉપરથી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ આરોપીઓને ઝડપવાને બદલે ખુદ ત્યાંથી ભાગી ગઈ હતી.

8 પોલીસકર્મી સસ્પેન્ડ

જે બાદ શહેરમાં સામાન્ય માણસોની સુરક્ષા અંગે પણ સવાલ ઉભા થયા છે. જો કે પોલીસનો દાવો છે કે પોલીસ વધુ ફોર્સ સાથે પરત ફરી હતી. અને આતંક મચાવનારાઓને ઝડપ્યા પણ હતા. ઝીલિયા ગામે રામાપીરના મંદિરનું નિર્માણ થવાનું છે. અને તે જ મુદ્દે ફરિયાદી અને આરોપી વચ્ચે બબાલ થયાનો ખુલાસો થયો છે.

આ સમગ્ર મામલે 1 PI, 1 ASI અને હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાંચ GRD જવાનની કરાઇ હકાલપટ્ટી કરવામાં આવી છે. આમ કુલ 8 પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

(ઈનપુટ ક્રેડિટ-સુનિલ પટેલ)

Breaking News : અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
g clip-path="url(#clip0_868_265)">